કરણ જોહર, એકતા કપૂર સહિત સાત પ્રોડક્શન હાઉસ પર ઇન્કમ ટેક્સના દરોડાં

News18 Gujarati
Updated: February 24, 2020, 6:01 PM IST
કરણ જોહર, એકતા કપૂર સહિત સાત પ્રોડક્શન હાઉસ પર ઇન્કમ ટેક્સના દરોડાં
કરણ જોહર, એકતા કપૂર (ફાઇલ તસવીર)

કરણ જોહરના ધર્મા પ્રોડક્શન, એકતા કપૂરના બાલાજી ટેલીફિલ્મસ ઉપરાંત રિતેશ સધવાની અને ફરહાાન અખ્તરના પ્રોડક્શન હાઉસ એક્સેલ એન્ટરટેઇન્મેન્ટ અને વાશુ ભગનાની પ્રોડક્શન હાઉસ સામે કાર્યવાહી થઈ છે.

  • Share this:
મુંબઈ : ઇન્કમ ટેક્સ વિભાગે (Income Tax Department) બોલિવૂડના સાત અલગ અલગ પ્રોડક્શન હાઉસ પર ટેક્સ ચોરીના આરોપસર દરોડાં કર્યાં છે. આ પ્રોડક્શન હાઉસમાં કરણ જોહર (Karan Johar)નું ધર્મા પ્રોડક્શન, એકતા કપૂરનું (Ekta Kapoor) બાલાજી ટેલીફિલ્મસ (Balaji Telefilms) પણ સામેલ છે. આ દરોડાં ફિલ્મો અને સીરિયલોમાં "એકસ્ટ્રા" કલાકાર તરીકે ઉપયોગમાં લેવાતા આર્ટિસ્ટોને આપવામાં આવતા પગારમાંથી ઓછો ટેક્સ કાપવાની શંકાના આધારે કરવામાં આવ્યા છે.

ઇકોનોમિક્સ ટાઇમ્સના સમાચાર પ્રમાણે એક વરિષ્ઠ ટેક્સ અધિકારીએ અમુક પ્રોડક્શન હાઉસ પર દરોડાંની પુષ્ટિ કરી છે, પરંતુ વધારે જાણકારી આપવાનો ઇન્કાર કરી દીધો છે. હકીકતમાં ફિલ્મ નિર્માતાઓ વર્ષોથી એક્સ્ટ્રા એક્ટર્સને ચૂકવણી પહેલા બે ટકા ટેક્સ અથવા ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ કાપી રહ્યા છે. મોટાભાગના પ્રોડક્શન હાઉસ એક્સ્ટ્રા આર્ટિસ્ટોને અનસ્કિલ્ડ કર્માચારીઓ ગણે છે. જ્યારે ટેક્સ અધિકારીઓનું કહેવું છે કે આ લોકો ભલે થોડા સમય માટે જ સ્ક્રિન પર આવે પરંતુ તેઓ સ્કિલ્ડ કર્મચારીઓ છે, તેમનો 10 ટકા ટેક્સ કપાવવો જોઈએ.

નોંધનીય છે કે કરણ જોહાર અને એકતા કપૂર ઉપરાંત રિતેશ સધવાની તેમજ ફરહાન અખ્તરનું પ્રોડક્શન હાઉસ એક્સેલ એન્ટરટેઇનમેન્ટ, વાશુ ભગનાનીના પૂજા એન્ટરટેઇન્મેન્ટ એન્ડ ફિલ્મ્સ અને અજય રાયના જાર પિક્ચર્સની ઓફિસ પર પણ દરોડાં કરવામાં આવ્યા છે. જોકે, આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમણે તમામ પ્રોડક્શન હાઉસનો દરોડાં સંદર્ભે સંપર્ક કર્યો હતો પરંતુ કોઈએ જવાબ આપ્યો ન હતો.

નોંધનીય છે કે એક્સ્ટ્રા આર્ટિસ્ટોનો બે ટકા ટીડીએસ કાપવામાં આવે છે, જ્યારે સ્કિલ્ડ આર્ટિસ્ટો કહેવાતા કલાકારોનો 10 ટકા ટીડીએસ કાપવામાં આવે છે.
First published: February 24, 2020
વધુ વાંચો
अगली ख़बर