વડાપ્રધાનને કૉંગ્રેસનો સવાલ - બધુ વેચી રહ્યો છો તો ભારત આત્મનિર્ભર કેવી રીતે બનશે?

News18 Gujarati
Updated: August 15, 2020, 4:33 PM IST
વડાપ્રધાનને કૉંગ્રેસનો સવાલ - બધુ વેચી રહ્યો છો તો ભારત આત્મનિર્ભર કેવી રીતે બનશે?
રણદીપ સુરજેવાલા (ફાઇલ તસવીર)

74મા સ્વતંત્રતા પર્વ નિમિતે પીએમ મોદી (PM Narendra Modi)એ રાષ્ટ્રને કરેલા સંબોધનનું કેન્દ્ર બિંદુ આત્મનિર્ભર ભારત (Aatma Nirbhar Bharat) રહ્યું હતું.

  • Share this:
નવી દિલ્હી : દેશ આજે 74મો સ્વાતંત્રતા દિવસ (Independence Day 2020) ઉજવી રહ્યો છે. આ દિવસે પીએમ મોદીએ દેશવાસીઓને લાલ કિલ્લા પરથી સંબોધીત કર્યાં હતા. નરેન્દ્ર મોદીના ભાષણનું કેન્દ્ર બિંદુ આત્મનિર્ભર ભારત (Aatma Nirbhar Bharat) હતું. તેમણે દેશવાસીઓને હાકલ કરી હતી કે તેઓ દેશને આત્મનિર્ભર બનાવવા માટે આગળ આવે. વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક કહ્યુ કે દેશને આત્મનિર્ભર બનાવવો જ પડશે. કૉંગ્રેસ પાર્ટીએ પીએમ મોદીના સંબોધન પર સવાલ ઉઠાવ્યા છે.

કૉંગ્રેસ પ્રવક્તે રણદીપસિંહ સુરજેવાલા (Congress Leader Randeep Surjewala)એ કહ્યુ કે, "આત્મનિર્ભર ભારતનો પાયો પંડિત જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ અને અન્ય સ્વતંત્રતા સેનાનીઓ રાખ્યો હતો. હવે આપણે આત્મનિર્ભર ભારતની વાત કરીએ છીએ તો એ સવાલ પૂછવો પડશે કે જે સરકાર જાહેર સાહસો વેચી રહી હોય, રેલવે તેમજ એરપોર્ટનું ખાનગીકરણ (Privatization) કરી રહી હોય, તે આ દેશની આઝાદીને સુરક્ષિત રાખી શકશે?"

આ પણ વાંચો : ...તો શું હવે જૂનું સોનું અને દાગીના વેચવા પર GST ચૂકવવો પડશે? જાણો આખો મામલો

પીટીઆઈ પ્રમાણે સુરજેવાલાએ સવાલ પૂછ્યો કે "દરેક ભારતીય વિચારી રહ્યો છે કે આઝાદી એટલે શું? શું અમારી સરકાર લોકતંત્રમાં વિશ્વાસ રાખે છે, જનમત અને બહુમતમાં વિશ્વાસ રાખે છે? આ દેશમાં બોલાવા, વિચારવા, કપડાં પહેરવા અને રોજગારીની આઝાદી છે કે નહીં? ક્યાંક તેના પર અંકુશ તે નથી મૂકી દેવામાં આવ્યો ને?"

આ પણ વાંચો : લાલ કિલ્લા પર PM મોદીની સુરક્ષામાં તૈનાત હતી ખાસ સિસ્ટમ, અઢી કિલોમીટર સુધી નિશાન તાકવા સક્ષમ

પીએમ મોદીએ પોતાના ભાષણાં શું કહ્યું હતું?પારંપારિક કુર્તા-પાયજામાં અને માથે સાફો પહેરીને 86 મિનિટ સુધી સંબોધન કરનારા પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ક્યાં સુધી આપણા દેશનો કાચો માલ બહાર જતો રહેશે અને પ્રોડક્ટ બનીને પરત ભારતમાં પરત આવતી રહેશે? આને બંધ કરવાની જરૂર છે અને દેશને આત્મનિર્ભર બનાવવાની જરૂર છે. આત્મનિર્ભરનો મતલબ ફક્ત આયાત ઓછી કરવાનો નથી પરંતુ આપણી ક્ષમતા, રચનાત્મકતા અને કૌશલ્યને આગળ વધારવાનો પણ છે.

કોરોના મહામારી વચ્ચે 130 કરોડ લોકોએ ભારતને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ લીધો હતો. કોઈએ વિચાર્યું હતું કે દેશમાં ગરીબોના ખાતામાં હજારો કરોડ રૂપિયા સીધા જમા થશે? થોડા મહિના પહેલા આપણે N-95 માસ્ક, PPE કીટ, વેન્ટિલેટર વિદેશથી મંગાવતા હતા. આજે ભારત આ તમામ વસ્તુઓની જરૂરિયાત પૂરી કરે છે, એટલું જ નહીં વિદેશમાં પણ નિકાસ કરે છે.
Published by: Vinod Zankhaliya
First published: August 15, 2020, 4:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading