તેલંગણામાં હવે સરકારની ટીકા કરી, તો થઈ શકે છે સજા

કલમ હેઠળ સંબંધિત વ્યક્તિને 2 વર્ષની અને વધારેમાં વધારે 7 વર્ષની સજા...

કલમ હેઠળ સંબંધિત વ્યક્તિને 2 વર્ષની અને વધારેમાં વધારે 7 વર્ષની સજા...

  • Share this:
    તેલંગણામાં હવે સરકારની ટીકા કરનારને જેલ જવું પડી શકે છે. રાજ્ય સરકાર એક એવો કાયદો લાવવા જઈ રહી છે, જેમાં સરકાર વિરોધમાં જે પણ અવાજ ઉઠાવે તેની પોલીસ ધરપકડ કરી શકશે અને તેના માટે તેણે કોર્ટની મંજૂરી લેવાની પણ જરૂર નહીં રહે.

    તેલંગણામાં કે. ચંદ્રશેખર રાવની સરકાર ભારતીય દંડ સંહિતાની કલમ 506 અને 507ને હસ્તક્ષેપ-યોગ્ય અને બિન જામીન પાત્ર બનાવવા જઈ રહી છે. આ કલમ હેઠળ કોઈ સંસ્થા કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ખરાબ શબ્દ પ્રયોગ કરનાર વ્યક્તિની તત્કાલીન ધરપકડ કરવામાં આવી શકે છે.

    કલમ 506 ( ક્રિમિનલ ધમકી) અને 507 અજ્ઞાત વ્યક્તિ દ્વારા (સોશિયલ મીડિયા, ચીટ્ઠી અથવા ઈમેલ) દ્વારા આપવામાં ક્રિમિનલ ધમકી માટે છે. બેને કલમ હેઠળ સંબંધિત વ્યક્તિને 2 વર્ષની અને વધારેમાં વધારે 7 વર્ષની સજા અને જામીનની જોગવાઈ છે.

    જોકે, સંવૈધાનિક મામલાના જાણકાર ડો. ટીકે વિશ્વનાથનના જણાવ્યા અનુસાર, આઈપીસીમાં આ રીતના સંશઓધન ત્યાં સુધી કાયદો નથી બની શકતા, જ્યાં સુધી તેને કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિની મંજૂરી ન મળી જાય.
    Published by:kiran mehta
    First published: