સંદેશ : પુલવામાના ગામમાં મુસ્લિમો કરી રહ્યાં છે મંદિરનું સમારકામ

News18 Gujarati
Updated: March 5, 2019, 11:36 AM IST
સંદેશ : પુલવામાના ગામમાં મુસ્લિમો કરી રહ્યાં છે મંદિરનું સમારકામ
સીઆરપીએફના કાફલા પર જે જગ્યાએ હુમલો થયો ત્યાંથી આ ગામ ફક્ત 12 કિલોમીટરના અંતરે આવેલું છે.

સીઆરપીએફના કાફલા પર જે જગ્યાએ હુમલો થયો ત્યાંથી આ ગામ ફક્ત 12 કિલોમીટરના અંતરે આવેલું છે.

  • Share this:
મુફ્તિ ઇસ્લાહ, અચ્ચન, પુલવામા : પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતિ હુમલા અને બાદમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારતની ક્રાર્યવાહી બાદ ભારત-પાક સરહદે અને કાશ્મીરમાં તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે. આવા માહોલ વચ્ચે પુલવામા જિલ્લાના કિનારે આવેલા અચ્ચલ ગામ ખાતેથી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરી પાડતી ઘટના સામે આવી છે. અચ્ચલ ગામ ખાતે મંદિર અને મસ્જિદ બંને બાજુ બાજુમાં આવેલા છે. અહીંની મસ્જિદમાં દરરોજ ભીડ જોવા મળતી હતી અને મુસ્લિમો નમાઝ પઢતા હતા. બીજી તરફ અહીં આવેલું મંદિર છેલ્લા ત્રણ દશકાથી ખૂબ જ ખરાબ સ્થિતિમાં ઉભું હતું. પરંતુ હવે આ પરિસ્થિતિ બદલાઈ રહી છે.

બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવતા તત્વોને સંદેશ પાઠવવા માટે ગામના મુસ્લિમો અને કાશ્મીરી પંડિતો સાથે મળીને 80 વર્ષ જૂના મંદિરનું સમારકામ કરી રહ્યા છે. આ ગામ પર 1990માં ત્રાસવાદીઓના હુમલા બાદ ગામના પંડિતો ગામ છોડીને જતા રહ્યા હતા. જે બાદમાં આ મંદિર એમ જ ઉજ્જડ હાલતમાં ઉભું રહ્યું હતું.

સીઆરપીએફના કાફલા પર જે જગ્યાએ હુમલો થયો ત્યાંથી આ ગામ ફક્ત 12 કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિર સાથે ગામમાં રહેતા અનેક વૃદ્ધોની અનેક યાદો જોડાયેલી છે. આ યાદોની ફરી તાજી તરવા માટે હવે હિન્દુ અને મુસ્લિમો એક થયા છે અને મંદિરને પહેલાની સ્થિતિમાં લાવવા માટે કામ કરી રહ્યા છે.

હાલ મંદિરનું સમારકામ અંતિમ તબક્કામાં છે. બહું ટૂંકા સમયમાં મંદિરમાં ભગવાનની સ્થાપના કરવામાં આવશે અને અહીં પ્રાર્થના અને પૂજા શરૂ કરવામાં આવશે.

મંદિરના કામની દેખરેખ રાખતા ભૂષણ લાલે જણાવ્યું કે, 'અમે પહેલા જેવી સ્થિતિ ફરીથી ઉભી કરવા માંગીએ છીએ જ્યારે હજારો લોકો આ મંદિરમાં પ્રાર્થના સમયે હાજર રહેતા હતા.' લાલના જણાવ્યા પ્રમાણે 1990ના દશકામાં આ ગામમાં આશરે 40 કાશ્મીરી પંડીત પરિવારો રહેતા હતા. મુસ્લિમોની સંખ્યા એ સમયે બે ગણી હતી. 1990માં તમામ કાશ્મીરી પંડિતો ડરના માર્યા આ ગામ છોડીને ચાલ્યા ગયા હતા. અમે આ તમામ લોકોને ગામમાં પરત લાવવા માંગીએ છીએ.

મુસ્લિમો ઇચ્છતા હતા કે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે પંડીત પરિવાર આ મંદિરમાં પૂજા કરે, પરંતુ ખરાબ વાતાવરણને કારણે મંદિરનું સમારકામ ન થઈ શકતા આવું શક્ય બન્યું ન હતું.

ગામમાં રહેતા મોહમદ યૂનુસે કહ્યુ કે, 'તે લોકો ઇચ્છી રહ્યા છે કે મંદિરનું સમારકામ બહું ઝડપથી પૂરું થાય જેનાથી ગામમાં રહેતા હિન્દુઓ બાજુમાં આવેલી મસ્જિદની જેમ પૂજા કરી શકે. અમે ઇચ્છીએ છીએ કે ગામમાં વર્ષો પહેલા જેવી સ્થિતિ હતી તેનું ફરીથી નિર્માણ થાય. અમે ગામ છોડી ગયેલા અમારા કાશ્મીરી ભાઈઓ અને બહેનોને વિનંતી કરી છે કે ગામમાં પરત ફરે.'

યૂનુસ પોતાના જૂના દિવસોને યાદ કરતા કહે છે કે, 'હું જ્યારે નાનો હતો ત્યારે અઠવાડિયામાં એક વખત મંદિરમાં જતો હતો. મંદિરના પૂજારી મને મીઠાઈ, ચોકલેટ અને ડ્રાય ફ્રુટ્સ આપતા હતા. અમે મંદિરની આરતીમાં પણ ભાગ લેતા હતા.'
Published by: Vinod Zankhaliya
First published: March 5, 2019, 8:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading