Independence Day 2021: ભારતમાં ટ્રેન-કાર હવે પાણીથી ચાલશે! PM નરેન્દ્ર મોદીએ નેશનલ હાઇડ્રોજન મિશનની કરી જાહેરાત

પાણીથી ચાલશે કાર અને ટ્રેન

આ સાથે પેટ્રોલ અને ડીઝલની માંગ ઘટશે તો ક્રૂડ ઓઇલની આયાત પર ભારતની નિર્ભરતા ઓછી થશે. એટલું જ નહીં, બળતણ તરીકે ગ્રીન હાઇડ્રોજનના વધતા ઉપયોગને કારણે પ્રદૂષણ પણ કાબૂમાં આવશે.

 • Share this:
  નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે 75 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે અનેક જાહેરાત કરી હતી. આ ક્રમમાં, તેમણે આજે લાલ કિલ્લાના પટમાંથી રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશનની પણ જાહેરાત કરી છે. મિશન હેઠળ, ગ્રીન હાઇડ્રોજનના ક્ષેત્રમાં ભારતને ગ્લોબલ હબ બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ પ્રધાનમંત્રી મોદી ગ્રીન એનર્જીને ભવિષ્યનું બળતણ ગણાવી ચૂક્યા છે. તેમનું માનવું છે કે, ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવાથી ભારતને આત્મનિર્ભર બનાવવામાં ઘણી મદદ મળશે.

  કાચા તેલની આયાત પર નિર્ભરતા કેવી રીતે ઘટાડવી

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્ર દેશને લાંબી છલાંગ લગાવવામાં મદદ કરશે. આ સાથે પેટ્રોલ અને ડીઝલની માંગ ઘટશે તો ક્રૂડ ઓઇલની આયાત પર ભારતની નિર્ભરતા ઓછી થશે. એટલું જ નહીં, બળતણ તરીકે ગ્રીન હાઇડ્રોજનના વધતા ઉપયોગને કારણે પ્રદૂષણ પણ કાબૂમાં આવશે. તેમજ હાઇડ્રોજન ગેસને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) સાથે મિક્સ કરીને વાપરી શકાય છે. પીએમ મોદીએ કહ્યું, 'હું આજે ત્રિરંગાની સાક્ષીમાં નેશનલ હાઈડ્રોજન મિશનની જાહેરાત કરી રહ્યો છું.'

  આ પણ વાંચોઅમદાવાદ : જેલના ભજીયા હાઉસની થશે કાયાપલટ, બનશે રેસ્ટોરન્ટ - મળશે સાત્વીક ભોજનની 'ગાંધી થાળી'

  પાણીની મદદથી ટ્રેન અને કાર કેવી રીતે ચાલશે?

  હાઇડ્રોજન ગેસ ભારતમાં બે ટેકનોલોજીની મદદથી બનાવવામાં આવે છે. પ્રથમ પાણીનું ઈલેક્ટ્રોલિસિસ કરવામાં આવે છે અને હાઇડ્રોજનને અલગ કરવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, પાણીની મદદથી હાઇડ્રોજન બનશે અને તેમાંથી કાર ચલાવી શકાશે. જો કે, માત્ર હાઇડ્રોજનથી ચાલતી કારોને જ આમાંથી ઈંધણ મળશે. બીજી ટેકનોલોજી હેઠળ, નેચરલ ગેસને હાઇડ્રોજન અને કાર્બનમાં વિભાજીત કરવામાં આવે છે. હાઇડ્રોજનનો ઉપયોગ બળતણ તરીકે થઈ શકે છે.

  આ પણ વાંચો15 થી 20 હજાર રૂપિયાનું રોકાણ કરી શરૂ કરો આ બિઝનેસ, દર મહિને કરો 4 લાખની કમાણી, જાણો કેવી રીતે શરૂ કરાય?

  તો, અલગ થયેલા કાર્બનથી સ્પેસ, એરોસ્પેસ, ઓટો, શિપ અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બનાવી શકાય છે. ભારતીય રેલવેએ નેશનલ હાઇડ્રોજન એનર્જી મિશન હેઠળ હાઇડ્રોજન ઇંધણ સેલનો ઉપયોગ શરૂ કર્યો છે. તમને જણાવી દઈએ કે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ આધારિત ટેકનોલોજી માટે પણ બિડ (ટેન્ડર) પણ મંગાવવામાં આવ્યા છે. આ ટેકનોલોજી ઉત્તર રેલવેના સોનીપત-જીંદ સેક્શનમાં ડેમુ ટ્રેન પર લાગુ કરવામાં આવશે.
  Published by:kiran mehta
  First published: