Home /News /national-international /Freedom of Speech: એક ટ્વિટ માટે મહિલાને થઇ 45 વર્ષની જેલ, એવું તો શું લખ્યું હશે આ મહિલાએ?
Freedom of Speech: એક ટ્વિટ માટે મહિલાને થઇ 45 વર્ષની જેલ, એવું તો શું લખ્યું હશે આ મહિલાએ?
નૌરાહ બિન સઈદ અલ-કહતાની પર ઈન્ટરનેટનો ઉપયોગ કરીને સાઉદી અરેબિયાના સામાજિક માળખાને કલંકિત કરવા આરોપ છે. (પ્રતિકાત્મક તસવીર, રોઇટર્સ)
નૌરાહ પહેલી મહિલા નથી, જેને સાઉદી અરેબિયાના કાળા કાયદાને કારણે જેલના સળિયા પાછળ દિવસો પસાર કરવા મજબૂર કરવામાં આવી હોય. તેમના પહેલા પણ અનેક મહિલાઓને પોતાના અધિકાર માટે અવાજ ઉઠાવવા બદલ આ સજા મળી છે.
આખી દુનિયામાં વાણી સ્વાતંત્ર્યને (Freedom of speech) લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર. પરંતુ આ બધાની વચ્ચે જો કોઈને માત્ર એક ટ્વીટ માટે 45 વર્ષની સજા થાય તો? સાઉદી અરેબિયાની કોર્ટે એક મહિલાને સોશિયલ મીડિયા પર પોતાના વિચારોની અભિવ્યક્તિ કરવા બદલ સખત સજા ફટકારી છે. નૌરાહ બિન સઈદ અલ-કહતાની પર ઈન્ટરનેટનો ઉપયોગ કરીને સાઉદી અરેબિયાના સામાજિક માળખાને કલંકિત કરવા આરોપ છે.
નૌરાહ પહેલી મહિલા નથી, જેને સાઉદી અરેબિયાના કાળા કાયદાને કારણે જેલના સળિયા પાછળ દિવસો પસાર કરવા મજબૂર કરવામાં આવી હોય. તેમના પહેલા પણ અનેક મહિલાઓને પોતાના અધિકાર માટે અવાજ ઉઠાવવા બદલ આ સજા મળી છે. કહતાનીને કેટલાક દશકની સજા ફટકારવામાં આવી હતી. તેને આતંકવાદી અદાલતમાં રજૂ કરવામાં આવી હતી. જેમાં તેણે જાહેર હુકમનો ભંગ કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો.
માનવાધિકાર સંગઠન ડેમોક્રેસી ફોર ધ આરબ વર્લ્ડ નાઉ (Democracy for the Arab World Now (Dawn) એ દાવો કર્યો છે કે તેણે કોર્ટના આ આદેશને જોયો છે. આ સંસ્થાની સ્થાપના જમાલ ખાશોગીએ કરી હતી.
ધરપકડ વિશે થોડી માહિતી
કહતાનીની ધરપકડ ક્યારે કરવામાં આવી, તે સમયે કેવા સંજોગો હતા, તેને ક્યારે સજા સંભળાવવામાં આવી? તે વિશે વધુ માહિતી નથી. કહેવામાં આવી રહ્યું છે કે તેને આ સજા ટ્વિટર પર પોતાના વિચારો વ્યક્ત કરવા માટે આપવામાં આવી છે. થોડા અઠવાડિયા પહેલા, 34 વર્ષીય સલમા અલ શબાબ, તે યુનિવર્સિટી ઓફ લીડ્સમાં પીએચડીની વિદ્યાર્થી હતી અને બે બાળકોની માતા હતી, તેને 34 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તે રજાઓમાં સાઉદી અરેબિયા આવી હતી.
કોર્ટના દસ્તાવેજોમાં કહેવામાં આવ્યું છે કે તેમના ટ્વીટથી દેશની સાર્વભૌમત્વને ખતરો છે અને રમખાણો ભડકાવવાનું જોખમ ઊભું થયું છે. શબાબે કોર્ટમાં જણાવ્યું કે પૂછપરછ દરમિયાન તેને ટોર્ચર કરવામાં આવી હતી. તેને એવી દવાઓ આપવામાં આવી હતી, જેનાથી તે બેભાન થઈ ગઈ. ગયા મહિને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન જેદ્દાહમાં મળ્યા હતા. આ દરમિયાન કહેવામાં આવ્યું હતું કે ટીકાકારો સામે કડક કાર્યવાહી ન કરવી જોઈએ.
અહીં ઉલ્લેખનીય છે કે, લુજેન અલ-હાથલોલ સાઉદી સામાજિક કાર્યકર છે તેણે મહિનાઓ જેલમાં વિતાવ્યા કારણ કે તેણીએ પ્રતિબંધો તોડીને ડ્રાઇવ કરવાની હિંમત કરી હતી. આ ગુનામાં તેને મે 2018માં જેલની સજા થઈ હતી. ગયા વર્ષે તેમને ત્રણ વર્ષ બાદ જામીન મળ્યા હતા. પરંતુ તેના પર પાંચ વર્ષનો પ્રવાસ કરવાનો પ્રતિબંધ અને અન્ય પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર