AAP ધારાસભ્ય નરેશ બાલિયાનના ઘર પર ઈન્કમ ટેક્સના દરોડા

News18 Gujarati
Updated: March 8, 2019, 9:02 PM IST
AAP ધારાસભ્ય નરેશ બાલિયાનના ઘર પર ઈન્કમ ટેક્સના દરોડા
મીડિયા રીપોર્ટ્સનું માનીએ તો, આપ ધારાસભ્ય પાસેથી ઈન્કમ ટેક્સ વિભાગે 2 કરોડ રૂપિયા પકડ્યા છે

મીડિયા રીપોર્ટ્સનું માનીએ તો, આપ ધારાસભ્ય પાસેથી ઈન્કમ ટેક્સ વિભાગે 2 કરોડ રૂપિયા પકડ્યા છે

  • Share this:
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલિયાનના ઘર પર દરોડા પાડ્યા છે. આ જાણકારી ન્યૂઝ એજન્સી એએનઆઈના સૂત્રોના હવાલે આપવામાં આવી છે. મીડિયા રીપોર્ટ્સનું માનીએ તો, આપ ધારાસભ્ય પાસેથી ઈન્કમ ટેક્સ વિભાગે 2 કરોડ રૂપિયા પકડ્યા છે. વિભાગના અધિકારી બલિયાનની પૂછતાછ કરી રહ્યા છે.

બતાવવામાં આવી રહ્યું છે કે, ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારી એક સ્થાન પર દરોડો પાડવા પહોંચ્યા હતા. આ દરમ્યાન આપ નેતા બાલિયાન લગભગ બે કરોડ રૂપિયા લઈ ત્યાં પહોંચ્યા હતા. આયકર વિભાગના અધિકારી તેમની પૂછતાછ કરી રહ્યા છે. બતાવવામાં આવી રહ્યું છે કે, ઈન્કમ ટેક્સના અધિકારીઓ નરેશ બાલિયાનને આ પૈસાના સ્ત્રોતને લઈ પૂછતાછ કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, હવે નરેશ બાલિયાન દ્વારા સ્થિત પરિસરોમાં પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે, આમ આદમી પાર્ટી તરફથી આ મુદ્દે હજુ સુધી કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું. લોકસભા ચૂંટણી પહેલા જ ઈન્કમ ટેક્સ વિભાગ તરફથી કરવામાં આવી રહેલી કાર્યવાહી ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.
First published: March 8, 2019, 9:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading