નવી દિલ્હી : સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટને ધ્યાનમાં રાખી ગુપ્ત એજન્સીએ મોટુ એલર્ટ જાહેર કર્યું છે. આઈબી તરફથી કહેવામાં આવ્યું છે કે, ખાલિસ્તાનની માંગ કરનાર શીખ ફોર જસ્ટિસની આગેવાની કરનાર આકાઓમાંથી એકે લાલ કિલ્લા પર 14, 15 અને 16 ઓગસ્ટના દિવસે ખાલિસ્તાની ઝંડો ફરકાવનાર શીખને સવા લાખ ડોલર આપવાની જાહેરાત કરી છે.
તેના માટે સિખ ફોર જસ્ટિસ તરફથી એક વીડિયો પણ અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયોમાં ખાલિસ્તાની ઝંડાને લાલ કિલ્લા પર લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. વીડિયોમાં શીખ ફોર જસ્ટિસના આકાઓને બોલતા સાંભળી શકાય છે કે, જે શિખ લાલ કિલ્લા પર ખાલિસ્તાની ઝંડો લગાવશે તેને સવાલાખ ડોલરનું ઈનામ આપવામાં આવશે. આઈબી તરફથી આ પ્રકારનું એલર્ટ મળતા જ લાલ કિલ્લા પાસે સુરક્ષા વધારી દેવામાં આવી છે. ભારતીય સેના અને દિલ્હી પોલીસ લાલ કિલ્લાની ચારે બાજુ ઉભી કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો -
ખેડૂતો માટે મોટા સમાચાર, રહસ્યમય બીયારણને લઈ સરકારે જાહેર કરી ચેતવણી, એગ્રી Terrorismની આશંકા?
આઈએસઆઈ દ્વારા પહોંચાડવામાં આવે છે આ લોકોને મદ
તમને જણાવી દઈએ કે, ખાલિસ્તાની સમર્થકોને પાકિસ્તાની આઈએસઆઈ દ્વારા અનેક પ્રકારની મદદ પહોંચાડવામાં આવે છે. શીખ ફોર જસ્ટિસના પ્રમુખ ગુરૂવંતપંત પન્નૂ છે. એટલું જ નહીં ગુરૂવંતપંત પન્નૂ એજ વ્યક્તિ છે જે દુનિયાભરમાં પેરેન્ડમ 2020 ચલાવી રહ્યો છે.
ત્રાસદીની યાદ અપાવે છે આ દિવસ
શીખ ફોર જસ્ટિસના સુપ્રિમો ગુરૂવંતપંત સિંહ પન્નૂ તરફથી જાહેર કરવામાં આવેલા વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, 15 ઓગસ્ટનો દિવસ શીખ માટે સ્વતંત્રતાનો દિવસ નથી. આ દિવસ શીખોને 1947માં થયેલા ભાગલાના સમયમાં પડેલી તકલીફોની યાદ અપાવે છે. વીડિયોમાં પન્નૂ કહે છે કે, આજે પણ આપણા માટે કઈ નથી બદલાયું. બદલાયું છે તો માત્ર શાશન. આપણે આજે પણ ભારતીય સંવિધાનમાં હિન્દુ તરીકે જ નોંધાયેલા છીએ અને પંજાબના સંશાધનોનો ઉપયોગ અન્યાયપૂર્ણ રીતે અન્ય રાજ્યો માટે કરવામાં આવે છે. આપણે વાસ્તવિક સંવતંત્રતાની જરૂરત છે.