Home /News /national-international /Punjab Cabinet: CM ભગવંત માને કેબિનેટની પ્રથમ બેઠકમાં જ 1 મહિનામાં 25 હજાર સરકારી નોકરીઓની જાહેરાત કરી

Punjab Cabinet: CM ભગવંત માને કેબિનેટની પ્રથમ બેઠકમાં જ 1 મહિનામાં 25 હજાર સરકારી નોકરીઓની જાહેરાત કરી

સીએમ ભગવંત માને કેબિનેટની પ્રથમ બેઠક લીધી. (ફોટો ક્રેડિટ્સ- ANI)

શનિવારે સવારે મુખ્ય પ્રધાન ભગવંત માનની આગેવાની હેઠળના કેબિનેટમાં એક મહિલા સહિત દસ આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે પંજાબ ભવનમાં મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

    પંજાબ વિધાનસભા ચૂંટણીમાં એકતરફી જીત બાદ રાજ્યમાં સરકાર બની છે. શનિવારે મુખ્યમંત્રી ભગવંત માને (CM Bhagwant Mann) કેબિનેટની પ્રથમ બેઠક (Punjab Cabinet Meeting) યોજી હતી. આ બેઠકમાં આજે શપથ લેનારા દસ નવા ચહેરાઓને કેબિનેટ મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા હતા. આ પહેલા ત્રણ દિવસ પહેલા 16 માર્ચે ભગવંત માને ભગત સિંહના ગામમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. પોતાની પ્રથમ કેબિનેટ બેઠકમાં ભગવંત માને જનતા માટે મોટી જાહેરાત કરી છે.

    પોલીસ વિભાગની 10 હજાર જગ્યાઓ

    મુખ્યમંત્રી ભગવંત માન શપથ લીધા બાદથી એક્શનમાં જોવા મળી રહ્યા છે. હવે નવા મંત્રીઓ સાથેની પ્રથમ કેબિનેટ બેઠકમાં તેમણે એક મહિનામાં 25 હજાર સરકારી નોકરીઓની મોટી જાહેરાત કરી છે. ભગવંત માનના નેતૃત્વમાં મળેલી બેઠકમાં 25 હજાર જગ્યાઓ તાત્કાલિક ભરવા સૂચના આપવામાં આવી છે. જેમાં 10 હજાર પોસ્ટ પોલીસ વિભાગની હશે જ્યારે 15 હજાર પોસ્ટ અન્ય સરકારી વિભાગોની હશે. આ ભરતીઓમાં બોર્ડ અને કોર્પોરેશન વિભાગની જગ્યાઓ પણ ભરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યની નવી સરકાર જૂન મહિનામાં તેનું પહેલું બજેટ રજૂ કરશે.



    શનિવારે સવારે મુખ્ય પ્રધાન ભગવંત માનની આગેવાની હેઠળના કેબિનેટમાં એક મહિલા સહિત દસ આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે પંજાબ ભવનમાં મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ 10 મંત્રીઓમાંથી 8 પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે. તમામે પંજાબી ભાષામાં શપથ લીધા હતા.

    આ પણ વાંચો- Asian Cricket Council : ACC પ્રમુખ તરીકે જય શાહનો કાર્યકાળ એક વર્ષ સુધી લંબાયો, એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો

    આ પછી જંડિયાલાથી હરભજન સિંહ, માણસાથી ડૉ.વિજય સિંગલા, ભોઆથી લાલ ચંદ, બરનાલાથી ગુરમીત સિંહ મીત હેર, અજનાલથી કુલદીપ સિંહ ધાલીવાલ, પટ્ટીથી લાલજીત સિંહ ભુલ્લર, હોશિયારપુરથી બ્રહ્મશંકર ઝિમ્પા અને આનંદપુરથી હરજોત સિંહ બૅન્સએ શપથ લીધા હતી.

    આ પણ વાંચો- Navsari News: વોટ્સએપ ગ્રુપમાં સોનિયા ગાંધી વિરુદ્ધ એલફેલ લખનાર યુવાન ભેરવાયો, કોંગ્રેસીઓએ કાર્યવાહી કરવા માંગ કરી

    117 સભ્યોની પંજાબ વિધાનસભામાં આમ આદમી પાર્ટી (AAP) એ કોંગ્રેસ, શિરોમણી અકાલી દળ (SAD) - બહુજન સમાજ પાર્ટી (BSP) ગઠબંધન અને ભારતીય જનતા પાર્ટી (BJP)-પંજાબ લોક કોંગ્રેસ-SAD (યુનાઈટેડ) ગઠબંધનને હરાવતા તેણે 92 બેઠકો હાંસલ કરી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: AAP Party, Bhagwant mann, Punjab cm, Punjab Election 2022, પંજાબ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन