કોંગ્રેસ તેલંગણામાં મસ્જિદોમાં મફત વીજળી અને ઈમામોને આપશે 6000 પગાર!

ઉર્દુને રાજ્યની બીજી અધિકારિક ભાષાનો દરજ્જો આપવાનો અને સરકારી આદેશ આ ભાષામાં જાહેર કરવાનો વાયદો

ઉર્દુને રાજ્યની બીજી અધિકારિક ભાષાનો દરજ્જો આપવાનો અને સરકારી આદેશ આ ભાષામાં જાહેર કરવાનો વાયદો

 • Share this:
  તેલંગણાની વિધાનસભા ચૂંટણીમાં કે. ચંદ્રશેખર રાવની તેલંગણા રાષ્ટ્ર સમિતીને હરાવવા માટે કોંગ્રેસે અલ્પસંખ્યકોને પોતાના પક્ષમાં કરવાની કોશીસ કરી છે. પાર્ટીએ આ વખતે મસ્જીદો અને ચર્ચને મફત વિજળી, ઈમામ અને પાદરીયોને દર મહિને પગાર આપવા સહિતના લોભામણા વાયદા કર્યા છે.

  કોંગ્રેસના ઘોષણાપત્ર અલ્પસંખ્યકો ખાસ કરીને મુસ્લીમોને પોતાના પક્ષમાં કરવા માટે કેટલીક લોકલુભાવન યોજનાઓ શરૂ કરવાની વાત કરી છે. તમને જણાવી દઈએ કે, રાજ્યમાં મુસ્લીમોની વસ્તી લગભગ 12.5 ટકા છે, અને રાજ્યની 119 વિધાનસભા સીટોમાં લગભગ 42 બેઠક પર જીત-હાર નક્કી કરવામાં મુસ્લીમો મહત્વની ભૂમિકા નિભાવે છે.

  આ ઘોષણાપત્રમાં કોંગ્રેસે સત્તામાં આવવા માટે ઉર્દુને રાજ્યની બીજી અધિકારિક ભાષાનો દરજ્જો આપવાનો અને સરકારી આદેશ આ ભાષામાં જાહેર કરવાનો વાયદો કર્યો છે.

  આ ઘોષણાપત્રમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસ સરકાર રાજ્યમાં મુસ્લીમો, ઈસાઈઓ અને અન્ય ભાષાઈ વિસ્તારના અલ્પસંખ્યકો માટે અલગથી ત્રણ નાણાકીય નિગમની સ્થાપના કરશે. કોંગ્રેસે આમાં કહ્યું છે કે, મુસ્લીમ ફાયનાન્સ કોર્પોરેશન હેઠળ મુસ્લીમ યુવાનોને સરકારી ટેન્ડર મેળવવામાં સરળતા મળશે. આ હેઠળ ઘર બનાવવા માટે તેમને પાંચ લાખ રૂપિયાની નાણાકીય સહાય અને ગરીબ વિદ્યાર્થીઓને વેદેશ જઈ અભ્યાસ માટે 20 લાખ રૂપિયાની લોન તથા વિશેષ રેસિડેન્સિયલ સ્કૂલો અને સરકારી હોસ્પિટલો સિવાય વક્ફ બોર્ડને ન્યાયિક શક્તિ આપવામાં આવશે. આ સિવાય રાજ્યમાં મસ્જીદોના તમામ ઈમામ અને મોઅજ્જિનોને દર મહિને 6000 રૂપિયા પગાર આપવાનો વાયદો કર્યો છે.

  કોંગ્રેસે મુસ્લીમો સિવાય ઈસાઈઓ માટે પણ કેટલાક વાયદા કર્યા છે. જેમાં દલિત ઈસાઈયોને અનૂસુચિત જાતીનો દરજ્જો, બે બેડરૂમનું મકાન, તેમના બાળકોને મફત શિક્ષા અને ચર્ચના પાદરીઓને પાંચ લાખ રૂપિયાનો હેલ્થ અને એક્સિડન્ટ વીમો આપવાનું સામેલ છે.

  કોંગ્રેસે આ ડ્રાફ્ટ મેનિફેસ્ટોને નાણામંત્રી અને વરિષ્ઠ બીજેપી નેતા અરૂણ જેટલીએ ફગાવી દીધો છે. તેમણે કહ્યું કે, ધર્મના આધાર પર આ રીતનો ભેદભાવ સંવિધાન હેઠળ ન આપી શકાય. તો કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આ મેનિફેસ્ટોને મુસ્લીમ તૃષ્ટીકરણની એક કોશિસ જાહેર કરી છે, અને કહ્યું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી તેમની પાર્ટી કોઈ પણ ભેદભાવ વગર તમામ લોકોનું તૃષ્ટીકરણ નહી, પરંતુ સશક્તિકરણ કરવામાં માને છે.
  Published by:kiran mehta
  First published: