Home /News /national-international /દીકરીના પ્રેમ સંબંધથી નારાજ પિતાએ પોતાની જ લાડકીનું ગળું ઘોટી નાંખ્યું, હત્યા બાદ ગુનો કબૂલ્યો

દીકરીના પ્રેમ સંબંધથી નારાજ પિતાએ પોતાની જ લાડકીનું ગળું ઘોટી નાંખ્યું, હત્યા બાદ ગુનો કબૂલ્યો

આ મામલો કાનપુર મહાનગરના રાવતપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. (પ્રતિકાત્મક તસવીર)

આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને લોકોની પૂછપરછ કરી આરોપી પિતાની પોલીસે ધરપકડ કરી લીધી છે. પિતાએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.

  • Local18
  • Last Updated :
  • Kanpur, India
કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુર મહાનગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પિતાએ દીકરીના પ્રેમ પ્રકરણથી ગુસ્સે થઈને તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી હતી. ત્યાં જ આરોપીની પુત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

ખરેખરમાં આ મામલો કાનપુર મહાનગરના રાવતપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. જ્યાં કેશવપુરમ વિસ્તારમાં એક પિતાએ પોતાની જ પુત્રીનું ગળું દબાવીને હત્યા કરતાં ચકચાર મચી ગઈ હતી. હત્યાનું કારણ યુવતીનું પ્રેમ પ્રકરણ હતું.

" isDesktop="true" id="1359270" >

પિતાએ ગુનો કબૂલી લીધો

મળતી માહિતી મુજબ આરોપી પિતાની પુત્રીને શ્યામ નગરના એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. જેનો તે ઘણા સમયથી વિરોધ કરી રહ્યો હતો પરંતુ ઘણી વખત ના પાડવા છતાં પણ યુવતી રાજી ન થઈ. ઘટનાના દિવસે પણ પિતાએ તેને ફોન પર વાત કરતાં પકડી લીધી હતી. આથી ગુસ્સે ભરાયેલા પિતાએ તેનું ગળું દબાવી દીધું હતું. જેના કારણે તેનું મોત થયું હતું. ત્યારે આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને લોકોની પૂછપરછ કરી આરોપી પિતાની પોલીસે ધરપકડ કરી લીધી છે. પિતાએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.

આ પણ વાંચો: અંતિમ સંસ્કાર સમયે જ અર્થી પરથી ઉભા થઇ મૃતકે કહ્યું, 'આ શું કરો છો તમે...'

આ મામલે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે

એડીસીપી પશ્ચિમ લખન સિંહ યાદવે જણાવ્યું કે પોલીસને માહિતી મળી હતી કે પિતાએ તેની પુત્રીનું ગળું દબાવીને હત્યા કરી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બાળકીના મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. ત્યાં જ આરોપી પિતાએ પોતાનો ગુનો કબૂલી લીધો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
First published:

Tags: Kanpur, Uttar Pradesh Police, ​​Uttar Pradesh News