ગણતંત્ર દિવસ પર પીએમ મોદીએ શરૂ કરી નવી પરંપરા, પહેલીવાર રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શહીદોને આપી શ્રદ્ધાંજલિ

News18 Gujarati
Updated: January 26, 2020, 12:45 PM IST
ગણતંત્ર દિવસ પર પીએમ મોદીએ શરૂ કરી નવી પરંપરા, પહેલીવાર રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શહીદોને આપી શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન મોદીએ અમર જવાન જ્યોતને બદલે પહેલીવાર નવનિર્મિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી

વડાપ્રધાન મોદીએ અમર જવાન જ્યોતને બદલે પહેલીવાર નવનિર્મિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી

 • Share this:
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ રવિવારે ગણતંત્ર દિવસ (Republic Day 2020)ના અવસરે ઈન્ડિયા ગેટ પર સ્થિત અમર જવાન જ્યોતને બદલે પહેલીવાર નવનિર્મિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક (National war Memorial) પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. ઈન્ડિયા ગેટ પરિસરમાં સ્થિત આ સ્મારકનું ગયા વર્ષે 25 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું.

અમર જવાન જ્યોતિ (Amar jawan Jyoti) પર એક ઝૂકેલી બંદૂકની ઉપર જવાનની હેલ્મેટ રાખવામાં આવી છે તથા તેની નીચે નિરંતર જ્યોતિ પ્રજ્વલિત રહે છે. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયેલા જવાનોની યાદમાં ઈન્ડિયા ગેટની નીચે 1972માં તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. લગભગ 40 એકર વિસ્તારમાં ફેલાયેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં ચાર ચક્ર 'અમર ચક્ર', 'વીરતા ચક્ર', 'ત્યાગ ચક્ર' અને 'રક્ષક ચક્ર' છે જેની પર ગ્રેનાઇટના પથ્થરો પર સ્વર્ણ અક્ષરોથી 25,942 જવાનોના નામ લખેલા છે.

તેમાં 15.5 મીટર ઊંચું એક સ્મારક સ્તંભ, નિરંતર પ્રજ્વલિત જ્યોતિ અને કાંસ્યના 6 ચિત્રો છે જે ભારતીય સેના, વાયુ સેના અને નૌસેના દ્વારા લડવામાં આવેલી પ્રસિદ્ધ લડાઈઓને દર્શાવે છે. આ સ્મારક 1962માં ભારત-ચીન યુદ્ધ, 1947, 1965 અને 1971માં ભારત-પાક યુદ્ધ, શ્રીલંકામાં ભારતીય શાંતિ રક્ષા દળના અભિયાનો અને 1999માં કારગિલ યુદ્ધ તથા સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા અભિયાનો દરમિયાન શહીદ જવાનોને સમર્પિત છે.

42 મીટર ઊંચા ઈન્ડિયા ગેટ પ્રથમ વિશ્વ યુદ્ધ (1914-1918) અને ત્રીજા એન્ગ્‍લો-અફઘાન યુદ્ધ (1919)માં માર્યા ગયેલા જવાનોના સન્માનમાં ઑલ ઈન્ડિયા વૉર મેમોરિયલ આર્ચના રૂપમાં બ્રિટિશ રાજ દરમિયાન બનાવ્યું હતું.

આ પણ વાંચો, દિલ્હીમાં પ્રજાસત્તાક દિનની પરેડમાં છવાયો ગુજરાતનો ટેબ્લો, રાણકી વાવની કરાવી ઝાંખી
First published: January 26, 2020
વધુ વાંચો
अगली ख़बर
 • India
 • World

India

 • Active Cases

  6,039

   
 • Total Confirmed

  6,761

   
 • Cured/Discharged

  515

   
 • Total DEATHS

  206

   
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

 • Active Cases

  1,205,178

   
 • Total Confirmed

  1,680,527

  +76,875
 • Cured/Discharged

  373,587

   
 • Total DEATHS

  101,762

  +6,070
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres