ઉત્તરાખંડ: પ્રાઈવેટ મેડિકલ કોલેજોએ વધારી 400 ગણી ફી, વિદ્યાર્થી-વાલીઓ ત્રાહિમામ

News18 Gujarati
Updated: March 29, 2018, 3:23 AM IST
ઉત્તરાખંડ: પ્રાઈવેટ મેડિકલ કોલેજોએ વધારી 400 ગણી ફી, વિદ્યાર્થી-વાલીઓ ત્રાહિમામ

  • Share this:
ઈલેક્શનને લઈને દેશનું વાતાવરણ ડોહરાયેલું જોવા મળી રહ્યું છે. હાલમાં દેશમાં હિન્દુ-મુસ્લિમ ટોપિક ટ્રેન્ડ પર છે, તેવામાં ઉત્તરાખંડ સરકારે મેડિકલ કોલેજના (MBBS)વિદ્યાર્થીઓના માથે એક જોરદાર ડંડો ફટકાર્યો છે. ઉત્તરાખંડમાં કેબિનેટે મેડિકલ કોલેજોની ફીમાં વધારો કરવાની પરવાનંગી આપી દીધી છે.

કેબિનેટે આપેલી છૂટ બાદ પ્રાઈવેટ મેડીકલ કોલેજોએ પોતાની ફીમાં ધરખમ વધારો કરી નાંખ્યો છે. આમ ઉત્તરાખંડમાં મેડિકલ કોલેજના એમબીબીએસના વિદ્યાર્થીઓ પર ફી વિજળી બનીને ત્રાટકી છે.

400 ગણી વધારી નાંખી ફી

મેડિકલ કોલેજોએ ફીમાં એટલો મોટો વધારો કરી નાંખ્યો છે, કે જે વિદ્યાર્થીઓ સ્વપ્નામાં પણ વિચાર્યું નહી. ઉત્તરાખંડમાં એમબીબીએસના પ્રથમ વર્ષની ફી 6.70 લાખથી વધારીને હવે 23 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. બીજા વર્ષની ફી 7.25 લાખથી વધારીને 20 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. જ્યારે ત્રીજા વર્ષની ફી 7.36 લાખથી વધારે 26 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. તે ઉપરાંત જે વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષ ક્લિયર કરીને બીજા વર્ષમાં પહોંચી ચૂક્યા છે, તેમની પાસેથી પણ પહેલા વર્ષની ફી વસૂલવામાં આવશે. એટલે કે, તેમને બીજા વર્ષે ટોટલ 43 લાખ રૂપિયા ચૂકવવા પડશે. આમ બે વર્ષમાં જે વિદ્યાર્થીઓ 13.95 લાખ રૂપિયા ફી આપતા હતા, તેની જગ્યાએ તેમને 43 લાખ રૂપિયા ચૂકવવાના દિવસો આવી ગયા છે.

હાલમાં દેશભરમાં હિન્દુ-મુસ્લિમોને લઈને એક અલગ રીતનો એજન્ડા ચાલી રહ્યો છે. લોકો હુલ્લડોના વાયરલ વીડિયો દેખવામાં વ્યસ્ત છે તેવામાં દેશના ભવિષ્ય પર સરકારનો વધુ એક ડંડો પડ્યો છે. વિદ્યાર્થીઓ માટે આ સમાચાર એક પરમાણુ બોમ્બ કરતાં ઓછા નથી. કેમ કે, મેડીકલમાં એડમિશન લેનાર બધા જ વિદ્યાર્થી પૈસા ટકે સુખી હોતા નથી. ઉચ્ચ શિક્ષા માટે વિદ્યાર્થીઓ એજ્યુકેશન લોન લઈ લેતા હોય છે, તેવામાં ફીમાં થયેલા ધરખમ વધારાથી વિદ્યાર્થીઓ સાથે સાથે વાલીઓની પણ ચિંતામાં પણ બમણો વધારો થઈ ગયો છે. કોઈપણ તથ્ય વગર ઉત્તરાખંડમાં આવો તાનાશાહી નિર્ણય લઈ લેવામાં આવ્યો છે, તેવામાં આવનારા દિવસોમાં દેશના અન્ય રાજ્યમાં આવી રીતના નિર્ણય લેવામાં આવશે નહી તેવી શક્યતાને આપણે નકારી શકીએ નહી.

મેડિકલ કોલેજની ફી વધારવા પાછળ સરકાર પાસે કોઈ ઠોસ તથ્ય નથી. સરકારે હવામાં ગોળીબાર કરતાં કહ્યું છે કે,  ઉત્તરાખંડમાં મેડિકલ ક્ષેત્રે અન્ય કોઈ રોકાણ થતું નહોવાના કારણે ફી વધારવામાં આવી રહી છે. આમ સરકાર પાસે ફી વધારવા મુદ્દે કોઈ ઠોસ કારણ પણ નથી. ઉત્તરાખંડના મેડીકલના વિદ્યાર્થીઓની એપ્રિલ મહિનામાં પરીક્ષા છે, તેવામાં તેઓ પરીક્ષાની તૈયારી કરવાના બદલે સરકારે વધારેલી ફીને લઈને પાછલા બે દિવસથી આંદોલન કરી રહ્યાં છે.ઉત્તરાખંડમાં આવેલ ગુરૂરામ રાય મેડિકલ કોલેજ, મહંત ઈન્દ્રેસ હોસ્પિટલ અને અન્ય મેડિકલ કોલેજોએ પણ ફીમાં વધારો કરી દીધો છે. બે દિવસથી MBBSના વિદ્યાર્થીઓ અને વાલીઓ ફી વધારાના વિરોધમાં સતત આંદોલન કરી રહ્યાં છે, રાત્રે પણ તેઓ પોતાના ઘરે જઈ રહ્યાં નથી. વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે, ફીમાં 400 ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે.

સુપ્રિમ કોર્ટે 2006માં કહ્યું હતું કે, દરેક રાજ્ય ફી બાબતે 'ફી નિયામક કમિટી' બનાવે અને તે સમયે ઉત્તરાખંડમાં કમિટી પણ બનાવવામાં આવી હતી, પરંતુ તે છતાં કેબિનેટે કમિટીની પરવાનંગી લીધા વગર જ કોલેજોને ફી વધારવા માટે છૂટ આપી દીધી છે.

વિદ્યાર્થીઓની વધુ એક મુશ્કેલી તે પણ છે કે, તેઓ સીટ પણ છોડી શકતા નથી, તે પરિસ્થિતિમાં પણ તેમને આખા કોર્સની ફી આપવી પડશે. આમ વિદ્યાર્થીઓ પાસે હવે આંદોલન કરવા સિવાય અન્ય કોઈ જ રસ્તો રહ્યો નથી.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવતે ન્યૂઝ18ને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, મેડિકલ કોલેજની કફોડી સ્થિતિ હોવાના કારણે 700થી 800 કરોડનું રોકાણ કરવું પડે છે. તેમને જણાવ્યું કે, વિદ્યાર્થીઓની ફી ઓછી હોવાના કારણે ખર્ચાઓ નિકળી રહ્યાં નથી. આમ મુખ્યમંત્રીએ જ ઓછી ફીને આગળ ધરીને અને આ ક્ષેત્રમાં અન્ય કોઈ રોકાણ ન થતું હોવાનું જણાવીને 600થી વધારે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિન્હ લગાવી દીધો છે.
First published: March 29, 2018, 3:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading