રોબર્ટ વાડ્રાની ઓફિસ પહોંચી ઇન્કમ ટેક્સની ટીમ, બેનામી સંપત્તિ કેસમાં કરી રહી છે પૂછપરછ

રોબર્ટ વાડ્રાની ઓફિસ પહોંચી ઇન્કમ ટેક્સની ટીમ, બેનામી સંપત્તિ કેસમાં કરી રહી છે પૂછપરછ
રોબર્ટ વાડ્રા અને પ્રિયંકા ગાંધીની ફાઇલ તસવીર

રોબર્ટ વાડ્રા પર લંડનના બ્રાયનસ્ટન સ્ક્વેરમાં 1.9 મિલિયન પાઉન્ડની કિંમતનું મકાન ખરીદવા માટે મની લોન્ડ્રિંગ કરવાનો આરોપ છે

 • Share this:
  નવી દિલ્હી/ગુરુગ્રામ. બેનામી સંપત્તિના મામલામાં ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓએ સોમવારે કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra)ના પતિ રોબર્ટ વાડ્રા (Robert Vadra)નું નિવેદન નોંધ્યું છે. તપાસ સાથે જોડાયેલા ઇન્કમ ટેક્સ વિભાગના એક સૂત્રએ ન્યૂઝ એજન્સી એએનઆઇને તેની જાણકારી આપી. સૂત્રએ જણાવ્યું કે બેનામી સંપત્તિઓના મામલામાં નિવેદન નોંધવા માટે એક આઇટી ટીમ સુખદેવ વિહાર સ્થિત રોબર્ટ વાડ્રાના ઓફિસે પહોંચી છે.

  રોબર્ટ વાડ્રા પર લંડનના બ્રાયનસ્ટન સ્ક્વેરમાં 1.9 મિલિયન પાઉન્ડની કિંમતનું મકાન ખરીદવા માટે મની લોન્ડ્રિંગ (Money Laundering) કરવાનો આરોપ છે. વાડ્રા હાલ આગોતરા જામીન પર બહાર છે. તેમની વિરુદ્ધ આઇટી વિભાગ ઉપરાંત ઇન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ (ED) મની લોન્ડ્રિંગની જોગવાઈઓ હેઠળ તપાસ કરી રહી છે.  આ પણ વાંચો, ટાવર્સ તોડવાની વિરુદ્ધ કોર્ટ પહોંચી રિલાયન્સ જિયો, કહ્યું- હજારો કર્મચારીઓના જીવને જોખમ

  આ પહેલા ઇડીએ વાડ્રા પર મની લોન્ડ્રીંગ કેસની તપાસમાં સહયોગ નહીં કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે વાડ્રાના વકીલે ઈડીના દાવાઓને ફગાવતાં કહ્યું હતું કે એજન્સી જ્યારે પણ વાડ્રાને બોલાવે છે, તેઓ તેમની સમક્ષ રજૂ થાય છે. તેઓએ તપાસમાં પૂરો સહયોગ કર્યો છે.

  રોબર્ટ વાડ્રાન વકીલે એવું પણ કહ્યું હતું કે ઇડીએ જે સવાલો કર્યા, તેમના અસીલે તેના જવાબ આપ્યા.  ઇડીએ ઘડેલા આરોપનો સ્વીકાર કરવાનો અર્થ એવો નથી કે તેઓ તપાસમાં સહયોગ નથી કરી રહ્યા.

  નોંધનીય છે કે, સપ્ટેમ્બર 2015માં એજન્સીએ મની લોન્ડ્રિંગનો મામઇો પણ નોંધ્યો હતો જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે રોબર્ટ વાડ્રાની કંપની સ્કાઇલાઇટ હોસ્પિટાલિટીએ રાજસ્થાનન બીકાનેરમાં ગરીબ ગ્રામીણોના પુનર્વાસવાળી જમીનનું અધિગ્રહણ કર્યું હતું. એવો આરોપ લગાવવામાં આવ્યો કે વાડ્રાએ 68.55 હેક્ટર જમીનને સસ્તા ભાવે ખરીદી અને ગેરકાયદેસર રીતે અલેન્ગેરી ફિનલીઝને 5.15 કરોડ રૂપિયામાં વેચી દીધી.

  આ પણ વાંચો, લગભગ બે મહિનાથી ‘ગુમ’ છે ચીની અબજપતિ જૈક મા, કંપનીની વિરુદ્ધ કાર્યવાહી ચાલુ


  સપ્ટેમ્બર 2018માં ગુડગાંવના જમીન સોદામાં કથિત અનિયમિતતા માટે તેમને અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાની વિરુદ્ધ પોલીસમાં એક કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપ લગાવવામાં આવ્યો કે સ્કાઇલાઇટ હોસ્પિટાલિટીએ 2008માં શિકોહપુર ગામમાં 3.5 એકર જમીન DLFને તે સમયના દરથી ખૂબ જ વધારે ભાવ વેચ્યો હતો.
  Published by:Mrunal Bhojak
  First published:January 04, 2021, 14:52 pm

  ટૉપ ન્યૂઝ