Home /News /national-international /રશિયા-યુક્રેન યુદ્ધના સૌથી મોટા સમાચારઃ પુતિને બે દિવસીય યુદ્ધવિરામની જાહેરાત કરી, જાણો કેમ લીધો આ નિર્ણય

રશિયા-યુક્રેન યુદ્ધના સૌથી મોટા સમાચારઃ પુતિને બે દિવસીય યુદ્ધવિરામની જાહેરાત કરી, જાણો કેમ લીધો આ નિર્ણય

Russian News: રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે બે દિવસીય યુદ્ધવિરામની જાહેરાત કરી છે. (File Photo-News18)

રશિયન ઓર્થોડોક્સ ચર્ચ જૂના જુલિયન કેલેન્ડરનો ઉપયોગ કરે છે. તેથી જ નાતાલનો તહેવાર 7 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, જે ગ્રેગોરિયન કેલેન્ડરના 13 દિવસ પછી આવે છે.

  મોસ્કો. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે 6 અને 7 જાન્યુઆરી એમ બે દિવસ માટે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. આ યુદ્ધવિરામ માટેની અપીલ રશિયન ઓર્થોડોક્સ ચર્ચના વડા દ્વારા પણ કરવામાં આવી હતી. તેમણે અપીલ કરી હતી કે આ સપ્તાહના અંતમાં યુક્રેનમાં યુદ્ધ 36 કલાક માટે બંધ કરવામાં આવે. બીજી બાજુ મોસ્કોમાં પેટ્રિઆર્ક કિરીલે સૂચન કર્યું કે સ્થાનિક સમય અનુસાર શુક્રવારે બપોરથી શનિવારે મધ્યરાત્રિ સુધી યુદ્ધવિરામ જાહેર કરવામાં આવે છે.

  નોંધનિય છે કે, રશિયન ઓર્થોડોક્સ ચર્ચ જૂના જુલિયન કેલેન્ડરનો ઉપયોગ કરે છે. તેથી જ નાતાલનો તહેવાર 7 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, જે ગ્રેગોરિયન કેલેન્ડરના 13 દિવસ પછી આવે છે. તમને જણાવી દઈએ કે, રશિયન ચર્ચના આ પ્રસ્તાવને પહેલા યુક્રેનના અધિકારીઓએ ફગાવી દીધો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર મિખાઈલો પડોલ્યાકે આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે "તે એક છટકું અને પ્રચારનો ભાગ છે." અગાઉ કિરિલે યુક્રેન સામેના યુદ્ધને યોગ્ય ઠેરવ્યું હતું.

  આ પણ વાંચો: ‘લેટર વાંચીને ફાડી નાંખજે...’ નરાધમ શિક્ષકે ધો-8 ની વિદ્યાર્થિનીને લખ્યો પ્રેમપત્ર

  યુદ્ધને એક વર્ષ થશે

  તમને જણાવી દઈએ કે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. આટલા લાંબા સમય પછી પણ બંને દેશો યુદ્ધ ખતમ કરી રહ્યાં નથી. એક તરફ યુક્રેન દુનિયા પાસે મદદ માંગી રહ્યું છે તો બીજી તરફ રશિયા તેના પર તબાહી મચાવી રહ્યું છે. યુક્રેનને દબાવવા માટે રશિયા પણ અત્યાધુનિક હથિયારોનો ઉપયોગ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિને નવી પેઢીની હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલથી સજ્જ ફ્રિગેટ એટલાન્ટિક સમુદ્રમાં મોકલ્યું છે. આ સાથે રશિયાએ સ્પષ્ટ કરી દીધું છે કે હવે તે યુદ્ધમાં પીછેહઠ કરવાનું નથી.

  હાઇપરસોનિક મિસાઇલ એટલી ઝડપી છે

  જણાવી દઈએ કે ચીન અને અમેરિકાની સાથે રશિયા પણ હાઈપરસોનિક હથિયારો વિકસાવી રહ્યું છે. હાઇપરસોનિક મિસાઇલની ઝડપ અવાજની ગતિ કરતાં પાંચ ગણી વધારે છે. આવી મિસાઈલનો ઉપયોગ કરીને દુશ્મન પર સરળતાથી પ્રભુત્વ મેળવી શકાય છે. સંરક્ષણ પ્રધાનો સર્ગેઈ શોઇગુ અને ઇગોર ક્રોખમલ સાથે વિડિયો કોન્ફરન્સમાં, રશિયન રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે ઝિર્કોન જહાજ હાઇપરસોનિક હથિયારોથી સજ્જ છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Russia ukraine war, Vladimir putin

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन