Home /News /national-international /Video: ઉત્તરાખંડમાં પાણીમાં તણાયો યુવક, જીવના જોખમે રસ્તા પર સ્ટંટ કરતાં બની ઘટના

Video: ઉત્તરાખંડમાં પાણીમાં તણાયો યુવક, જીવના જોખમે રસ્તા પર સ્ટંટ કરતાં બની ઘટના

ઉત્તરાખંડમાં વારંવાર થઈ રહેલા મેઘતાંડવથી નદીઓ સતત તોફાની બનીને વહી રહી છે.

Uttarakhand Viral Video: ભારે વરસાદના કારણે ગૌલા નદી પરનો પુલ તુટ્યા બાદ પણ પાણીનો પ્રવાહ તિવ્ર વેગે વહી રહ્યો છે. તેવામાં કેટલા લોકો જીવના જોખમે નદીમાં કુદતા પણ નજરે ચડ્યા હતા.

    ઉત્તરાખંડમાં સતત વરસી રહેલા વરસાદથી લોકોની સમસ્યાઓ વધી છે. ભારે વરસાદથી હલ્દ્વાનીથી ફતેહપુર જઈ રહેલા માર્ગ પર વરસાદી નદીમાં પાણીનો પ્રવાહ તિવ્ર વેગે વહેતો થતા પુલ જળમગ્ન થયો છે. પાણીના તિવ્ર પ્રવાહને જોતા તંત્ર દ્વારા વારંવાર લોકોને જળાશયોથી દુર રહેવા અપીલ કરાઈ રહી છે. ચેતાવણી આપ્યા છતાં લોકો જીવના જખમે પોતાના વાહનો પાણીમાં ઉતારી રહ્યા છે. બીજી તરફ એક યુવક પાણીના તિવ્ર પ્રવાહમાં પુલ પાર કરતા સમયે તણાયો હતો. જેનો વીડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. પોલીસ પ્રશાસન દ્વારા યુવકનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.



    ઉત્તરાખંડમાં વારંવાર થઈ રહેલા મેઘતાંડવથી નદીઓ સતત તોફાની બનીને વહી રહી છે. ભારે વરસાદથી નદી તોફાની બનતા નદીના તિવ્ર પ્રવાહમાં અનેક રસ્તાઓ તુટ્યા છે. ભારે વરસાદના કારણે ગૌલા નદી પરનો પુલ તુટ્યા બાદ પણ પાણીનો પ્રવાહ તિવ્ર વેગે વહી રહ્યો છે. તેવામાં કેટલા લોકો જીવના જોખમે નદીમાં કુદતા પણ નજરે ચડ્યા હતા. એક તરફ પુલ તુટતા વાહન વ્યવહાર ઠપ થયો છે તો બીજી તરફ લોકોની આ બેદરકારી તેમના જીવ પણ જોખમમાં મુકી શકે છે.

    ઉત્તરાખંડમાં ભારે વરસાદ વચ્ચે સતત ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે. અલ્મોડા હલદ્વાની હાઈવે પર પર્વતનો મસમોટો ભાગ ધરાશાયી થતા વાહન વ્યવહાર ઠપ થયો છે. અનરાધાર વરસાદ બાદ ભૂસ્ખલનથી વારંવાર રસ્તાઓ બંધ થતા લોકોની સમસ્યાઓ વધી છે. સદનસીબે પર્વતો પરથી નાના પત્થર પડતા વાહન ચાલકો સતર્ક થઈ પોતોના વાહનો પાછળ ખસેડી લેતા જાનહાની ટળી હતી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Heavy rainfall, Latest viral video, Uttarakhand news

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन