મહારાષ્ટ્રમાં 40 MLA પર અટક્યો છે BJP અને અજિત પવારનો જીવ! જાણો રાજકીય ગણિત

શું દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર બહુમત સાબિત કરી શકશે? (ફાઇલ તસવીર)

શું દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર વિધાનસભામાં બહુમત સાબિત કરી શકશે?

 • Share this:
  મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)એ ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari)એ ફડણવીસને બહુમત પુરવાર કરવા માટે 30 નવેમ્બર સુધીનો સમય આપ્યો છે. બીજેપીના અનેક વરિષ્ઠ નેતાઓએ દાવો કર્યો છે કે તેમની પાસે 170 ધારાસભ્યોનું સમર્થન છે. એનસીપી (NCP) પ્રમુખ શરદ પવાર (Sharad Pawar)એ દાવો કર્યો કે ફડણવીસ ગૃહમાં બહુમત સાબિત નહીં કરી શકે. જાહેર છે કે હવે દરેકની નજર મહારાષ્ટ્રની વિધાનસભા પર ટકેલી છે. સવાલ ઊભો થાય છે કે બીજેપી સરળતાથી બહુમત સાબિત કરી શકશે? મહારાષ્ટ્રનું રાજકીય ગણિત શું કહે છે?

  મહારાષ્ટ્રમાં શું છે નંબર ગેમ?

  મહારાષ્ટ્રની વિધાનસભામાં કુલ 288 સીટો છે, એટલે કે સરકાર રચવા માટે અહીં મેજિક નંબર 145 છે. બીજેપીને આ આંકડા સુધી પહોંચવા માટે વધુ 40 ધારાસભ્યોની જરૂર છે. બીજેપીના નેતા દાવો કરી રહ્યા છે કે તેમને કુલ 170 ધારાસભ્યોનું સમર્થન મળેલું છે. એવામાં અજિત પવારને એનસીપીના ઓછામાં ઓછા 35-40 ધારાસભ્યોની સાથે બીજેપીને સમર્થન આપવું પડશે. જો એક-બે ધારાસભ્ય ઓછા પડતા હશે તો પછી અપક્ષ અને શિવસેનાના ધારાસભ્ય પણ બીજેપીના પક્ષમાં આવી શકે છે. બીજેપી નેતા પહેલાં જ કહી ચૂક્યા છે કે કોઈ જો સરકાર બનાવવામાં તેમનું સમર્થન કરવા માંગે છે તો તેમનું સ્વાગત કરશે.

  આ પણ વાંચો, શું મોદી-પવારની મુલાકાતમાં ફડણવીસને CM બનાવવાની સ્ક્રિપ્ટ લખાઈ!

  મહારાષ્ટ્ર વિધાનસભાની હાલની તસવીર

  મહારાષ્ટ્ર વિધાનસભામાં હાલ બીજેપી 105 સીટોની સાથે સૌથી મોટી પાર્ટી છે. બીજા નંબરે શિવસેના આવે છે. તેના ખાતામાં 54 સીટો છે. ત્યારબાદ 54 સીટોની સાથે ત્રીજા નંબરે એનસીપી છે. કૉંગ્રેસને આ વખતની ચૂંટણીમાં 44 સીટો મળી હતી. 29 સીટો પર અન્ય પાર્ટીઓનો કબજો છે તેમાંથી 13 સીટો અપક્ષના ખાતામાં છે.

  આ પણ વાંચો, Inside Story: મહારાષ્ટ્રમાં કેવી રીતે બન્યો BJPની સરકાર રચવાનો રોડમૅપ?

  બીજેપીનો દાવો

  ન્યૂઝ18 સાથેની વાતચીતમાં મુંગટીવારે કહ્યુ કે, અજિપ પવારે એનસીપીના તમામ 54 ધારાસભ્યોની ચિઠ્ઠી સોંપી છે. તેઓ તેમના નેતા છે. બીજેપી અને એનસીપી મળીને કુલ અમારી પાસે સંખ્યા 159ની થઈ જશે. આ ઉપરાંત અમને બીજા અનેક ધારાસભ્યોનુ્ર સમર્થન પણ મળી શકે છે.

  આ પણ વાંચો, આ 5 વાતોમાં છુપાયું છે મહારાષ્ટ્રની રાજનીતિનું રહસ્ય
  Published by:Mrunal Bhojak
  First published: