Independence Day 2020 : નેશનલ ડિજિટલ હેલ્થ મિશનની જાહેરાત, દરેક ભારતીયને અપાશે હેલ્થ આઈડી

Independence Day 2020 : નેશનલ ડિજિટલ હેલ્થ મિશનની જાહેરાત, દરેક ભારતીયને અપાશે હેલ્થ આઈડી
પીએમ મોદી.

. આ હેલ્થ આઈડીમાં જે તે વ્યક્તિના સ્વાસ્થ્ય અંગેની તમામ માહિતી સંઘરાયેલી રહેશે. વ્યક્તિને કઈ બીમારી છે, તેણે કઈ દવા લીધી હતી, ક્યારે લીધી હતી, રિપોર્ટ શું હતો સહિતની તમામ માહિતી આ હેલ્થ આઈડીમાં હશે.

  • Share this:
    Independence Day 2020: 74માં સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદી (PM Modi)એ લાલ કિલ્લા (Red Fort- New Delhi) પરથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન (National Digital Health Mission)ની જાહેરાત કરી હતી. આ મિશન અંતર્ગત દરેક ભારતીયને એક હેલ્થ આઈડી (Health ID) આપવામાં આવશે. આ હેલ્થ આઈડીમાં જે તે વ્યક્તિના સ્વાસ્થ્ય અંગેની તમામ માહિતી સંઘરાયેલી રહેશે. વ્યક્તિને કઈ બીમારી છે, તેણે કઈ દવા લીધી હતી, ક્યારે લીધી હતી, રિપોર્ટ શું હતો સહિતની તમામ માહિતી આ હેલ્થ આઈડીમાં હશે. હેલ્થ આઈડીને કારણે ડૉક્ટર સાથે મુલાકાત ક્યારે કરવાની છે, તે માટે ક્યારેક અપોઇન્ટમેન્ટ લેવાની છે સહિતનું કામ સરળતાથી થઈ શકશે. આ પ્રસંગે પીએમ મોદીએ કોરોનાની વેક્સીન અંગે પણ જાણકારી આપી હતી. પીએમ મોદીના કહેવા પ્રમાણે દેશમાં ત્રણ રસી ટેસ્ટિંગના અલગ અલગ તબક્કામાં પહોંચી ગઈ છે.

    શું છે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન?



    આ સ્કીમ હેઠળ દેશના દરેક નાગરિકના હેલ્થનો ડેટા એક પ્લેટફોર્મ પર હશે. આ ઉપરાંત આધાર કાર્ડની જેમ જ દરેકનું હેલ્થ આઇડી કાર્ડ તૈયાર કરવામાં આવશે. આ ડેટામાં ડૉક્ટરની વિગતો સાથે દેશભરમાં સ્વાસ્થ્ય સેવાઓની જાણકારી ઉપલબ્ધ હશે. સરકારની વન નેશન વન હેલ્થ કાર્ડ યોજના (One Nation one health card scheme) દ્વારા તમામને એક હેલ્થ કાર્ડ બનાવડાવું પડશે. તેનાથી થનારી ટ્રિટમેન્ટ અને ટેસ્ટની સમગ્ર જાણકારી આ કાર્ડમાં ડિજિટલી સેવ થશે. તેનો રેકોર્ડ રાખવામાં આવી શકશે.

    આ પણ વાંચો : ખેડૂતોને દેવામાંથી ક્યારે આઝાદી મળશે, શું આત્મનિર્ભર થશે અન્નદાતા?

    આનો સૌથી વધુ ફાયદો એ હશે કે દેશમાં કોઈ પણ હૉસ્પિટલ કે ડૉક્ટરની પાસે જ્યારે સારવાર કરાવવા જશો તો સાથે આપને તમામ દસ્તાવેજ અને ટેસ્ટ રિપોર્ટ નહીં લઈ જવા પડે. ડૉક્ટર કોઈ પણ જગ્યાએ બેસીને આપના યૂનિક આઇડી દ્વારા તમામ મેડિકલ રેકોર્ડ જોઈ શકશે.

    વ્યક્તિના મેડિકલ મેડિકલ ડેટા રાખવા માટે હૉસ્પિટલ, ક્લિનિક, ડૉક્ટર એક સેન્ટ્રલ સર્વરથી લિંક રહેશે. હૉસ્પિટલ અને નાગરિકો માટે હાલ તેમની મરજી પર નિર્ભર કરશે કે આ મિશન સાથે જોડાવવા માંગે છે કે નહીં. દરેક નાગરિકનો એક સિંગલ યૂનિક આઇડી જાહેર થશે. તેના આધારે લાગ ઇન થશે. નેશનલ ડિજિટલ હેલ્થ મિશનમાં મુખ્ય રીતે ચાર બાબતો પર ફોકસ કરવામાં આવ્યું છે. Health Card, વ્યક્તિગત સ્વાસ્થ્ય રેકોર્ડ, દેશભરના ડીજી ડૉક્ટરો અને સ્વાસ્થ્ય સુવિધાઓનું રજિસ્ટ્રેશન.

    કોરોનાની વેક્સીન ક્યારે?

    આ પ્રસંગે કોરોનાની વેક્સીને અંગે પીએમ મોદીએ કહ્યું હતું કે, "દેશના દરેક વ્યક્તિને કોરોનાની રસી ક્યારે આવશે તેની રાહ છે. હું આ દિવસ કહેવા માંગું છું કે આપણા વૈજ્ઞાનિકો ઋષીમુનીઓની જેમ લેબમાં તપસ્યા કરી રહ્યા છે. ભારતમાં હાલ ત્રણ-ત્રણ વેક્સીન ટેસ્ટિંગના અલગ અલગ તબક્કામાં પહોંચી ગઈ છે. વૈજ્ઞાનિકો તરફથી લીલીઝંડી મળતા જ આપણે તેનું મોટાપાયે ઉત્પાદન શરૂ કરી દઇશું. એટલું જ નહીં, આ રસી દરેક ભારતીય પાસે કેવી રીતે પહોંચશે તેનો આખો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે."
    Published by:Vinod Zankhaliya
    First published:August 15, 2020, 08:42 am

    ટૉપ ન્યૂઝ