Home /News /national-international /સારવારના નામ પર ડોક્ટર્સે દર્દીનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો, જિંદગી બરબાદ કરવા બદલ ભરવો પડ્યો દંડ

સારવારના નામ પર ડોક્ટર્સે દર્દીનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો, જિંદગી બરબાદ કરવા બદલ ભરવો પડ્યો દંડ

ડોક્ટર્સની લાપરવાહી

ફ્રાન્સમાં ડોક્ટર્સની લાપરવાહીના કારણે હાલત એવી થઈ ગઈ કે, એક શખ્સનો પ્રાઈવેટ પાર્ટ્સ કાપવો પડ્યો છે. કેન્સર પીડિત શખ્સની સારવાર દરમિયાન ડોક્ટર્સે કહ્યું કે, જો તેનો પ્રાઈવેટ પાર્ટ્સ કાપ્યો નહીં તો, તેનો જીવ જઈ શકે છે. પણ બાદમાં કંઈક બીજૂ જ સત્ય સામે આવ્યું.

વધુ જુઓ ...
    ડોક્ટર્સને ધરતીના ભગવાન કહેવાય છે, કારણ કે પોતાની મહેનત અને સમજણથી તેઓ લોકોની સારવાર કરી તેમને નવી જિંદગી આપે છે. પણ ઘણી વાર ડોક્ટર્સની નાની એવી ભૂલથી કોઈનો જીવ પણ જઈ શકે છે. એક શખ્સ સાથે આવું જ થયું છે. જ્યારે તેણે પોતાની જિંદગીનો નિર્ણય ડોક્ટર્સના હાથમાં છોડ્યો. પણ ત્યાં ડોક્ટર્સની લાપરવાહીના કારણે શખ્સને જીવન ભરનું દર્દ વેઠવા મજબૂર થવું પડ્યું.

    આ પણ વાંચો: ઉત્તરાયણ બાદ મોદી કેબિનેટનું થશે વિસ્તરણ, ખરાબ પ્રદર્શન કરનારા મંત્રીઓને કરશે ઘરભેગા

    ફ્રાન્સમાં ડોક્ટર્સની લાપરવાહીના કારણે હાલત એવી થઈ ગઈ કે, એક શખ્સનો પ્રાઈવેટ પાર્ટ્સ કાપવો પડ્યો છે. કેન્સર પીડિત શખ્સની સારવાર દરમિયાન ડોક્ટર્સે કહ્યું કે, જો તેનો પ્રાઈવેટ પાર્ટ્સ કાપ્યો નહીં તો, તેનો જીવ જઈ શકે છે. પણ બાદમાં કંઈક બીજૂ જ સત્ય સામે આવ્યું.

    આ શખ્સને આજીવન વેઠવી પડશે ડોક્ટર્સની ભૂલની સજા


    પીડિત શખ્સ ત્રણ બાળકોનો પિતા છે. 2014માં તેને ગંભીર બિમારીની જાણ થઈ. માત્ર 30 વર્ષની ઉંમરમાં તેને Carcinoma નામનું કેન્સર થયું. જેની જાણ થતાં તેની સારવાર નેનટેસ યૂનિવર્સિટી હોસ્પિટલમાં થઈ હતી. જ્યાં ડોક્ટર્સની લાપરવાહીના કારણે કેન્સર એટલું ફેલાઈ ગયું કે, શખ્સના પ્રાઈવેટ પાર્ટ્સ સુધી પહોંચી ગયું. જેનું પરિણામ એ થયું કે, ડોક્ટર્સે એવું કહીને પ્રાઈવેટ પાર્ટ્સ કાપી નાખ્યો કે, જો આવું નહીં કરીએ તો, શખ્સનો જીવ જતો રહેશે. જો કે, હવે આ મામલામાં તપાસ કરવામાં આવી રહી છે. કોર્ટે હોસ્પિટલને પીડિત યુવકને 54 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે.

    આ પણ વાંચો: 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને નવા વર્ષમાં મોદી કરી દેશે ખુશ, મોંઘવારી ભથ્થાને લઈને આવ્યા મોટા સમાચાર

    ભૂલના કારણે કાપવો પડ્યો પ્રાઈવેટ પાર્ટ્સ


    શખ્સની સાથે મેડિકલ નેગ્લીજેંસના મામલામાં એડમિનિસ્ટ્રેટિવ કોર્ટ ઓફ નેનટેસમાં સુનાવણી થઈ હતી. જ્યાં તપાસમાં એ સ્પષ્ટ થઈ ગયું કે, પીડિત દર્દીની સર્જરી દરમિયાન ડોક્ટરની થયેલી ભૂલથી કેન્સર પ્રાઈવેટ પાર્ટ સુધી ફેલાઈ ગયું હતું. જેને લઈને શખ્સને ખૂબ જ દુખાવો થયો. એક વાર હાલત એવી થઈ કે, તે ખુદ પ્રાઈવેટ પાર્ટ હટાવાની કોશિશ કરવા લાગ્યો. પણ ત્યારે તેની પત્નીએ સમજાવીને તેને રોકી લીધો હતો. તો વળી આ મામલામાં લિયોનના એક ડોક્ટરે દાવો કર્યો કે, વર્ષભરમાં આ શખ્સનું ટ્યૂમર એટલું વધી ગયું કે, તેનો પ્રાઈવેટ પાર્ટ હટાવા સિવાય અન્ય કોઈ રસ્તો નહોતો. પણ હવે ખબર પડી કે, ડોક્ટર્સને બિમારી સમજવામાં ભૂલ થઈ ગઈ. જેનું ગંભીર પરિણામ આ શખ્સને ભોગવવું પડ્યું હતું.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Doctors

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन