રાષ્ટ્રપતિનો ચીનને જવાબ, જ્યારે દુનિયા કોરોનાથી ઝઝુમી રહી હતી ત્યારે પાડોશી વિસ્તારના ષડયંત્રમાં લાગ્યા હતા

News18 Gujarati
Updated: August 14, 2020, 9:20 PM IST
રાષ્ટ્રપતિનો ચીનને જવાબ, જ્યારે દુનિયા કોરોનાથી ઝઝુમી રહી હતી ત્યારે પાડોશી વિસ્તારના ષડયંત્રમાં લાગ્યા હતા
રાષ્ટ્રપતિનો ચીનને સખત સંદેશો, કહ્યું -ભારત કોઈને પણ જવાબ આપવા સક્ષમ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર દેશના બધા લોકોને શૂભકામના પાઠવી

  • Share this:
નવી દિલ્હી : દેશના 74માં સ્વતંત્રતા દિવસની (Independence Day 2020) પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind)દેશને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન રાષ્ટ્રપતિએ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર દેશના બધા લોકોને શૂભકામના પાઠવી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે આ વર્ષે સ્વતંત્રતા દિવસ સમારોહમાં ધુમધામ નહીં હોય કારણ કે ઘાતક વાયરસે (Coronavirus)બધી ગતિવિધિઓને બાધિત કરી છે. રાષ્ટ્રપતિએ કોરોના યોદ્ધાઓની (Corona Warriors) પ્રશંસા કરતા કહ્યું કે તે જીવન બચાવવા અને આવશ્યક સેવાઓ સુનિશ્ચિત કરવાના પોતાના કર્તવ્યને નિભાવવા ઘણા આગળ નીકળી ગયા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે રાષ્ટ્ર. ડોક્ટરો, નર્સો અને અન્ય સ્વાસ્થ્યકર્મીઓનો ઋણી છું જે કોરોના વાયરસ સામે લડાઇમાં સૌથી આગળ રહ્યા છે. દુર્ભાગ્યથી તેમાંથી ઘણા મહામારી સામે ઝઝુમતા પોતાનું જીવન ગુમાવી ચૂક્યા છે. તે આપણા રાષ્ટ્રીય નાયક છે. તેમના શોર્યએ એ બતાવી દીધું છે કે અમારી આસ્થા શાંતિ માટે છે, કોઈ અશાંતિ ઉત્પન કરવાનો પ્રયત્ન કરશે તો તેમને વળતો જવાબ આપવામાં આવશે. આપણા બહાદુર જવાનોએ આપણી સરહદોની રક્ષા કરતા પોતાના જીવ આપ્યા છે. ભારત માતાના આ પુત્ર રાષ્ટ્રીય ગૌરવ માટે જીવ્યા અને શહીદ થયા. આખો દેશ ગલવાન ઘાટીના શહીદોને સલામ કરે છે.

આ પણ વાંચો - ગૃહમંત્રી અમિત શાહે કોરોના વાયરસને મ્હાત આપી, ટ્વિટ કરીને આપી જાણકારી

રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે જ્યારે વિશ્વ સમુદાય સમક્ષ આવેલા પડકારથી એકજુટ થઈને સંઘર્ષ કરવાની જરૂર છે ત્યારે આપણા પાડોશીએ પોતાની વિસ્તારવાદી ગતિવિધિઓને ચાલાકીથી અંજામ આપવાનું દુસ્સાહસ કર્યું હતું.

રાષ્ટ્રપતિએ કહ્યું કે કોવિડ મહામારીના કારણે આવેલા પડકારને સરકાર તરફથી પ્રભાવી ઢંગથી જવાબ આપવા અલૌકિક પ્રયત્ન કરવામાં આવ્યો. કોવિડ મહામારીએ દુનિયાને બદલી દીધી છે, જે આપણે પહેલા હતા તે હવે થઈ શકીએ નહીં.
ગલવાન ઘાટીમાં સશસ્ત્ર બળોના જવાનોને શ્રદ્ધાંજલિ આપતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેમના શોર્યએ એ બતાવી દીધું છે કે અમારી આસ્થા શાંતિ માટે છે, કોઈ અશાંતિ ઉત્પન કરવાનો પ્રયત્ન કરશે તો તેમને વળતો જવાબ આપવામાં આવશે.
Published by: Ashish Goyal
First published: August 14, 2020, 9:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading