Home /News /national-international /મજૂરી કામ કરી 500 રૂપિયા કમાણી કરનારને ઇનકમ ટેક્સે 37 લાખની નોટિસ ફટકારી!

મજૂરી કામ કરી 500 રૂપિયા કમાણી કરનારને ઇનકમ ટેક્સે 37 લાખની નોટિસ ફટકારી!

છૂટક મજૂરી કરનાર વ્યક્તિને આવકવેરા વિભાગે 37.5 લાખ રૂપિયા બાકી ચૂકવવા નોટિસ પાઠવી છે.

રોજ લગભગ 500 રૂપિયા કમાણી કરનાર ખગડિયા જિલ્લાના મઘોના ગામના રહેવાસીએ આ અંગે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

    ખગડિયા: છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો વ્યક્તિની આવક શું હશે? બસ સો, પાંચ સો અથવા વધુમાં વધુ હજાર રૂપિયા. જોકે, બિહારના ખગડિયામાં છૂટક મજૂરી કરનાર વ્યક્તિને આવકવેરા વિભાગે 37.5 લાખ રૂપિયા બાકી ચૂકવવા નોટિસ પાઠવી છે. આ મજૂર માટે ઇનકમ ટેક્સની નોટિસ (Income Tax Notice) એવી હતી, જાણે વરસાદમાં પૂર આવ્યો હોય. રોજ લગભગ 500 રૂપિયા કમાણી કરનાર ખગડિયા જિલ્લાના મઘોના ગામના રહેવાસી ગિરીશ યાદવે આ અંગે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

    અલૌલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પુરેન્દ્ર કુમારે જણાવ્યું કે, અમે કેસ દાખલ કર્યો છે અને ગિરીશ યાદવ દ્વારા શેર કરવામાં આવેલી માહિતીના આધારે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક રીતે, આ મામલો છેતરપિંડીનો લાગે છે. તેમણે જણાવ્યું કે, ફરિયાદીને તેના નામ પર ઇશ્યૂ થયેલા પેન નંબરના આધારે નોટિસ મળી છે.

    આ પણ વાંચો: ગેટ ખોલવામાં મોડું થતાં મહિલાએ ગાર્ડ્સને ભાંડી ગાળો, પોલીસે કરી ધરપકડ

    તેમણે કહ્યું કે, ગિરીશના જણાવ્યા અનુસાર તે દિલ્હીમાં રહીને મજૂરી કામ કરે છે. અહીં તેણે એક પછી એક એજન્ટ દ્વારા પેન કાર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે બાદ ગિરીશની એજન્ટ સાથે ક્યારેય મુલાકાત થઇ નથી.

    પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જનું કહેવું છે કે, ઇનકમ ટેક્સ દ્વારા આપવામાં આવેલી નોટિસમાં ગિરીશને રાજસ્થાન સ્થિત એક કંપની સાથે જોડાયેલ હોવાની વાત કહેવામાં આવી છે. પરંતુ ગિરીશનું કહેવું છે કે તે ક્યારેય રાજસ્થાન ગયો નથી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Incometax, National news, Trending news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन