Nirbhaya case: ફાંસી પહેલા મુકેશ અને વિનયે કહ્યું, અમારી આ બે વસ્તુઓ સાચવીને રાખજો

Nirbhaya case: ફાંસી પહેલા મુકેશ અને વિનયે કહ્યું, અમારી આ બે વસ્તુઓ સાચવીને રાખજો
ફાંસીના માંચડે લટકતાં પહેલા નિર્ભયાના ચારેય દોષિતોએ શું અંતિમ ઈચ્છા વ્યક્ત કરી?

ફાંસીના માંચડે લટકતાં પહેલા નિર્ભયાના ચારેય દોષિતોએ શું અંતિમ ઈચ્છા વ્યક્ત કરી?

  • Share this:
    નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસ (Nirbhaya Gangrape and murder) ના ચારેય દોષિતોને શુક્રવાર પરોઢે સાડા પાંચ વાગ્યે દિલ્હીની તિહાડ જેલમાં ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા. સાત વર્ષ બાદ નિર્ભયાના પરિવારને અંતે ન્યાય મળી ગયો. ફાંસી પહેલા જેલ મેન્યૂઅલ મુજબ અપરાધીઓની અંતિમ ઈચ્છા પૂરી કરવામાં આવે છે. ફાંસીના ફંદા પર લટકતાં પહેલા દોષિતોને પૂછવામાં આવ્યું કે મોત બાદ તેઓ પોતાની જમીન-સંપત્તિનું શું કરશે. આ ઉપરાંત અંગદાન વિશે પણ પૂછવામાં આવે છે. સાથોસાથ તેમને એ પણ પૂછવામાં આવે છે કે જે સામાન જેલમાં તેમની પાસે છે તે તેઓ કોને આપવા માંગે છે. આ મેન્યૂઅલ મુજબ ચારેય દોષિતોને તેમની ઈચ્છા પૂછવામાં આવી. આ તમામ પ્રક્રિયા શુક્રવાર સવારે 4.45થી 5 વાગ્યાની વચ્ચે થઈ.

    ‘સંભાળીને રાખજો’



    જેલ પ્રશાસન મુજબ, ચારેય દોષિતોએ પોતાની અંતિમ ઈચ્છા ન જણાવી, જોકે બે દોષિતોએ પોતાની કેટલીક વસ્તુઓને સંભાળીને રાખવાની વાત કહી. દોષી મુકેશે જેલ અધિકારીઓને લેખિતમાં જણાવ્યું કે તેઓ પોતાની બોડીને ડોનેટ કરવા માંગે છે, એટલે કે તેના શરીરના અંગોને દાન કરવામાં આવશે. ફાંસી પર લટકાવતાં પહેલા વિનયે જેલ સુપ્રીટેન્ડન્ટને પોતાની બનાવેલી પેઇિન્ટંગ આપી. આ ઉપરાંત તેની પાસે હનુમાન ચાલીસા પણ હતી. તેણે આ બંને વસ્તુઓને પરિજનોને આપવા માટે કહ્યું. વિનયે કુલ 11 પેઇન્ટિંગ્સ બનાવી હતી. થોડા દિવસ પહેલા કોર્ટમાં વિનયના વકીલે જણાવ્યું હતું કે તિહાડ હાટમાં તેની પેઇન્ટિંગ્સનું વેચાણ પણ થયું.

    આ પણ વાંચો, નિર્ભયાના 4 દોષિતોને ફાંસી પર લટકાવી પવન જલ્લાદે તોડ્યો પોતાના દાદાનો રેકોર્ડ

    પવન અને અક્ષયે શું કહ્યું?

    જેલ પ્રશાસન મુજબ, પવન અને અક્ષયે કંઈ પણ કહ્યું નહીં. તિહાડ જેલ પ્રશાસનનું કહેવું છે કે દોષિતો તરફથી જેલમાં કમાયેલા રૂપિયાને તેમના પરિજનોને આપવામાં આવે. આ ઉપરાંત તેમના કપડા અને અન્ય સામાન પણ પરિજનોને સોંપી દેવામાં આવે.

    આ પણ વાંચો,  Nirbhaya Case: ફાંસી ઘરમાં જમીન પર સૂઈ ગયા ચારેય દોષી, વાંચો અંતિમ ક્ષણોની સમગ્ર કહાણી

     
    Published by:News18 Gujarati
    First published:March 20, 2020, 11:52 am

    ટૉપ ન્યૂઝ