Home /News /national-international /

AAPના મંત્રીના 16 ઠેકાણા પર ITનાં દરોડા, PM મોદી પર વરસ્યા કેજરીવાલ

AAPના મંત્રીના 16 ઠેકાણા પર ITનાં દરોડા, PM મોદી પર વરસ્યા કેજરીવાલ

મંત્રી કૈલાશ ગેહલોતની ફાઇલ તસવીર

દિલ્હીની કેજરીવાલ સરકારના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતના ઘર સહિત 16 જગ્યાઓ ઉપર બુધવારે ઇન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા.

    દિલ્હીની કેજરીવાલ સરકારના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતના ઘર સહિત 16 જગ્યાઓ ઉપર બુધવારે ઇન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા. મળતી માહિતી પ્રમાણે ઇન્કમટેક્સના અધિકારીઓ સવારે પરિવહન મંત્રીના ઘરે પહોંચીને તેમની સાથે પૂછપરછ કરી હતી. આ દરમિયાન અધિકારીઓએ કેટલાક જરૂરી દસ્તાવેજો પણ જોયા.

    ઇન્કમ ટેક્સ વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે "દિલ્હી અને ગુરુગ્રામમાં મંત્રી કૈલાશ ગેહલોતની 16 જગ્યાએ છાપો માર્યો હતો. બ્રિસ્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલોપર્સ લિમિટેડ અને કોર્પોરેટ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસેસમાં સર્ચ ઓપરેશ ચાલું છે. "



    ગહેલોત પોતાના પરિવાર સામે વસંત કુંજ રહે છે.

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રેડને લઇને ટ્વીટ દ્વારા વડાપ્રધાન મોદી ઉપર નિશાન સાધ્યું હતું. કેજરીવાલે ટ્વીટ કરીને પીએમ મોદીને પસંદ કરાયેલી સરકારને સતત હેરાન કરવા માટે માફી માંગવાનું કહ્યું હતું.



    જાણકારી પ્રમાણે દિલ્હી સરકારના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતના ઘર ઉપર બુધવારે સવારે ઇન્કમટેક્સ અધિકારીઓ પહોંચ્યા હતા. આ દરમિયાન કોઇને પણ ઘરની અંદર આવવા કે બહાર જવાની મંજૂરી ન્હોતી આપવામાં આવી.
    Published by:ankit patel
    First published:

    Tags: Delhi government, Tweet, અરવિંદ કેજરીવાલ, પીએમ મોદી

    આગામી સમાચાર