Home /News /national-international /ચલણી નોટોનો ઢગલો: કોંગ્રેસના બે ધારાસભ્યોના ઘરેથી મળી આવ્યું અઢળક કાળુ નાણું, નોટ ગણવા મશીનો મંગાવવા પડ્યા

ચલણી નોટોનો ઢગલો: કોંગ્રેસના બે ધારાસભ્યોના ઘરેથી મળી આવ્યું અઢળક કાળુ નાણું, નોટ ગણવા મશીનો મંગાવવા પડ્યા

કોંગ્રેસના ધારાસભ્યો પર ઈન્કમ ટેક્સના દરોડા (ANI)

ઝારખંડ કોંગ્રેસના બે ધારાસભ્યો અને તેના નજીકના સગાના અમુક સંબંધીઓ પર દરોડા બાદ ઈન્કમ ટેક્સ વિભાગે 100 કરોડથી વધારેની બેનામી લેવડદેવડ અને રોકાણને શોધી કાઢ્યું છે.

    રાંચી: ઝારખંડ કોંગ્રેસના બે ધારાસભ્યો અને તેના નજીકના સગાના અમુક સંબંધીઓ પર દરોડા બાદ ઈન્કમ ટેક્સ વિભાગે 100 કરોડથી વધારેની બેનામી લેવડદેવડ અને રોકાણને શોધી કાઢ્યું છે. સીબીડીટીએ મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે, 4 નવેમ્બરે ઝારખંડના રાંચિ, ગોડા, બેરમો, દુમકા, જમશેદપુર, ચાઈબાસા, બિહારના પટના, હરિયાણાના ગુરુગ્રામ, પશ્ચિમ બંગાળના કલકત્તા સહિત 50 ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા હતા. ઈન્કમ ટેક્સ અધિકારીઓએ દરોડા દરમિયાન 2 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા, જેને ગણવા માટે મશીનો મગાવવી પડી હતી.

    આ પણ વાંચો: કોંગ્રેસને મોટી રાહત, ટ્વિટ હેન્ડલ બ્લોક કરવાના આદેશને કર્ણાટક હાઈકોર્ટે રદ કર્યો

    ઈન્કમ ટેક્સે કોંગ્રેસના બે ધારાસભ્યોના ઘરે શોધખોળ હાથ ધરી હતી. જેમની ઓળખાણ અધિકારીઓએ કુમાર જયમંગળ ઉર્ફ અનૂપ સિંહ અને પ્રદીપ યાદવ તરીકે કરી છે. બેરમો સીટથી ધારાસભ્યો જયમંગળે રાંચીમાં પણ ઘરની બહાર મીડિયા સાથે વાક કરતી એક્શનની પુષ્ટિ કરી અને કહ્યું કે, તેઓ તપાસમાં સહયોગ કરશે. જેવીએમ પીથી અલગ થઈને પ્રદીપ યાદવ કોંગ્રેસમાં આવ્યા હતા. કોંગ્રેસ હાલમાં જેએમએમ સાથે સત્તાધારી ગઠબંધનનો ભાગ છે. જેની આગેવાની હેમંત સોરેન કરી રહ્યા છે.



    સીબીડીટીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, આ એક્શન અમુક વેપારીઓના ગ્રુપ વિરુદ્ધ લેવામાં આવી હતી, જે ખનન, લોખંડ ઉત્પાદન અને કોલસા વેપારી અને કોન્ટ્રાક્ટર સાથે જોડાયેલ છે. સીબીડીટીએ કહ્યું કે, જે લોકોના ઠેકાણા પર સર્ચ કરવામાં આવ્યું છે, તેમાંથ બે રાજકીય નેતાઓ સાથે સંબંધી અને સહયોગીઓ છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Congress MLA, Income tax department

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन