વોશિંગ્ટન : કોરોના મહામારીની સાથે હાલ ઘણી અન્ય બીમારીઓ પણ સામે આવી રહી છે અને તેનાથી લોકો ભયભીય બની રહ્યા છે. હવે અમેરિકન હેલ્થ ઓફિસર્સે ડલાસ ક્ષેત્રમાં બે હોસ્પિટલોમાં અને વોશિંગ્ટન ડીસી (Washington DC)ના એક નર્સિંગ હોમમાં સારવાર ન થઈ શકે તેવી ફંગસના કેસો મળ્યા હોવાની જાણકારી આપી છે. કેંડિડા ઓરિસ (Candida Auris), યીસ્ટનું એક ભયાનક સ્વરૂપ છે અને તે ગંભીર મેડિકલ પ્રોબ્લેમ વાળા દર્દીઓ માટે મોટો ખતરો છે. હકીકતમાં આ ફંગસ રક્તપ્રવાહમાં સંક્રમણનું કારણ બની શકે છે. તેનાથી દર્દીનું મોત પણ થઇ શકે છે.
સીડીસીના મેઘન રયાન જણાવે છે કે, તેઓ પહેલી વખત ગૃપ ઓફ રેઝિસ્ટન્સ જોઇ રહ્યા છે, જેમાં દર્દીઓ એક બીજાથી સંક્રમિત થઇ રહ્યા છે. વોશિંગ્ટન ડીસી નર્સિગ હોમમાં મળેલ 101 કેંડિડા ઓરિસના કેસોના સમૂહમાં 3 કેસ એવા હતા, જેના પર તમામ 3 પ્રકારની એન્ટી ફંગલ દવાઓની કોઇ અસર થઇ નહીં.
ડલાસ ક્ષેત્રના બે હોસ્પિટલોમાં 22 કેંડિડા ઓરિસના કલ્સટર દાખલ થયા છે. તેમાં બે કેસ મલ્ટીડ્રગ પ્રતિરોધક મળ્યા છે, જે બાદ સીડીસીએ તારણ કાઢ્યું કે, સંક્રમણ દર્દીથી દર્દીમાં ફેલાઇ રહ્યું છે. વર્ષ 2019માં ઊભી થયેલી સ્થિતિથી આ વિપરીત છે. તે સમયે વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું હતું કે, સારવાર દરમિયાન ન્યૂયોર્કમાં ત્રણ દર્દીઓમાં દવાઓની કોઇ અસર થઇ ન હતી.
યૂએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન(સીડીસી) અનુસાર ખતરનાક કેંડિડા ઓરિસ સંક્રમણવાળા દર ત્રણમાંથી એક દર્દીનું મોત થઇ જાય છે. અમેરિકન સ્વાસ્થ્ય એજન્સીએ વધી રહેલા ફંગલને એક ગંભીર વૈશ્વિક સ્વાસ્થ્ય ખતરો જાહેર કર્યો છે. સીડીસી પણ આ ફંગલને લઇને ચિંતિત છે, કારણ કે તેના પર મલ્ટીડ્રગ્સની કોઇ અસર થતી નથી.
જેનો અર્થ છે કે આ ઇન્ફેક્શનની સારવાર માટે વાપરવામાં આવતી અનેક એન્ટિફંગલ દવાઓ પ્રતિરોધક હોવાના કારણે આ તકલીફની સારવાર થતી નથી. બીજી તરફ સ્ટાન્ડર્ડ લેબોરેટરી ઉપાયો વાપરી ઇન્ફેક્શનની ઓળખ કરવામાં મુશ્કેલી પડી રહી છે કારણ કે ખોટી ઓળખથી ખોટી સારવારનો ખતરો છે.
" isDesktop="true" id="1118238" >
કઇ રીતે થાય સંક્રમણની ઓળખ?
ગંભીર કેંડિડા સંક્રમણ વાળા મોટાભાગના લોકોમાં પહેલાથી જ કોઇને કોઇ બીમારી હતી. તેથી કોઇને કેંડિડા ઓરિસ સંક્રમણ છે નહીં? તે જાણવું ખૂબ મુશ્કેલ બની જાય છે. સીડીસી અનુસાર તાવ અને ઠંડી લાગવી કેંડિડા ઓરિસ સંક્રમણના સૌથી પ્રાથમિક લક્ષણો છે અને સંક્રમણ માટે એન્ટિબાયોટિક સારવાર છતા લક્ષણોમાં કોઇ પણ સુધારો જણાતો નથી.
હાલ વૈજ્ઞાનિકો તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, કેંડિડા ઓરિસ સંક્રમણ એન્ટિફંગલ દવાઓ માટે પ્રતિરોધક શા માટે છે. આ સાથે જ તે પણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે હાલના વર્ષોમાં સંક્રમણ આટલું આક્રમક શા માટે થઇ ગયું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર