લગભગ તમામ લોકો સ્કૂલ બાદ ટ્યૂશનમાં જાય છે. સાયન્સ હોય, કોમર્સ હોય કે આર્ટ્સ હોય. માતા પિતા બાળકોને રેડીમેડ નોટ્સ માટે ટ્યૂશનમાં મૂકે છે, જેનાથી વિદ્યાર્થીઓ સરળતાથી તે વિષય ભણી શકે.
લગભગ તમામ લોકો સ્કૂલ બાદ ટ્યૂશનમાં જાય છે. સાયન્સ હોય, કોમર્સ હોય કે આર્ટ્સ હોય. માતા પિતા બાળકોને રેડીમેડ નોટ્સ માટે ટ્યૂશનમાં મૂકે છે, જેનાથી વિદ્યાર્થીઓ સરળતાથી તે વિષય ભણી શકે.
શબ્દોના કારણે વ્યક્તિ આગળ પણ વધી શકે છે. શબ્દો પ્રોત્સાહન આપતા હોય કે પછી કોઈ વ્યક્તિને નીચા દેખાડવા માટે હોય. ટ્વિટર યૂઝર @famouspringroll એ પણ પોતાના જીવનમાં આવું જ મહેસૂસ કર્યું છે. તેના જીવનમાં આશા નામના ટ્યૂશન ટીચર હતા, જે હંમેશા તેનું મનોબળ તોડતા હતા. ધોરણ 12 પાસ કર્યા બાદ તે વિદ્યાર્થીને તેના ટ્યુશન ટીચરના શબ્દો યાદ આવે છે. ટ્યુશન ટીચરે તેને કહ્યું કે તે ક્યારેય પણ પાસ નહીં થાય.
ટ્વિટર યૂઝર ખૂબ જ વિનમ્રતાથી શિક્ષકને એ તમામ વાતો યાદ અપાવે છે કે, તેણે હંમેશા તેને ડિમોરલાઈઝ કર્યો છે અને ધમકાવ્યો છે. હવે તેણે ધોરણ 12માં સૌથી સારા માર્ક્સ મેળવ્યા છે અને પાસ થયો છે.
Two years ago, me and my friend decided to text our teacher the day our results come out 😀 pic.twitter.com/iDUd6XyhZG
આ વિદ્યાર્થીએ તેના ટ્યુશન ટીચરને વ્હોટ્સએપ પર જવાબ આપ્યો છે. તેણે જણાવ્યું છે કે, ‘હવેથી લોકો સાથે યોગ્ય રીતે વર્તજો. જે વિદ્યાર્થીઓ તમારી પાસેથી મદદ ઈચ્છે છે, તેમને મદદ કરજો.’ જો તમારી સાથે પણ કંઈક આ પ્રકારે થયું છે, તો તમારી પાસે પણ એક સારો મોકો છે કે તમે આ વાત સાથે ખુદને સાંકળી શકો છો.
"બે વર્ષ પહેલાં મેં અને મારા મિત્રએ અમારા રિઝલ્ટનાના દિવસે અમારા ટીચરને મેસેજ કરવાનું નક્કી કર્યું." વિદ્યાર્થી અને ટીચર વચ્ચેની વાતચીતના મેસેજનો સ્ક્રીનશોટ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે અને સ્માઈલિંગ ફેસના ઈમોજી પણ શેર કરવામાં આવ્યા છે. આટલું થવા છતાં પણ ટીચરે એક અલગ જ રિપ્લાય આપ્યો હતો, જેનાથી સોશિયલ મીડિયા યૂઝરનું અલગ રિએક્શન જોવા મળ્યું હતું.
આ ટ્વિટને 58,500 લાઈક્સ મળી છે. અનેક યૂઝર્સે કમેન્ટબોક્ષમાં પૂછ્યું હતું કે, ટ્યુશન ટીચરે આ પ્રકારના જવાબ પર રિપ્લાય આપ્યો હતો કે નહીં. @famouspringroll એ ટીચરે આપેલ જવાબ પણ ટ્વિટર પર શેર કર્યો હતો. જેમાં ટ્યુશન ટીચરે જવાબ આપ્યો હતો કે, તારી આ સફળતાનો પણ ક્રેડિટ મારે લેવો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર