સાવધાન! ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના વધી રહ્યા છે કેસ, ઘણા રાજ્યો આવ્યા ઝપેટ
સાવધાન! ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના વધી રહ્યા છે કેસ, ઘણા રાજ્યો આવ્યા ઝપેટ
ડેન્ગ્યુ દર્દીની તસવીર
Dengue, Malaria, Chikungunya: દરમિયાન આરોગ્ય પ્રધાન સતયેન્દ્ર જૈને(Satyendra Jain) ગુરુવારે જણાવ્યું હતું કે, સરકાર તમામ જરૂરી પગલાં લઈ રહી છે અને દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં ડેન્ગ્યુના દર્દીઓની સારવાર માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
નવી દિલ્હી: જ્યારે દેશ કોરોના મહામારી (corona pandemic)થી રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે, ત્યારે ડેન્ગ્યુ (dengue), મેલેરિયા (malaria) અને ચિકનગુનિયા (chikungunya) જેવા ગંભીર રોગોના કેસ હવે સામે આવી રહ્યા છે. દેશભરના ઘણા રાજ્યો હાલમાં આવા રોગોની ચપેટમાં આવ્યા છે. દર્દીઓની સંખ્યા વધતાં રાજ્યોએ પણ સંક્રમણને અટકાવવા માટે જરૂરી પગલાં લેવાનું શરૂ કર્યું છે. ડેન્ગ્યુ જેવા રોગોના ફેલાવાથી કોવિડ દરમિયાન આરોગ્ય સુવિધાઓ પર વધુ બોજ પડી શકે છે.
ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા એ વેક્ટર બ્રોન રોગો છે જે મચ્છર અને અન્ય જંતુના કરડવાથી ફેલાય છે. આ રોગોનું મુખ્ય કારણ મચ્છરો માનવામાં આવે છે. ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરો સામાન્ય મચ્છરોથી અલગ હોય છે જે ચોમાસા દરમિયાન એક જગ્યાએ પાણીના ભરાવાથી ઉત્પન્ન થાય છે. આ બધા રોગો વિશે વિગતવાર જાણીએ:
ડેન્ગ્યુ(Dengue) - ડેન્ગ્યુનો તાવ મચ્છર કરડવાથી ડેન્ગ્યુના વાયરસને કારણે થાય છે. ડેન્ગ્યુ એડીસ મચ્છર કરડવાથી ફેલાય છે. આ એક એવો રોગ છે કે જે શરૂઆતમાં તેનાથી પીડિત વ્યક્તિમાં કોઈ લક્ષણો દર્શાવતો નથી. સીડીસીના જણાવ્યા અનુસાર ડેન્ગ્યુથી સંક્રમિત 75 ટકા લોકો એવા લોકો છે જેમને કોઈ લક્ષણો ખબર નથી, જ્યારે 20 ટકા લોકોમાં શરૂઆતમાં તેના લક્ષણો દેખાય હોય છે, જ્યારે 5 ટકા લોકો એવા હોય છે જેમને શરૂઆતમાં ગંભીર લક્ષણો હોય છે. આ પાંચ ટકા લોકો માટે ડેન્ગ્યુ જીવલેણ હોઈ શકે છે. જો ડેન્ગ્યુની યોગ્ય સમયે સારવાર કરવામાં આવે તો તેનાથી મૃત્યુદરમાં ઘટાડો થઈ શકે છે.
મેલેરિયા (Malaria) – મેલેરિયા માદા એનોફિલસ મચ્છરોના કરડવાના કારણે થાય છે. મેલેરિયાથી પીડિત વ્યક્તિને તીવ્ર તાવ આવે છે અને તે જીવલેણ રોગ પણ છે. જો યોગ્ય સમયે સારવાર કરવામાં આવે તો તેને ટાળી શકાય છે. એક અહેવાલ મુજબ વર્ષ 2019માં લગભગ 230 મિલિયન લોકો મેલેરિયાથી પીડાતા હતા અને લગભગ 4,00,000 લોકો મૃત્યુ પામ્યા હતા. ભારતમાં તાજેતરના ભૂતકાળમાં મેલેરિયાના દર્દીઓમાં ઘટાડો નોંધાયો છે.
ચિકનગુનિયા (CHIKUNGUNYA) - ચિકનગુનિયા પણ એક વાયરલ રોગ છે જે ચેપગ્રસ્ત મચ્છરો દ્વારા મનુષ્યમાં ફેલાય છે. એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ચિકનગુનિયાના મચ્છરો સામાન્ય રીતે દિવસ દરમિયાન મનુષ્યને કરડે છે. આ રોગથી પીડાતા વ્યક્તિને તાવ, સાંધાનો દુખાવો, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો જેવા લક્ષણો હોય છે.
ચાલો જાણીએ કે હાલમાં કયા રાજ્યો આ રોગોની પકડમાં છે અને તેમનો સામનો કરવા માટે કઈ વ્યવસ્થા કરવામાં આવી છે.
દિલ્હી - રાષ્ટ્રીય રાજધાનીમાં ડેન્ગ્યુના કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દરમિયાન આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને ગુરુવારે જણાવ્યું હતું કે સરકાર તમામ જરૂરી પગલાં લઈ રહી છે અને દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં ડેન્ગ્યુના દર્દીઓની સારવાર માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય મંત્રીએ એમ પણ કહ્યું હતું કે દિલ્હીની હોસ્પિટલોમાં આવતા મોટાભાગના ડેન્ગ્યુના દર્દીઓ બહારથી આવે છે.
જૈનની આ ટિપ્પણી રાષ્ટ્રીય રાજધાનીની સફદરજંગ હોસ્પિટલ અને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ડેન્ગ્યુના દર્દીઓ માટે પથારીની અછતના અહેવાલો વચ્ચે આવી છે. તેમણે કહ્યું હતું કે દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં ડેન્ગ્યુના દર્દીઓ માટે અમારી પાસે પૂરતી વ્યવસ્થા છે. કોઈ દર્દીને પાછા મોકલવામાં આવી રહ્યા નથી.
તમિલનાડુ- તમિલનાડુમાં પણ ડેન્ગ્યુના કેસ નોંધાઈ રહ્યા છે. અહીં એક બાળક સહિત કુલ ચાર લોકો ડેન્ગ્યુથી સંક્રમિત હાલતમાં મળી આવ્યા હતા. આ તમામ લોકો કોઈમ્બતુર મેડિકલ કોલેજમાં સારવાર લઈ રહ્યા છે. હોસ્પિટલના ડીન ડો.એન.નિર્મલાએ ગુરુવારે જણાવ્યું હતું કે જિલ્લામાં ભારે વરસાદ બાદ તાવ અને ઉધરસના લક્ષણો ધરાવતા ઘણા લોકો સીએમસીએચમાં ઉતરી રહ્યા છે. તેમણે કહ્યું કે મેલેરિયા અને વાયરલ તાવના લક્ષણો વાળા 80 કેસ પહેલાથી જ નોંધાયા છે.
ઉત્તર પ્રદેશ- ઉત્તર પ્રદેશ સરકાર આ રોગો પ્રત્યે ખૂબ સભાન છે અને હવે ડબ્લ્યુએચઓની ભલામણ કરેલી સમિતિની ટ્રેસ ટેસ્ટ-ટ્રીટની વ્યૂહરચના અનુસાર ઇન્ફ્લુએન્ઝા જેવા રોગથી પીડાતા લોકોને ડોર ટુ ડોર ઓળખવામાં આવી રહ્યા છે. રાજ્યમાં ડેન્ગ્યુ, કોલેરા, ઝાડા અને મેલેરિયા જેવા રોગોના ફેલાવાની તપાસ કરવા સમિતિઓને પણ આદેશ આપવામાં આવ્યો છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર