'સૌની સાથે ભારતની વાત', લંડનમાં આજે વેસ્ટમિન્સ્ટર હોલમાં મોદીનો ટાઉનહોલ

News18 Gujarati
Updated: April 18, 2018, 12:36 PM IST
'સૌની સાથે ભારતની વાત', લંડનમાં આજે વેસ્ટમિન્સ્ટર હોલમાં મોદીનો ટાઉનહોલ
બ્રિટન ખાતે મોદીનું સ્વાગત

  • Share this:
વડાપ્રધાન મોદી સ્વીડન, યુકે અને જર્મનીના પ્રવાસે પહોંચ્યા છે. મંગળવારે રાત્રે સ્વીડનની રાજધાની સ્કોટહોમમાં મોદીએ ભારતીય સમાજને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમમાં સ્વીડનના પીએમ સ્ટીફન લોવેન પણ મોદી સાથે હાજર રહ્યા હતા. સ્વીડન બાદ મોદી બુધવારે લંડન પહોંચ્યા છે.

બુધવારે રાત્રે (ભારતીય સમય પ્રમાણે 9 વાગ્યે) પીએમ મોદી 'સૌની સાથે ભારતની વાત' કાર્યક્રમમાં સામેલ થશે. પીએમ મોદી અહીં ભારતીય મૂળના લોકોને સંબોધિત કરશે, તેમજ તેમના સવાલોના જવાબ આપશે. લંડનના ઐતિહાસિક વેસ્ટમિન્સ્ટર સેન્ટ્રલ હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ એ જ જગ્યા છે જ્યાં 1946માં સંયુક્ત રાષ્ટ્રની પ્રથમ બેઠક મળી હતી. જેમાં મહાત્મા ગાંધી અને માર્ટિન લુથર કિંગ જેવી મહાન હસ્તીઓ સંબોધન કરી ચુકી છે.

આ કાર્યક્રમમાં દુનિયાભરના લોકોના સવાલ સામેલ કરવામાં આવશે. ફેસબુક, ટ્વિટર, નમો એપ દ્વારા પણ લોકો સવાલ પૂછી શકશે. વેન્યૂ પર હાજર લોકોને પણ સવાલ પૂછવાનો મોકો મળશે. કાર્યક્રમ દરમિયાન મંચ પર પ્રસૂન જોશી હાજર રહશે.

લંડનમાં મોદીનો કાર્યક્રમ

- બ્રિટનના પીએમ થેસાસા મે સાથે બ્રેકફાસ્ટ કરશે (ભારતીય સમય પ્રમાણ 1.30થી 2.30 વાગ્યે)
- આશરે 2.45થી 3.30 વાગ્યાની આસપાસ પ્રિન્સ ચાર્લ્સ સાથે એક સાયન્સ મ્યુઝિયમમાં 5000 વર્ષના સાયન્સ અને ઇનોવેશન પર આધારિત પ્રદર્શન જોશે.- 3.40 થી 3.45 વચ્ચે 12મી સદીના ભારતીય લિંગાયત દાર્શનિક બસવેશ્વરની મૂર્તિને પુષ્પાંજલિ અર્પણ કરશે.
- 5.55 થી 7.10 વચ્ચે યૂકેના પીએમ સાથે રિચર્સ લેબ્સની મુલાકાત લેશે, સાથે જ ભારત-યુકે ફોરમની મુલાકાત લેશે. ભારત-યુકેના સંયુક્ત સાયન્સ અને ટેક્નોલોજીના પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે.
- આશરે 8.30 વાગ્યે પીએમ મોદી બકિંગહામ પેલેસમાં ક્વીન સાથે મુલાકાત કરશે.
- 9 વાગ્યે મોદી વેસ્ટમિન્સ્ટર સેન્ટ્રલ હોલમાં આયોજિત 'ભારતની વાત સૌની સાથે' કાર્યક્રમ દ્વારા ભારતીય સમાજને સંબોધિત કરશે.
- અંતે તેઓ યુકેમાં કોમનવેલ્થ લીડર્સ માટે આયોજિત ડિનરમાં સામેલ થશે.
First published: April 18, 2018, 12:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading