74 વર્ષમાં પહેલીવાર અલગ રીતે ઉજવાશે સ્વતંત્રતા દિન સમારોહ, PM કરી શકે છે ખાસ જાહેરાત

74 વર્ષમાં પહેલીવાર અલગ રીતે ઉજવાશે સ્વતંત્રતા દિન સમારોહ, PM કરી શકે છે ખાસ જાહેરાત
આશરે 300 જેટલા સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. સાથે જ 4000 સુરક્ષા જવાનો પણ તૈનાત કરાયા છે.

આશરે 300 જેટલા સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. સાથે જ 4000 સુરક્ષા જવાનો પણ તૈનાત કરાયા છે.

  • Share this:
    નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) શનિવાર, આજે લાલ કિલ્લા (Red Fort) પરથી સાતમી વખત સ્વતંત્રતા દિનની (Independence day 2020) ઉજવણી નિમિત્તે દેશને સંબોધિત કરશે. તેમનું સંબોધન કોરોના વાયરસ મહામારી, ચીન સાથે સીમા પર ઘર્ષણ અને આત્મનિર્ભર ભારત અંતર્ગત સરકારે ઉઠાવેલા પગલાઓ વચ્ચે હશે. બધાની નજર વડાપ્રધાન મોદીના સંબોધન પર રહેશે કારણ કે તે 15 ઓગસ્ટે મોટી ઘોષણાઓ કરતા હોય છે.

    મહત્વનું છે કે, ગત વર્ષે પ્રચંડ બહુમત પછી સ્વતંત્રતા દિવસનાં ભાષણમાં તેમણે ત્રણ તલાકની સામે કાનૂન અને જમ્મુ કાશ્મીરમાં કલમ 370ને સમાપ્ત કરવાની વાત કહી હતી. તેમણે જનસંખ્યાના નિયંત્રણ અને પાંચ હજાર અરબ ડોલરની અર્થવ્યવસ્થાના લક્ષ્યને મેળવવાની જરૂરતની વાતને પણ પ્રાધન્ય આપ્યું હતું.



    પીએમ મોદી જ્યારે 74મા સ્વતંત્રતા દિવલ પર દેશને સંબોધિત કરશે તો કોવિડ 19 સામે લડવામાં સરકારનાં પ્રયાસોની વાત પણ કરી શકે છે. મોદી સરકારનાં ક્રાયકાળનું આ બીજુ વર્ષ છે અને સરકારે અર્થવ્યવસ્થામાં વ્યાપક સુધારની પહેલ શરૂ કરી છે જ્યારે કોવિડ 19નાં કારણે અર્થવ્યવસ્થા પર ઘણી ખરાબ અસર થઇ છે.

    અયોધ્યામાં પાંચ ઓગસ્ટનાં રોજ મોદી દ્વારા રામ મંદિરના ભૂમિ પૂજન પછી તેમનું આ સંબોધન હશે. પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીનનાં સૈનિકો વચ્ચેનાં ઘર્ષણ વચ્ચે તેમનું આ સંબોધન હશે. અનેક ક્ષેત્રો અને સુધારની ઘોષણા પણ તેઓ કરી શકે છે. જ્યારે સરકારે કૃષિ અને રક્ષા સહિત વિભિન્ન ક્ષેત્રોમાં અનેક પહેલ કરી છે જેથી આત્મ નિર્ભર ભારતનાં લક્ષ્યને મેળવી શકાય.

    રાજ્યના એરપોર્ટ સહિતના જાહેર સ્થળો પર પણ સુરક્ષા

    આજે દરેક રાજ્યના એરપોર્ટ સહિતના જાહેર સ્થળો પર પણ સુરક્ષા તૈનાત કરાઇ છે. કોરોના મહામારી વધુ ન ફેલાય તે હતુથી આ વર્ષે જે પણ જાહેર કાર્યક્રમ યોજાય છે તેમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે તેવો કેન્દ્ર સરકારે રાજ્ય સરાકરોને આદેશ આપ્યો છે. તેથી 15મી ઓગસ્ટની ઉજવણીના જે પણ કાર્યક્રમ યોજવામાં આવશે તેમાં પણ આ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે અને ઓછામાં ઓછા લોકો સામેલ થાય તેનું ધ્યાન રખાશે.

    4000 સુરક્ષા જવાનો પણ તૈનાત

    દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આશરે 300 જેટલા સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. સાથે જ 4000 સુરક્ષા જવાનો પણ તૈનાત કરાયા છે. સાથે જ કેટલાક બુથ પણ તૈયાર કરાયા છે જ્યાં એમ્બ્યૂલંસને પણ તૈનાત કરાઇ છે, કોરોના મહામારીને કારણે કોઇને પણ લક્ષણો જણાય તો તેમની ચકાસણી કરવામાં આવશે. ગાર્ડ ઓફ ઓનરમાં દિલ્હીના આશરે 350 પોલીસકર્મીઓ પણ જોડાશે. આસપાસની હોટેલોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.
    Published by:Kaushal Pancholi
    First published:August 15, 2020, 06:35 am

    ટૉપ ન્યૂઝ