તાજમહેલને જોઈને મેલાનિયાએ કહ્યું - 'ઇનક્રેડીબલ', ટ્રમ્પે ફરી આવવાનો વાયદો કર્યો

News18 Gujarati
Updated: February 24, 2020, 11:02 PM IST
તાજમહેલને જોઈને મેલાનિયાએ કહ્યું - 'ઇનક્રેડીબલ', ટ્રમ્પે ફરી આવવાનો વાયદો કર્યો
ગાઇડ નીતિન કુમાર સિંહે ન્યૂઝ 18 સાથે વાત કરતા કહ્યું - તાજમહેલ ફરતા સમયે ટ્રમ્પ અને તેમના પત્ની ઘણા ઉત્સાહિત હતા

ગાઇડ નીતિન કુમાર સિંહે ન્યૂઝ 18 સાથે વાત કરતા કહ્યું - તાજમહેલ ફરતા સમયે ટ્રમ્પ અને તેમના પત્ની ઘણા ઉત્સાહિત હતા

  • Share this:
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને સંબોધિત કર્યા પછી પોતાની પત્ની મેલાનિયા સાથે આગ્રા પહોંચ્યા હતા. જ્યાં તાજમહેલના દીદાર કર્યા હતા. વિઝીટર બુકમાં ભારતની વિરાસતની ખુલીને પ્રશંસા કરી હતી. આ દરમિયાન ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા સાથે ગાઇડ નીતિન કુમાર સિંહ હતો. જેણે ટ્રમ્પ અને મેલાનિયાને ઐતિહાસિક ધરોહર સાથે જોડાયેલી બધી જાણકારીઓ આપી હતી.

ગાઇડ નીતિન કુમાર સિંહે ન્યૂઝ 18 સાથે વાત કરતા કહ્યું હતું કે તાજમહેલ ફરતા સમયે ટ્રમ્પ અને તેમના પત્ની ઘણા ઉત્સાહિત હતા. તે તાજની કારીગરી જોઈને ખુશ હતા. તે તાજને લઈને સતત સવાલ પણ કરી રહ્યા હતા. આ દરમિયાન ટ્રમ્પે તેમની પત્ની સાથે મેન કોર્સ પર એકલા વોક કરવા માટે પણ કહ્યું હતું.

આ પણ વાંચો - ઇવાંકા ટ્રમ્પે ભારત પ્રવાસમાં પહેર્યો ‘જૂનો ડ્રેસ’, જાણો કેટલી છે કિંમત

ગાઇડ નીતિને કહ્યું હતું કે તાજમહેલને જોતા જ ફર્સ્ટ લેડીના મોં માંથી એક જ શબ્દ નિકળ્યો હતો 'Incredible'અતુલ્ય. તેમણે ફરી એક વખત તાજના દીદાર કરવા આવવાનો વાયદો કર્યો છે. હું પોતાને ગૌરવાંતિત અનુભવી રહ્યો છું કે તેમને તાજમહેલના દીદાર કરાવ્યા. મેં તેમને તાજમહેલનો ઇતિહાસ બતાવ્યો અને મુમતાઝ-શાહજહાંની કહાની સાંભળી તે ભાવુક થઈ ગયા હતા. તે જાણકારીઓથી ઘણા પ્રભાવિત થયા હતા.

ટ્રમ્પે તાજમહેલને વિઝીટર બુકમાં ભારતની વિવિધતાપૂર્ણ સંસ્કૃતિની ધરોહાર ગણાવ્યો હતો.
First published: February 24, 2020
વધુ વાંચો
अगली ख़बर