લાલ કિલ્લા પર PM મોદીની સુરક્ષામાં તૈનાત હતી ખાસ ડ્રોન સિસ્ટમ, અઢી કિલોમીટર સુધી નિશાન તાકવા સક્ષમ

News18 Gujarati
Updated: August 15, 2020, 3:46 PM IST
લાલ કિલ્લા પર PM મોદીની સુરક્ષામાં તૈનાત હતી ખાસ ડ્રોન સિસ્ટમ, અઢી કિલોમીટર સુધી નિશાન તાકવા સક્ષમ
મોદીની સુરક્ષામાં તૈનાત ખાસ સિસ્ટમ.

Anti-Drone System: પીએમ મોદીની સુરક્ષા માટે ખાસ એન્ટી ડ્રોન સિસ્ટમ (Anti-Drone System) લાલ કિલ્લા પર તૈનાત કરવામાં આવી હતી. એક એવું ડ્રોન જ અઢી કિલોમીટરના વિસ્તારમાં કોઈ પણ નિશાન તાકી શકે.

  • Share this:
નવી દિલ્હી : દેશ આજે 74મા સ્વતંત્રતા દિવસ (Independence Day) મનાવી રહ્યો છે. આ પ્રસંગે પીએમ મોદી (PM Modi)એ લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું હરતું. આવા આયોજનો દરમિયાન સુરક્ષા વ્યવસ્થા ખૂબ કડક રાકવામાં આવે છે. આ વખતે પીએમ મોદીની સુરક્ષા માટે ખાસ એન્ટી ડ્રોન સિસ્ટમ (Anti-Drone System) લાલ કિલ્લા પર તૈનાત કરવામાં આવી હતી. એક એવું ડ્રોન જ અઢી કિલોમીટરના વિસ્તારમાં કોઈ પણ નિશાન તાકી શકે. આ ખાસ ડ્રોનને DRDO (Defence Research and Development Organisation)તરફથી બનાવવામાં આવ્યું છે.

શું છે આ ડ્રોનની ખાસિયત?

>> આ નાનામાં નાના ડ્રોનને ત્રણ કિલોમીટરના વિસ્તારમાં આવતા રોકે છે.

>> જામિંગના માધ્યમથી તે લેઝર આધારિત ડાયરેક્ટેડ એનર્જી વેપનથી ડ્રોનના ઇલેક્ટ્રૉનિક્સને આવતા રોકે છે.
>> લેઝર હથિયારોની વોટ ક્ષમતાના આધારે ત્રણ કિલોમીટરના વિસ્તાર સુધી માઇક્રો ડ્રોનની માહિતી મેળવી શકે છે.
>> એન્ટી ડ્રોન એકથી અઢી કિલોમીટરના વિસ્તારમાં લેઝરની મદદથી કોઈ પણ ડ્રોનને તોડી પાડવા માટે સક્ષમ છે.
પીએમ મોદીનું સંબોધન :

વડાપ્રધાન મોદીએ 74માં સ્વતંત્રતા દિવસ (74th Independence Day) પર લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતા ચીન (China) અને પાકિસ્તાન (Pakistan)ના વિસ્તારવાદ અને આતંકવાદ પર જોરદાર પ્રહાર કર્યો હતો. વડાપ્રધાન મોદીએ બંને પાડોશી દેશનું નામ લીધા વગર કહ્યુ કે આતંકવાદ (પાકિસ્તાન) અને વિસ્તારવાદ (ચીન) સમક્ષ ભારત ડટીને મુકાબલો કરી રહ્યું છે. ભારતીય સૈનિકો તમામ મોરચા પર દુશ્મનોનો મુકાબલો કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યુ કે આપણા જવાનો શું કરી શકે છે તે દુનિયાએ લદાખમાં બનેલી ઘટનામાં જોઈ લીધું છે. પીએમ મોદીએ કહ્યુ કે જેમણે પડકાર ફેંક્યો તેમને તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવ્યો છે.
Published by: Vinod Zankhaliya
First published: August 15, 2020, 3:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading