રાજ્યસભામાં માર્શલના યૂનિફોર્મ પર વિપક્ષે સવાલ ઉઠાવ્યા, નાયડૂએ કહ્યુ- સમીક્ષા થશે

News18 Gujarati
Updated: November 19, 2019, 12:44 PM IST
રાજ્યસભામાં માર્શલના યૂનિફોર્મ પર વિપક્ષે સવાલ ઉઠાવ્યા, નાયડૂએ કહ્યુ- સમીક્ષા થશે
રાજ્યસભાના માર્શલના નવા યૂનિફોર્મ પર વિવાદ ઊભો થયો છે.

રાજ્યસભાના માર્શલનો નવો યૂનિફોર્મ જોઈ પૂર્વ સેના પ્રમુખે કહ્યુ- આ ગેરકાયદેસર છે

  • Share this:
નવી દિલ્હી : રાજ્યસભા (Rajya Sabha)માં માર્શલ (Marshal)ના નવા યૂનિફોર્મ (New Uniform) પર વિવાદ ઊભો થઈ ગયો છે. રાજ્યસભાની કાર્યવાહી મંગળવારે શરૂ થતાં જ વિપક્ષી પાર્ટીઓએ યૂનિફોર્મ પર સવાલ ઉઠાવ્યા. તેમનું કહેવું છે કે માર્શલનો યૂનિફોર્મ સેનાના યૂનિફોર્મ જેવો દેખાય છે. રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડૂ (Venkaiah Naidu)એ કહ્યું છે કે નવો યૂનિફોર્મ દરેકની સલાહ લીધા બાદ તૈયાર કરવામાં આવ્યો છે. જોકે, વિપક્ષના હોબાળાના કારણે રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી.

વેંકૈયા નાયડૂએ કહ્યુ છે કે, નવા યૂનિફોર્મ પર વિચાર કરવામાં આવશે. તેઓએ કહ્યુ કે, દરેકની સલાહ લઈને નવો યૂનિફોર્મ તૈયાર કરવામાં આવ્યો હતો. હવે કેટલાક લોકો નવા યૂનિફોર્મનો વિરોધ કરી રહ્યા છે. માર્શલના નવા યૂનિફોર્મ પર ફરીથી વિચાર કરવામાં આવશે.

નોંધનીય છે કે, સોમવારથી શરૂ થયેલા શિયાળુ સત્રની કાર્યવાહીના શરૂ થવાની પહેલા જેવા રાજ્યસભા અધ્યક્ષ વેંકૈયા નાયડૂ ગૃહમાં આવ્યા તો ત્યાં ઉપસ્થિત સાંસદો હેરાન રહી ગયા. મૂળે, તેમની સાથે ઊભેલા માર્શલ બિલકુલ નવા જ અંદાજમાં જોવા મળી રહ્યા હતા.
રાજ્યસભાના માર્શલનો જૂનો અને નવો યૂનિફોર્મ


માર્શલના યૂનિફોર્મમાં ફેરફારથી સેના પણ ખુશ નથી લાગી રહી. પૂર્વ સેના પ્રમુખ જનરલ વીપી મલિક સહિત સેનાના અનેક પૂર્વ અધિકારીઓએ તેની પર નારાજગી વ્યક્ત કરી છે. વીપી મલિકે ટ્વિટ કરીને લખ્યું કે, બિન-સૈન્યકર્મીઓ દ્વારા સૈન્ય યૂનિફોર્મની નકલ કરવી અને પહેરવો ગેરકાયદેસર છે અને સુરક્ષા માટે ખતરો છે. આશા છે કે ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા અને રાજનાથ સિંહજી તેની પર યોગ્ય કાર્યવાહી કરશે. કેન્દ્રીય મંત્રી વીકે સિંહ અને ભારતીય સેનાના પૂર્વ પ્રમુખે પણ કહ્યુ કે જે પણ કરવામાં આવ્યું છે તે ગેરકાયદેસર છે.

ઉલ્લેખનીય છે કે, આ રાજ્યસભાનું 250મું સત્ર છે. રાજ્યસભાનું પહેલું સત્ર 1952માં થયું હતું. જેથી આ પ્રસંગને યાદગાર અને ખાસ બનાવવા માટે માર્શલના યૂનિફોર્મમાં ફેરફાર લાવવામાં આવ્યા. તેમના યૂનિફોર્મમાં સેનાની છાપ દેખાઈ રહી છે. જોકે, આ રંગ થોડો અલગ છે.

આ પણ વાંચો,

Exclusive: બે વર્ષ પહેલા ભૂલથી સરહદ પાર ગયેલા બે ભારતીયોની પાકિસ્તાને હવે ધરપકડ દર્શાવી, આતંકવાદનો આરોપ લગાવ્યો
શિવસેનાનો BJP પર પ્રહાર, 'સૌથી પહેલા અમે હિન્દુત્વનો મુદ્દો ઉઠાવ્યો'
First published: November 19, 2019, 12:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading