કોંગ્રેસમાં સામેલ થઈ ઉર્મિલા માતોંડકર, ઉત્તર મુંબઈ લોકસભા સીટથી લડી શકે છે ચૂંટણી

News18 Gujarati
Updated: March 27, 2019, 2:41 PM IST
કોંગ્રેસમાં સામેલ થઈ ઉર્મિલા માતોંડકર, ઉત્તર મુંબઈ લોકસભા સીટથી લડી શકે છે ચૂંટણી
ઉર્મિલા માતોંડકર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં સામેલ થઈ

ઉર્મિલા માતોંડકર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં સામેલ થઈ

  • Share this:
બોલિવૂડમાં 'છમ્મા છમ્મા' અને 'રંગીલા ગર્લ'ના નામથી જાણીતી ફિલ્મ સ્ટાર ઉર્મિલા માતોંડકર હવે રાજનીતિના મેદાનમાં પોતાનું જોર દર્શાવશે. ઉર્મિલા બુધવારે કોંગ્રેસમાં સામેલ થઈ ગઈ. ઉર્મિલા સવારે 11 વાગ્યે દિલ્હી પહોંચી. ત્યારબાદ તેઓએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી ઓફિશિયલ રીતે પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું. તેઓ ઉત્તર મુંબઈથી ચૂંટણી લડી શકે છે.

ઉર્મિલાની સાથે કોંગ્રેસ નેતા સંજય નિરુપણ, ધારાસભ્ય અસલમ શેખ, જીએસ ભૂષણ પાટિલ જેવા નેતાઓ પણ દિલ્હી પહોંચ્યા. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાં ઉર્મિલાને પાર્ટીમા સામેલ કરીને તેમને ઉત્તર મુંબઈથી લોકસભા ચૂંટણીની ટિકિટ આપવાની તૈયારી ચાલી રહી છે.


આમ તો, આ સીટથી કોંગ્રેસમાં પહેલા જ સામેલ બિગ-બોસ ફેમ શિલ્પા શિંદે અને અસાવરી જોશી પણ ચૂંટણી લડવા માટે ઈચ્છુક હોવાનું કહેવાતું હતું. મહત્વપૂર્ણ છે કે બીજેપીએ પોતાના આ મજબૂત ગઢમાં સાંસદ ગોપાલ શેટ્ટીને ફરી એકવાર ઉમેદવાર બનાવ્યા છે.

આ પણ વાંચો, ભાજપે બનાસકાંઠા, પોરબંદર અને પંચમહાલ બેઠક માટે જાહેર કર્યા ઉમેદવારો
First published: March 27, 2019, 2:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading