Home /News /national-international /RTI કાયદાના ફેરફારમાં કેન્દ્રીય માહિતી કમિશ્રરે જ કર્યો વિરોધ

RTI કાયદાના ફેરફારમાં કેન્દ્રીય માહિતી કમિશ્રરે જ કર્યો વિરોધ

    કેન્દ્રની મોદી સરકાર માહિતી અધિકારના કાયદા (RTI)માં ફેરફાર કરવા માટે સંસદમાં એક બિલ લાવી રહી છે. દેશભરમાં માહિતી અધિકારના કાયદાને મજબુત બનાવવા માટે અને તેના અસરકારક અમલીકરણ માટે લડતા કર્મશીલોએ માદી સરકારની આ ચાલનો વિરોધ કર્યો છે. હવે, કેન્દ્રના માહિતી આયોગના કમિશ્નરે પણ આ સુચિત ફેરફારોનો વિરોધ નોંધાવ્યો છે.

    કેન્દ્રના માહિતી આયોગના કમિશ્નર શ્રીધર આચાર્યુલુએ જણાવ્યુ કે, માહિતી અધિકારના કાયદામાં શ્રીક્રિષ્ના પેનેલ દ્વારા જે સુધારા સુચવવામાં આવ્યા છે તેનાથી તો ભ્રષ્ટાચારી અધિકારીઓને મોકળુ મેદાન મળશે અને લોકો તેમના પર નજર રાખી શકશે નહીં.

    તેમણે વધુમાં જણાવ્યુ કે, આ કાયદામાં જે સુધારા સુચવવામાં આવ્યા છે તેની કોઇ જરૂર નથી. માહિતી કમિશ્રર શ્રીધર આચાર્યુલુએ કેન્દ્રનાં માહિતી આયોગના મુખ્ય કમિશ્નર આર.કે માથુરને અને રાજ્યના માહિતી કમિશ્નરનોને પત્ર લખીને જણાવ્યુ છે કે, કાયદામાં સુચિત ફેરફારો માટે જે ભલામણો કરી છે તેના વિશે ચર્ચા કરે અને આ કાયદાને બચાવવા માટે તેઓ કૃતનિશ્ચયી બને”.

    શ્રીધર આચાર્યુલુએ લખ્યુ કે, સરકાર દ્વારા માહિતી અધિકારના કાયદમાં જે ફેરફાર કરવા માંગે છે તે લોકો સાથે ચર્ચા કર્યા વગર કરે તે યોગ્ય નથી. સરકારે માહિતી કમિશ્નરો સાથે પણ ચર્ચા કરવી જોઇએ.

    માહિતી અધિકારના કાયદાને કડક બનાવવા માટે લડતા લોકોનો આક્ષેપ છે કે, મોદી સરકાર આ કાયદાને નબળો પાડી દેવા માંગે છે અને તેનું હાર્દ છીનવી લેવા માંગે છે. આમ કરવાથી આ કાયદાનું તાત્પર્ય જ માર્યુ જશે અને ભ્રષ્ટાચારીઓને મોકળુ મેદાન મળશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Information, Right to information

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन