તેલંગાણા કોંગ્રેસ પ્રમુખના ઘરે ITની રેડ: કોંગ્રેસે કહ્યું, રાજકીય કિન્નાખોરીથી રેડ

રેવાનાથ રેડ્ડી તેલુગુ દેશમ પાર્ટીમાં હતા ત્યારે ACBએ ધારાસભ્યને ટી.ડી.પીને ટેકો આપવા માટે 50 લાખની લાંચ આપતા પકડ્યા હતા.

રેવાનાથ રેડ્ડી તેલુગુ દેશમ પાર્ટીમાં હતા ત્યારે ACBએ ધારાસભ્યને ટી.ડી.પીને ટેકો આપવા માટે 50 લાખની લાંચ આપતા પકડ્યા હતા.

 • Share this:
  ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટે તેલંગાણાના કોંગ્રેસ પ્રમુખના ઘરે રેડ પાડતા રાજકીય પ્રત્યાઘાતો પડ્યા છે અને કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો છે કે, કે.સી.આરની સરકાર અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ભેગા મળીને કોંગ્રેસના નેતા પર ઇન્કમટેક્ષની રેડ પડાવે છે અને કિન્નાખોરી રાખે છે.

  સ્થાનિક ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ કહ્યું કે, તેલંગાણા કોંગ્રેસ પ્રમુખ રેવાનાથ રેડ્ડીના ઘરે સર્ચ ચાલી રહ્યું છે પણ આ સિવાય બીજી કોઇ માહિતી આપવાનો ઇન્કાર કર્યો.

  આ પણ વાંચો

  ઇન્કમટેક્ષ રિટર્ન ફાઇલ કરવામાં આધાર કાર્ડ ફરજિયાત: સુપ્રીમ કોર્ટ

  તાજેતરમાં જ રેવાનાથ રેડ્ડીને તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. આ કેસ મામલે સ્થાનિક પોલીસે જણાવ્યું કે, ઇન્કમટેક્ષની રેડ દરમિયાન કોઇ ઇનિચ્છનીય ઘટના ન બને તે માટે રેડ્ડીના ઘરની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતા ઉત્તમ કુમાર રેડ્ડીએ કહ્યું કે, રેવાનાથ રેડ્ડીના ઘરે ઇન્કમટેક્ષની રેડ પાડવામાં આવી છે તે રાજકીય પ્રેરિત છે અને તેમાં તેલંગાણાના મુખ્યમંત્રી અને બીજેપીની સાંઠગાંઠ છે.

  આ પહેલા 31 મે, 2015માં, રેવાનાથ રેડ્ડી જ્યારે તેલુગુ દેશમ પાર્ટીમાં હતા ત્યારે લાંચ રૂશ્ચત વિરોધી બ્યુરોએ 50 લાખની લાંચ સ્થાનિક ધારાસભ્યને ટી.ડી.પીને ટેકો આપવા માટે આપતા પકડ્યા હતા.
  Published by:Vijaysinh Parmar
  First published: