પત્નીને તેડવા જવુ પતિને ભારે પડ્યું, સાસુના એક ઈશારા પર સાળાઓએ ઢોર માર માર્યો
ઢોર માર બાદ યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે.
આરોપ છે કે સાસુ-સસરાના કહેવા પર પત્નીના બંને ભાઈઓએ તેની સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો હતો અને લાતો અને મુક્કાથી માર માર્યો. જેમાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે.
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના બાંદામાં એક પતિને તેની પત્નીને તેના સાસરિયાના ઘરેથી તેડવા જવાનું ભારે પડી ગયુ છે. આરોપ છે કે પીડિત પતિના સાસરિયાઓએ તેને ખૂબ માર માર્યો અને તેને અર્ધમરો કરી છોડી દીધો હતો. જે બાદ પીડિતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડોર માર બાદ યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ મામલે પીડિત પતિએ પોલીસ સ્ટેશનમાં સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
જાણો શું છે મામલો?
આ મામલો કોતવાલીના ટિંદવારી રોડ પરથી સામે આવ્યો છે. પીડિત યુવકનું કહેવું છે કે શહેરના કોતવાલી ટિંદવારી રોડ પર રહેતા પરિવારની યુવતી સાથે તેના લગ્ન થોડા વર્ષો પહેલા થયા હતા. પીડિત પતિએ જણાવ્યું છે કે, “હું મારી પત્નીને લેવા મારા સાસરે ગયો હતો. તેની સાથે તેની માતા અને કેટલાક સંબંધીઓ પણ હતા. સાથે જ ઘરેલું બાબતોથી નારાજ સાસુએ કહ્યું કે તું અહીં કેમ મોઢું બતાવવા આવ્યો છે? હું મારી છોકરીને તારી સાથે નહીં મોકલું. તો મેં કહ્યું કે હું મેં તમારી દીકરી સાથે લગ્ન કર્યા છે. તમે કેમ મોકલતા નથી પીડિતનો આરોપ છે કે દલીલ દરમિયાન પત્નીનો ભાઈ પણ ત્યાં આવ્યો હતો. અને વિવાદ વધી ગયો અને મારામારી થઈ હતી.
આરોપ છે કે ત્યારે સાસુ-સસરાના કહેવા પર પત્નીના બંને ભાઈઓએ તેની સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો હતો અને લાતો અને મુક્કાથી માર માર્યો. જેમાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે.
પોલીસ શું કહે છે?
આ સમગ્ર મામલે કોતવાલી નગર પોલીસ સ્ટેશનના એસએચઓ શ્યામ બાબુ શુક્લાએ જણાવ્યું કે યુવક તેની પત્નીને લેવા તેના સાસરે આવ્યો હતો. તે દરમિયાન સાસરીયાઓ સાથે તેમનો વિવાદ થયો હતો અને જેથી સાસરિયાઓએ માર માર્યો હતો. આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે. ચર્ચા કરવામાં આવી રહી છે. જે પણ પુરાવાઓ સામે આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર