CAA પર બબાલ : દિલ્હીના જાફરાબાદમાં હિંસા ભડકી, અનેક વાહનોમાં તોડફોડ, પોલીસ દ્વારા ટિયરગેસનો ઉપયોગ

News18 Gujarati
Updated: December 17, 2019, 4:01 PM IST
CAA પર બબાલ : દિલ્હીના જાફરાબાદમાં હિંસા ભડકી, અનેક વાહનોમાં તોડફોડ, પોલીસ દ્વારા ટિયરગેસનો ઉપયોગ
સ્થિતિને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં સુરક્ષા દળના જવાનોને ઘટનાસ્થળે તહેનાત કરવામાં આવ્યા છે.

પ્રદર્શનકર્તાઓએ વાહનોમાં આગચંપી કરી, ભીડ પર કાબૂ મેળવવા દિલ્હી પોલીસે ટિયરગેસના શૅલ છોડ્યા

  • Share this:
નવી દિલ્હી : નાગરિકતા કાયદા (Citizenship Act)ના વિરોધમાં દેશભરમાં હિંસા ભડકી રહી છે. ખાસ કરીને દિલ્હીમાં વિરોધ પ્રદર્શન વધુ જોવા મળી રહ્યા છે. જામિયા મિલિયા યુનિવર્સિટીમાં થયેલી હિંસા બાદ મંગળવારે જાફરાબાદમાં પ્રદર્શન ઉગ્ર થઈ ગયું. અહીં પ્રદર્શનકર્તાઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને અનેક વાહનોમાં તોડફોડ કરી. બાદમાં પોલીસે ભીડને નિયંત્રણમાં લેવા માટે ટિયરગેસનો ઉપયોગ કર્યો.

પોલીસે ડ્રોન મંગાવ્યા

બીજી તરફ, સ્થિતિ પર નજર રાખવા અને કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે પોલીસે ડ્રોન પણ ઘટનાસ્થળે મંગાવી લીધા છે. દિલ્હી પોલીસના અનેક વરિષ્ઠ અધિકારી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સાથોસાથ ઘટનાસ્થળે વધારાનો ફોર્સ તહેનાત કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આ દરમિયાન ભડકેલી ભીડે ત્રણ બસોમાં તોડફોડ કરી અને અનેક વાહનોને નુકસાન પહોંચાડ્યું.

આ પણ વાંચો, જામિયા હિંસા : 10 આરોપીની ધરપકડ, પોલીસનો દાવો - તમામના અપરાધિક રેકોર્ડ, કોઈ સ્ટુડન્ટ નહીં

સ્થિતિ પર નજર રાખવા માટે પોલીસે ડ્રોન મંગાવ્યા છે.


ટ્રાફિક રોકવામાં આવ્યો

બીજી તરફ હિંસાને ભડકતી જોઈ સીલમપુરથી જાફરાબાદના રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસે ટ્રાફિકને પૂરી રીતે રોકી દીધો છે. મળતી માહિતી મુજબ 66 ફુટના આ રોડ પર જ હિંસા ભડકી અને કેટલાક સ્થળો પર પ્રદર્શનકર્તાઓએ આગચંપી પણ કરી છે. જેના કારણે તકેદારીના ભાગ રૂપે ટ્રાફિકને રોકવામાં આવ્યો છે.

સીલમપુર પોલીસ ચોકીમાં આગ લગાવી

દિલ્હી પોલીસ અનુસાર પ્રદર્શનકર્તાઓએ સીલમપુર પોલીસ ચોકીને આગને હવાલે કરી દીધી. બે બાઇકમાં પણ આગ લગાવી દીધી છે. ચોકીની પાસે રાખવામાં આવેલો બીજો સામાન પણ આગની ઝપેટમાં આવી ગયો છે.

આ પણ વાંચો, બાંગ્લાદેશના વિદેશ મંત્રીનું વિવાદિત નિવેદન, 'ભારતના લોકો મફત ભોજન અને નોકરી માટે અમારે ત્યાં આવે છે'
First published: December 17, 2019, 3:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading