J&K: શોપિયામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ, બે જવાનો ઘાયલ

News18 Gujarati
Updated: May 6, 2018, 10:01 AM IST
J&K: શોપિયામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ, બે જવાનો ઘાયલ
જમ્મુ કાશ્મીરમાં એકવાર ફરીથી રવિવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ થઇ ગઇ છે. ઘાટીના શોપિયામાં બંને તરફથી ફાયરિંગ ચાલું છે.

જમ્મુ કાશ્મીરમાં એકવાર ફરીથી રવિવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ થઇ ગઇ છે. ઘાટીના શોપિયામાં બંને તરફથી ફાયરિંગ ચાલું છે.

  • Share this:
જમ્મુ કાશ્મીરમાં એકવાર ફરીથી રવિવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ થઇ ગઇ છે. ઘાટીના શોપિયામાં બંને તરફથી ફાયરિંગ ચાલું છે. આ એન્કાઉન્ટરમાં બે જવાનો ઘાયલ થયા છે. આ પહેલા શનિવારે શ્રીનગરના છત્તાબળમાં સુરક્ષા દળોએ અથડામણ દરમિયાન ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ અભિયાનમાં ઘટના સ્થળ પરથી મળેલી સામગ્રીથી જાણવા મળે છે કે, આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબાના હતા.

મીડિયા રિપોર્ટ પ્રમાણે શોપિયામાં સુરક્ષાદળોને શંકાસ્પદ હિલચાલ વિશે માહિતી મળી હતી. જાણકારી મળતા જ સર્ચ પાર્ટી નીકળી અને શંકાસ્પદ સ્થળો ઉપર ફારયિંગ કર્યું. ત્યારબાદ આતંકવાદીઓ તરફથી ઓપન ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં છૂપાયેલા ત્રણથી પાંચ આતંકવાદીઓએ ફાયરિંગ ચાલુ રાખ્યું છે.

ઉલ્લેખનીય છે કે, શનિવારે લશ્કરની જ એક આતંકવાદી ટોળકી છત્તાબળ વિસ્તારમાં હુમલો કરવાની ફિરાકમાં હતી. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફના જવાનોએ સંભવિત આતંકવાદી હુમલાને નાકામ કરી દીધો હતો. ચાર કલાક ચાલેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આંતકવાદીઓને ઠાર માર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદીઓ સાત મે પહેલા હુમલો કરવાના હતા. સાતમી મેના દિવસે રાજ્ય સરકારની ઓફિસ શિયાળું રાજધાની જમ્મુમાં ફરીથી ખુલવાની છે.

આ ઓપરેશ ચાર કલાકમાં જ પુરુ થઇ ગયું હતું. આ અભિયાન દરમિયાન સ્થળ ઉપરથી મળેલી સામગ્રના આધારે જાણવા મળ્યું હતું કે, આતંકવાદી લશ્કર-એ-તૈયબાના હતા. માર્યા ગયા ત્રણ આતંકવાદીઓ પૈકી એકની ઓળખ થઇ ગઇ છે. જેનું નામ ફયાઝ અહમદ હમ્માલ છે જે કાશ્મીરી છે. ફયાઝ છેલ્લા એક વર્ષથી સક્રિય હતો.
First published: May 6, 2018
વધુ વાંચો
अगली ख़बर