Home /News /national-international /એવું તો શું થયું કે પત્નીએ રાતે ઊંઘી રહેલા પતિના પ્રાઈવેટ પાર્ટ નાખી દીધું ગરમ પાણી

એવું તો શું થયું કે પત્નીએ રાતે ઊંઘી રહેલા પતિના પ્રાઈવેટ પાર્ટ નાખી દીધું ગરમ પાણી

પત્નીએ એવો કાંડ કર્યો કે અડધી રાતે પતિની બૂમાબૂમથી આખો પાડોશ ભેગો થઈ ગયો.

એક પ્રાઈવેટ ફર્મમાં કામ કરવાવાળા 32 વર્ષના એલ. થંગરાજના શરીરના ગુપ્ત અંગ 50 ટકા જેટલા બળી ગયા છે. તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે આ મામલે થંગરાજની પત્ની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને કેસની તપાસ કરી રહી છે.

વધુ જુઓ ...
ચેન્નઈઃ તામિલનાડુથી એક ખૂબ જ આશ્ચર્ય ઉપજાવે તેવી ઘટના સામે આવી છે. જ્યાં એક પત્નીએ પોતાના પતિના જ પ્રાઈવેટ અંગો પર ગરમાગરમ ઉકળતું પાણી નાખી દીધું હતું. આ સમયે તેનો પતિ ઊંઘી રહ્યો હતો. આ ઘટના સોમવાર રાતની છે. હકીકતમાં થયું એવું હતું કે મહિલાને તેના પતિનું લગ્નેતર અફેર હોવાની આશંકા હતી. જેના કારણે પતિ અને પત્ની વચ્ચે અનેકવાર ઝગડા પણ થતા હતા. જોકે આ ઝગડાનું આવું ગંભીર પરિણામ આવશે તેવું કોઈએ વિચાર્યું નહોતું. શ્રીપેરંબદૂરમાં એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા 32 વર્ષના એલ. થંગરાજના પ્રાઈવેટ અંગ આ ઘટનામાં 50 ટકા જેટલા બલી ગયા છે. પહેલા તેને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં તેને ભરતી કરાવવામાં આવ્યો હતો જોકે સ્થિતિ વધુ નાજુક બની જતા પીડિત પતિને વેલ્લોરના બીજા એક મોટા સરકારી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

ભાજપ નેતા શાહનવાઝ હુસૈનને હાઇકોર્ટે આપ્યો મોટો ઝટકો, રેપ કેસ દાખલ કરવાનો આદેશ

હાલ પ્રાપ્ત મીડિયા રિપોર્ટ્સ મુજબ કાવેરીપક્કમની પોલીસે 29 વર્ષીય પત્ની ટી પ્રિયાની ધરપકડ કરી લીધી છે. પોલીસે તેના વિરુદ્ધ કલમ 294 (બી), 324 (પોતાની ઈચ્છાએ ખતરનાક હથિયારોથી ઈજા પહોંચાડવી) અને 506 (ગુનાહીત ધમકી આપવી) કાયદાની આ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી છે.

શું છે સમગ્ર મામલા?

પ્રાપ્ત માહિતી મુજબ આવી રહ્યું છે કે સાત વર્ષ પહેલા બંનેના લગ્ન થયા હતા. બંનેને લગ્નથી એક દીકરો અને દીકરી પણ છે. પરંતુ જ્યારે મહિલાને પતિના એક્સ્ટ્રા મેરેટિયલ અફેર અંગે શક થયો તો બંને વચ્ચે વારંવાર આ મુદ્દે લડાઈ થતી હતી. પછી આ મામલે પત્નીએ અનેકવાર ઝગડા કર્યા અને લગ્ન સંબધ તોડી નાખવાની વાત પણ કરી હતી, જોકે પતિ માનવા માટે તૈયાર જ નહોતો.

રશિયા પાસેથી ભારતે સસ્તું તેલ ખરીદતા યુક્રેન ભડક્યું , કહ્યું- તેલના દરેક ટીપામાં યુક્રેનનું લોહી

અડધી રાતે નાખ્યું ગરમ પાણી

સોમવારે આવા જ એક ઝગડા બાદ બંને સૂઈ ગયા હતા. જે બાદ મહિલા અડધી રાતે ઉઠી અને પાણી ગરમ કરીને પતિના ગુપ્તાંગો પર નાખી દીધું. જેના કાણે પતિએ ચીસાચીસ કરી મૂકતા પડોસીઓ ભેગા થઈ ગયા હતા અને તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાંથી તેને વેલ્લોરની મોટા સરકારી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. હવે આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.
First published:

Tags: Crime news, Husband wife fight

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો