ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) અલગ થયા, તેને 75 વર્ષ થઈ (Independence Day)ગયા છે. ભારતથી અલગ થઈને પાકિસ્તાન બનવાની અને ભાગલા (Partition) પાડવાની પ્રક્રિયા 15 ઓગસ્ટ 1947 પહેલા જ શરૂ થઈ ગઈ હતી. સરકારી સંપત્તિ સાથે દરેક વિભાગના ભાગલા થયા હતા, જેમાં સેનાના ભાગલા થવા તે મુખ્ય ભાગ હતો. સત્તા હસ્તાંતરણની સંપૂર્ણ પ્રક્રિયા ઔપચારિક રૂપે 14-15 ઓગસ્ટની રાતે જ લાગુ થઈ ગઈ હતી. તે પહેલા જ બ્રિટીશ ઈન્ડિયન આર્મીએ ભાગલાની સૂચના તમામ સૈનિકોને આપી હતી. આ પ્રકારે 14 ઓગસ્ટ 1947ના રોજ સેનાના ભાગલા પડી ગયા હતા.
અંતિમ આદેશ
1947માં બ્રિટીશ ઈન્ડિયન આર્મીની તમામ છાવણીમાં દિલ્હી સૈન્ય મુખ્યાલયથી એક ટેલિગ્રામ મોકલવામાં આવ્યો હતો. બ્રિટીશ ઈન્ડિયન આર્મીના સૈન્ય કમાન્ડરનો આ અંતિમ આદેશ હતો. તે બાદ સેનાના ભાગલા પાડવામાં આવ્યા હતા. પાકિસ્તાનના કરાચી શહેરમાં લોર્ડ માઉન્ટબેટને સત્તા હસ્તાંતરણના આદેશ પર હસ્તાક્ષર કર્યા. ત્યારબાદ ભારતમાં આ આદેશ પર હસ્તાક્ષર કર્યા બાદ બંને દેશોમાં આ આદેશ 14-15 ઓગસ્ટના રોજ લાગુ થઈ ગયો હતો.
એક ટેલિગ્રામ
વર્ષ 1947માં ભારત અને પાકિસ્તાનની આઝાદી બ્રિટીશ સંસદમાં 15 જુલાઈના રોજ પાસ થયેલ ધ ઈન્ડિયન ઈન્ડિપેન્ડેન્સ એક્ટના આધાર પર લાગુ થવાની હતી. 14 ઓગસ્ટ બ્રિટીશ ઈન્ડિયન આર્મીનો છેલ્લો દિવસ હતો. ત્યારબાદથી તે આદેશ નહીં આપી શકે. આ દિવસે બ્રિટીશ ઈન્ડિયન આર્મી છાવણીના ઓફિસરોને એક લાઈનનો ટેલિગ્રામ મોકલવામાં આવ્યો હતો.
એક લાઈનનો આદેશ
ભારતમાં બ્રિટીશ ઈન્ડિયન આર્મીના ફિલ્ડ માર્શલ ક્લાઉડ ઓચિનલેક હતા. તેમણે એક લાઈનમાં આદેશ લખ્યો હતો, કે બ્રિટીશ ઈન્ડિયન આર્મીના આદેશ આજથી રદ થઈ જશે, આ આર્મીનો છેલ્લો આદેશ છે. આ આદેશ આવતા પહેલા જ ભારતીય અને પાકિસ્તાનના ભાગલા પાડતા તે અલગ ગઈ હતી.
ભાગલાના સમયે બ્રિટીશ ઈન્ડિયન આર્મીમાં કુલ 4 લાખ ભારતીય સૈનિકો હતા, જે ભારત અને પાકિસ્તાનમાં સ્થિત સૈન્ય છાવણીમાં વિસ્તરિત થયેલ હતા. જ્યારે સેનાના ભાગલા પાડવામાં આવ્યા, ત્યારે 2.6 લાખ હિંદૂ સૈનિક તથા શીખ સૈનિક અને ઓફિસર ભારતીય સેનામાં મોકલવામાં આવ્યા. 1.4 લાખ મુસ્લિમ સૈનિકો પાકિસ્તાન મોકલવામાં આવ્યા. ગોરખા બ્રિગેડના પણ ભાગલા પાડવામાં આવ્યા. કેટલાક સૈનિકોને બ્રિટીશ સેનામાં સામેલ કરવામાં આવ્યા, કેટલીક બટાલિયન ભારતમાં રહી ગઈ.
સત્તા હસ્તાંતરણની ઔપચારિકતામાં વાઈસરોય લોર્ડ માઉન્ટબેટન ખૂબ જ બિઝી હતા (તસવીર- Wikimedia Commons)
તે સમયે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી
ભાગલા પાડવાની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી. ભાગલાના કારણે અનેક સ્થળ પર હિંદૂ-મુસ્લિમ દંગા થઈ રહ્યા હતા. સત્તા હસ્તાંતરણની ઔપચારિકતામાં વાઈસરોય લોર્ડ માઉન્ટબેટન ખૂબ જ બિઝી હતા. તેઓ 14 ઓગસ્ટના રોજ કરાંચીમાં હતા, તેમણે પાકિસ્તાનની સત્તા હસ્તાંતરણની પ્રક્રિયાને પૂર્ણ કરવાની હતી. પાકિસ્તાનમાં પસંદગી પામેલ ગવર્નર જનરલ મોહમ્મદ અલી જિન્નાની સાથે લોર્ડ માઉન્ટબેટને હસ્તાક્ષર કર્યા અને પાકિસ્તાન સંવિધાન સભાને સંબોધિત કરી. ત્યારબાદ તાત્કાલિક માઉન્ટબેટન ભારત ફર્યા, જેથી અડધી રાત્રે ભારતની આઝાદીના સમારોહમાં સામેલ થઈ શકે.
તે સમયે દંગાની પરિસ્થિતિના કારણે ગાંધીજી કલકત્તામાં હતા. તેમણે ભાગલાને કારણે દંગા થતા, આઝાદીની ઊજવણીમાં સામેલ થવાની ના પાડી દીધી હતી. સમગ્ર દેશની પોલીસ સામે દંગાઓને કાબૂમાં લેવાનો પડકાર હતો. સેનામાં ભાગલાનો આદેશ આપવાને કારણે, ત્યાં ભાગલાની કામગીરી થઈ રહી હતી. દેશના 562 રજવાડાઓમાં અલગ અલગ પ્રકારે ભારતમાં સામેલ થવા માટે આંદોલન થઈ રહ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર