ભારતીય કોસ્ટ ગાર્ડની વધી તાકાત, મેડ ઈન ઈન્ડિયા હેલિકોપ્ટર પશ્ચિમ કિનારે તૈનાત
ભારતીય કોસ્ટ ગાર્ડની વધી તાકાત, મેડ ઈન ઈન્ડિયા હેલિકોપ્ટર પશ્ચિમ કિનારે તૈનાત
Indian Coast Guard ના વડા વીએસ પઠાનિયાએ (VS Pathania) બુધવારે બીજી મેડ ઈન ઈન્ડિયા ALH Mk III સ્ક્વોડ્રનને કમિશન કર્યું. આ પ્રસંગે પઠાણિયાએ જણાવ્યું હતું કે આ હેલિકોપ્ટર (Helicopter) ની બીજી સ્ક્વોડ્રન પશ્ચિમ કિનારાની સુરક્ષાને વધુ મજબૂત કરશે.
ભારતીય કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard) ના વડા વીએસ પઠાનિયાએ બુધવારે બીજી મેડ ઈન ઈન્ડિયા ALH Mk III (Made in India Helicopter) સ્ક્વોડ્રનને કમિશન કર્યું. આ પ્રસંગે પઠાણિયાએ જણાવ્યું હતું કે આ હેલિકોપ્ટરની બીજી સ્ક્વોડ્રન પશ્ચિમ કિનારાની સુરક્ષાને વધુ મજબૂત કરશે. આ સાથે ભારતની શોધ અને બચાવ ક્ષમતામાં વધારો થશે. આ જાણકારી ICG ઓફિસરે આપી છે. અગાઉ એપ્રિલમાં, હેલિકોપ્ટર ALH Mk III સ્ક્વોડ્રનને ભુવનેશ્વર, ઓડિશા ખાતે કાફલામાં સામેલ કરવામાં આવ્યું હતું. આ સૌથી હળવા અને અદ્યતન હેલિકોપ્ટર પશ્ચિમ બંગાળ અને ઓડિશા કોસ્ટ અને કોસ્ટ ગાર્ડની દરિયાઈ ક્ષમતાઓને વધારવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા.
એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) અદ્યતન અને ઓછા વજનના તેમજ મેક ઇન ઇન્ડિયા હેઠળ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવે છે. આ સ્વદેશી ટ્વીન એન્જિન હેલિકોપ્ટર છે. આ દ્વારા દરિયાઈ સુરક્ષામાં દેખરેખની ક્ષમતાને વધુ મજબૂત કરવાની છે.
હકીકતમાં, સંરક્ષણ મંત્રાલયે મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત યોજનાને પ્રોત્સાહન આપવા માટે એક મોટું પગલું ભર્યું છે. મંત્રાલયે દેશની સંરક્ષણ અધિગ્રહણ પ્રક્રિયામાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે.
#WATCH | Indian Coast Guard chief VS Pathania today commissioned the second Made in India ALH Mk III Squadron at Kochi. Pathania said the second squadron of these choppers will further boost security of western seaboard and enhance India’s search & rescue capability:ICG officials pic.twitter.com/qOz88RV3Op
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "આગળથી, સંરક્ષણ સેવાઓ અને ભારતીય કોસ્ટ ગાર્ડ માટે તમામ પ્રાપ્તિ, આધુનિકીકરણની જરૂરિયાતો સ્થાનિક રીતે પૂરી કરવામાં આવશે." અને જો કોઈ સાધનની આયાત કરવામાં આવે તો તે એક અસાધારણ સંજોગો હોવા જોઈએ.