સંબંધોને શર્મસાર કરતી ઘટના, ભાઇએ બહેનની હત્યા કરી, બંને વચ્ચે હતા શારીરિક સંબંધ
સંબંધમાં ભાઈ-બહેન હોવા છતાં બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. (પ્રતિકાત્મક તસવીર)
અમેરિકા (America)માં રહેતો એક વ્યક્તિ પહેલા તેની બહેન સાથે શારીરિક સંબંધ (Sibling relationship) બાંધ્યા અને પછી જ્યારે તેને ખબર પડી કે તેની બહેનના અન્ય પુરુષ સાથે પણ સંબંધ (Affair) છે ત્યારે તેણે ગુસ્સામાં તેની હત્યા કરી નાખી હતી.
કળિયુગી દુનિયમાં હવે સંબંધોને તારતાર કરતી ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે એક ભાઇ દ્વારા જ પોતાનની હત્યા (Murder) કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમેરિકા (America)માં રહેતો એક વ્યક્તિ પહેલા તેની બહેન સાથે શારીરિક સંબંધ (Sibling relationship) બાંધ્યા અને પછી જ્યારે તેને ખબર પડી કે તેની બહેનના અન્ય પુરુષ સાથે પણ સંબંધ (Affair) છે ત્યારે તેણે ગુસ્સામાં તેની હત્યા કરી નાખી હતી. પોલીસે પોતાની જ બહેનની હત્યાના આરોપસર તેના ભાઇની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે આરોપી લાંબા સમયથી તેની બહેન સાથે શારીરિક સંબંધમાં હતો.
'ડેઇલી સ્ટાર'ના અહેવાલ મુજબ 32 વર્ષીય જોસ મેન્યુઅલ ગુઝમેન (Jose Manuel Guzman)ની 3 ફેબ્રુઆરીએ અમેરિકાના ટેક્સાસમાં તેની બહેનને બેઝબોલ બેટથી માર મારવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ગુઝમેનનો જન્મ ગ્વાટેમાલામાં થયો હતો પરંતુ બાદમાં તે ટેક્સાસમાં શિફ્ટ થઇ ગયો હતો. સંબંધમાં ભાઈ-બહેન હોવા છતાં બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા.
પોલીસે જણાવ્યું કે જ્યારે હત્યારા ભાઈને ખબર પડી કે તેની બહેને તેના મિત્ર સાથે પણ સેક્સ કર્યું છે તો તે ગુસ્સામાં પાગલ થઈ ગયો હતો અને હત્યા કરતા પહેલા તેણે તેની બહેનને ઢોર માર માર્યો હતો. બહેનની હત્યા કર્યા બાદ આરોપીએ તેની માતાને સમગ્ર ઘટના વિશે જણાવ્યું હતું જેણે તરત જ પોલીસને જાણ કરી દીધી હતી.
જ્યારે પોલીસ જોસ મેન્યુઅલ ગુઝમેનના ઘરે પહોંચી તો ઘરમાં તમામ સ્થાને લોહી હતું. જોકે આરોપી સ્થળ પરથી ફરાર થવામાં સફળ રહ્યો હતો પરંતુ બીજા દિવસે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. આરોપીએ પૂછપરછ દરમિયાન કબૂલ્યું હતું કે તેણે તેની બહેનની હત્યા કરી હતી. તેણે કહ્યું કે બહેનના તેના મિત્ર સાથે પણ સંબંધ હતા જેના કારણે તે ગુસ્સામાં આવી ગયો હતો. તેણે તેની બહેનને બેઝબોલના બેટથી માર મારીને મોતને ઘાટ ઉતારી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર