અમાનવીય : ઉત્તર પ્રદેશમાં બસોને ડિસઇન્ફેક્ટ કરવાને બદલે મજૂરો પર જ દવાનો છંટકાવ કરી દેવાયો

News18 Gujarati
Updated: March 30, 2020, 6:28 PM IST
અમાનવીય : ઉત્તર પ્રદેશમાં બસોને ડિસઇન્ફેક્ટ કરવાને બદલે મજૂરો પર જ દવાનો છંટકાવ કરી દેવાયો
લોકોને જમીન પર બેસાડી ડિસઇન્ફેક્ટ કરાયા.

કર્મચારીઓએ બસોને સેનિટાઇઝ કરવાને બદલે તેમાં સવારી કરનાર લોકોને જમીન પર બેસાડીને તેમના પર દવા છાંટી દીધી.

  • Share this:
બરેલી : કોરોના વાયરસે આખી દુનિયાના ભરડો લીધો છે. વિશ્વનો લગભગ દરેક દેશ કોરોના વાયરસ (Coronavirus)થી પરેશાન છે. ભારતમાં કોરોનાને પ્રસરતો રોકવા માટે 21 દિવસનું લૉકડાઉન (Lockdown)જાહેર કરી દેવામાં આવ્યું. આ દરમિયાન અનેક એવા બનાવો સામે આવતા રહે છે જેના વિશે સાંભળીને કમકમાટી છૂટી જાય. આવો જ એક બનાવ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માંથી સામે આવ્યો છે. અહીં કર્મચારીઓએ બીજી વિસ્તારમાંથી અહીં આવેલા મજૂરોને સેનિટાઇઝ (જંતુરહીત) (Bleach Sprayed On Migrants)કરવા માટે જે રીતે અપનાવી હતી તે ખરેખર અસંવેદનશીલ છે. બરેલી (Barely)માં બહારથી આવેલા લોકોને જમીન પર બેસાડીને તેમના પર બ્લીચવાળું પાણીનો સ્પ્રે કરવામાં આવી રહ્યો છે. આ અંગેનો વીડિયો વાયરસ થતાં જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે બરેલી જિલ્લામાંથી અસંવેદનશીલ બનાવ સામે આવ્યો છે. અહીં દિલ્હી, હરિયાણ, નોઇડાથી અનેક મજૂરો પરત આવ્યા છે. આ લોકોને જમીન પર બેસાડીને તેમના પર દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જે બાદમાં બાળકોને આંખોમાં બળતરા થવા લાગી હતી. આ લોકોને આવી રીતે ડિસઇન્ફેક્ટ (Disinfact) કરીને ઘરે મોકલવામાં આવી રહ્યા છે. અનેક બાળકો અને લોકોની આંખોમાં બળતરાની ફરિયાદ બાદ પણ તેમને હૉસ્પિટલ લઈ જવાનમાં આવ્યા ન હતા.

આ પણ વાંચો : કોરોના સામે જંગ : અમદાવાદના છ વર્ષના આ બાળકના વિચારો જાણીને તમે પણ 100 સલામ કરશો

આ મામલે બરેલી જિલ્લાના કલેક્ટરે ટ્વિટ કરીને કહ્યું છે કે, "આ વીડિયો અંગે તપાસ કરવામાં આવી છે. પ્રભાવિત થયેલા લોકોની સારવાર કરાવવામાં આવી રહી છે. બરેલી નગર નિગમ અને ફાયર બ્રિગેડના લોકોને મજૂરો જે બસમાં સવારી કરીને આવ્યા હતા તેને સેનિટાઇઝ કરવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ અતિ ઉત્સાહમાં તેમણે લોકો પર જ સ્પ્રે ચલાવી દીધો હતો. આ મામલે દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે."

આ પણ વાંચો : લૉકડાઉન : અમદાવાદ કલેક્ટરનું જાહેરનામું, ભાડુઆતોને મકાન ખાલી કરવા ફરજ નહીં પાડી શકાય

આ વીડિયોની બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીએ નિંદા કરી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, "લૉકડાઉન વચ્ચે દેશના અનેક ભાગોમાંથી જુલમ તેમજ બળજબરીના બનાવો મીડિયામાં સામે આવ્યા છે. પરંતુ બરેલીમાં મજૂરો પર જંતુનાશક છાંટી દેવાની ઘટના ક્રૂર અને અમાનવીય છે. આ ઘટનાની જેટલી પણ નિંદા કરવામાં આવે ઓછી છે. સરકાર તાત્કાલિક ધ્યાન આપે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને બોર્ડર સીલ કરી દેવાનો આદેશ કરવાને બદલે હજારો મજૂરોને પોતાના ઘરે પહોંચાડવા માટે બે-ચાર ટ્રેન દોડાવવાનો આદેશ કરે તે યોગ્ય છે."
First published: March 30, 2020, 6:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading