રાત્રે બંધ સિનેમા હૉલમાં ઘૂસ્યા યુવક-યુવતી, ખાવાનું ચોર્યું, શારીરિક સંબંધ બાંધ્યો અને ત્યાં જ ઊંઘી ગયા!

સીસીટીવી પરથી લેવાયેલી તસવીરો.

યુવક અને યુવતી સિનેમાં હૉલમાં જે પણ કરે છે તે તમામ પ્રવૃત્તિઓ અહીં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે.

 • Share this:
  મોસ્કો: હાલ કોરોનાને પગલે વિશ્વમાં અનેક જગ્યાએ લૉકડાઉન (Lockdown) ચાલી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને સિનેમા હૉલ (Cinema hall)ને ખોલવાની મંજૂરી ઘણી જગ્યાએ નથી આપવામાં આવી. આ દરમિયાન જ એક સિનેમા હૉલના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. જેમાં એક યુગલ બંધ રહેલા સિનેમામાં ઘૂસી જાય છે. સિનેમાં હૉલમાં તેઓ જે પણ કરે છે તે તમામ પ્રવૃત્તિઓ અહીં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે. બંને અહીં ખાવાની વસ્તુઓની ચોરી કરે છે, ભરપેટ જમે છે અને બાદમાં સેક્સ પણ માણે છે. જે બાદમાં સિનેમા હૉલમાં જ ઊંઘી જાય છે.

  વાયરલ થઈ રહેલા વીડિઓ રશિયાના સેન્ટ પીટ્સબર્ગનો હોવાનું સામે આવ્યું છે. જેમાં એક યુગલ બંધ રહેલા સિનેમા હૉલમાં ધસી આવે છે. બંને અહીં પોપકોર્ન સહિત ખવાની વસ્તુઓની ચોરી કરે છે, બાદમાં શારીરિક સંબંધ બાંધે છે અને ત્યાં જ ઊંઘી જાય છે. સીસીટીવી ફૂટેજમાં જોવા મળતી તારીખ પ્રમાણે આ બનાવ 18મી માર્ચના રોજ બન્યો હતો.

  આ પણ વાંચો: 'ટાંટીયા તોડ દુલ્હન', દુલ્હાએ સુહાગરાતે જ હૉસ્પિટલ ભેગા થવું પડ્યું!

  વાયરલ થયેલા ફૂટેજમાં જોઈ શકાય છે કે સિનેમાના સ્ક્રિનિંગ હૉલમાં દાખલ થતા પહેલા યુગલ પોપકોર્ન અને અન્ય ખવાની વસ્તુઓની ચોરી કરે છે. જે બાદમાં એક મોટા કપમાં કોલ્ડડ્રિંક્સ ભરતા નજરે પડે છે. જે બાદમાં સિનેમા હૉલની બેઠક વ્યવસ્થા હોય તે જગ્યાએ પહોંચે છે. અહીં બંને સેક્સ માણે છે. જે બાદમાં અહીં જ ઊંઘી જાય છે. આ યુવલ સવારે જાગીને કોઈનું ધ્યાન ન પડે તે રીતે ભાગી પણ ગયું હતું.

  આ પણ વાંચો: વલસાડ: ટ્રક ચાલકની બેદરકારીથી ક્લિનરનું કમકમાટીભર્યું મોત, બનાવનો વીડિયો વાયરલ

  આ બનાવ મામલે સિનેમા હૉલના પ્રવક્તાનું કહેવું છે કે, યુગલ અહીંથી ભાગી થયું તે પહેલા તેમણે તમામ સાફ-સફાઈ પણ કરી હતી. ધ લેડબીબલના કહેવા પ્રમાણે બંનેનાં આવા વર્તનને પગલે સિનેમા ખુશ થઈને બંનેને અમુક શૉની ફ્રી ટિકિટ આપવા માટે પણ તૈયાર હતું. જોકે, સોશિયલ મીડિયા પર સિનેમાની આવી ઑફરની લોકોએ ટીકા કરી હતી. લોકોનું કહેવું હતું કે, યુગલને તેમના કૃત્ય બદલ ઇનામ આપવાને બદલે સજા મળવી જોઈએ.

  આ પણ વાંચો: વાંકડિયા વાળા સીધા કરવા બાળકે માથામાં કેરોસીન લગાવી દીવાસળી ચાંપી, મોત
   

   

   


  View this post on Instagram


   

   

   


  A post shared by КИНОТЕАТР (@kinograd.spb)
  બીજી તરફ અમુક લોકોએ સિનેમાની સુરક્ષા પર પણ સવાલ ઊભા કર્યાં છે. લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે યુગલ સિનેમા હૉલમાં દાખલ કેવી રીતે થયું? આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે કે નહીં તે માલુમ પડ્યું નથી.
  Published by:Vinod Zankhaliya
  First published: