વાઘા બોર્ડર પર 'મીઠાશવાળી દિવાળી': પાકિસ્તાને ભારતને પાઠવી શુભેચ્છા

Network18 | News18 Gujarati
Updated: October 19, 2017, 2:13 PM IST
વાઘા બોર્ડર પર 'મીઠાશવાળી દિવાળી': પાકિસ્તાને ભારતને પાઠવી શુભેચ્છા
Network18 | News18 Gujarati
Updated: October 19, 2017, 2:13 PM IST
વાઘા બોર્ડર પર ભારત પાકિસ્તાન વચ્ચે પણ દિવાળીની ઉજવણી કરવામાં આવી. પાકિસ્તાની સેના દ્વારા ભારતીય સેનાને મીઠાઈ આપીને દિવાળીની ઉજવણી કરવામાં આવી છે આ સાથેજ બંને દેશ વચ્ચે કડવાશ મટે અને સંબંધો સુધરે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પણ ટ્વિટ કરીને દેશ વાસીઓને દિવાળીની શુભકામના પાઠવી છે. તો આ સાથે જ તેમણે પાકિસ્તાનનાં દર્દીઓનાં પેન્ડિંગ મેડિકલ વિઝાને મંજૂરી આપી દીધી છે. જેની જાણકારી તેમણે ટ્વિટર પર આપી છે
તો રક્ષા મંત્રી અંડમાનમાં મનાવશે દિવાળી
રક્ષામંત્રી નિર્મલા સીતારામન અંડમાન-નિકોબારમાં ત્રણ સેવાઓની કમાન સાથે દિવાળી મનાવશે. સીતારાન આજેથી બે દિવસ અંદમાન-નિકોબારની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ વિવિધ સમારોહમાં જવાનોના પરિવારજન સાથે પણ વાતચીત કરશે.
First published: October 19, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर