Home /News /national-international /

વહૂ ઝગડો ના કરે તે માટે સાસરિયાંએ તાંત્રિક પાસે મોકલી દેવામાં આવી, તાંત્રિકે 79 દિવસ સુધી આચર્યુ દુષ્કર્મ

વહૂ ઝગડો ના કરે તે માટે સાસરિયાંએ તાંત્રિક પાસે મોકલી દેવામાં આવી, તાંત્રિકે 79 દિવસ સુધી આચર્યુ દુષ્કર્મ

પ્રતિકાત્મક તસવીર

Odisha Crime News: ઓડિશામાં (Odisha) એક તાંત્રિક પર વિવાહિત જીવનમાં વિવાદ ઉકેલવાના બહાને એક મહિલા પર 79 દિવસ સુધી બળાત્કાર (Rape) કરવાનો આરોપ હોવાનો ચોંકાવનારે મામલો સામે આવ્યો છે.

    જ્યારે કોઈ વ્યક્તિમાં શ્રદ્ધા અને વિશ્વાસની બાબતે હદ વટાવી જાય છે, ત્યારે તે અંધશ્રદ્ધા બની જાય છે અને કેટલાક લોકો તેનો ગેરલાભ લેવા લાગે છે. ઓડિશામાં (Odisha) એક તાંત્રિક પર વિવાહિત જીવનમાં વિવાદ ઉકેલવાના બહાને એક મહિલા પર 79 દિવસ સુધી બળાત્કાર (Rape) કરવાનો આરોપ હોવાનો ચોંકાવનારે મામલો સામે આવ્યો છે. આ દરમિયાન મહિલા અને તેના અઢી વર્ષના માસૂમ પુત્રને રૂમમાં બંધક બનાવીને રાખવામાં આવ્યો અને તાંત્રિક મહિલાના પુત્રની સામે જ તેના પર દુષ્કર્મ આચરતો હતો. પોલીસે મહિલા અને તેના પુત્રને બંધ રૂમમાંથી મુક્ત કરાવ્યા છે, પરંતુ તાંત્રિક હાલ ફરાર થઈ ગયો છે.

    પીડિત મહિલાએ પોલીસને આપેલી ફરિયાદમાં તેના પતિ અને સાસરિયાઓ પર આક્ષેપો કર્યા છે. મહિલાના જણાવ્યા અનુસાર તેના લગ્ન 2017માં થયા હતા. ત્યારથી દહેજ માટે તેને સાસરિયાંમાં માનસિક અને શારીરિક ત્રાસ (Domestic Voilance) આપવામાં આવતો હતો. તેના પતિ અને સાસરિયાઓએ લગ્નજીવનમાં ઝઘડાઓ ઉકેલવા માટે એક તાંત્રિકનો સંપર્ક કર્યો હતો. તાંત્રિકે વચન આપ્યું હતું કે, જો તે મહિલાને થોડા મહિના માટે તેની રહેવા દેવામાં આવે તો બધું સારું થઈ જશે. પરંતુ મહિલા તેના માટે તૈયાર ન હતી.

    આ પણ વાંચોઃ-OMG! મહિલા PSIએ લગ્નના થોડા મહિના પહેલા જ ભાવિ પતિની કરી ધરપકડ, કારણ જાણીને ચોંકી જશો

    મહિલાએ પોલીસ સામે આરોપ લગાવતા રહ્યું છે કે એક દિવસ તેની સાસુએ તેના ભોજનમાં નશીલા પદાર્થ ભેળવીને તેને ખવડાવી, જેના કારણે તે બેહોશ થઈ ગઈ હતી. જ્યારે તેની આંખ ખુલી તો તે તાંત્રિકના રૂમમાં પહોંચી ગઈ હતી.

    આ પણ વાંચોઃ-113 મહિલાઓને ફોન કરી અભદ્ર વાતો કરતા નરાધમની ધરપકડ, 36 જીલ્લાની પોલીસ કરી રહી હતી શોધખોળ

    નજીકમાં જ તેનો અઢી વર્ષનો પુત્ર પણ હતો. મહિલાનો આરોપ છે કે તાંત્રિક માસૂમ બાળકની સામે તેની પર બળાત્કાર ગુજારતો હતો. આ બધું 79 દિવસ સુધી ચાલ્યું હતું. મહિલાના જણાવ્યા પ્રમાણે 28 એપ્રિલે તાંત્રિક રૂમમાં પોતાનો ફોન ભૂલી ગયો હતો. તક જોઈને મહિલાએ તાંત્રિકના ફોનથી તેના પિયરમાં ફોન કર્યો હતો.

    મહિલાના મોઢેથી આખી વાત સાંભળ્યા બાદ માતા-પિતાએ પોલીસને જાણ કરી હતી. પરંતુ પોલીસ તાંત્રિકના અડ્ડા પર પહોંચી ત્યાં સુધીમાં તે નાસી જવામાં સફળ થઈ ગયો હતો. પોલીસે તેની સામે આઈપીસી કલમ 376 હેઠળ કેસ નોંધ્યો છે.

    મહિલાએ એફઆઈઆરમાં તેના પતિ, પતિના ભાઈ અને અન્ય સાસરિયાઓના નામ પણ લખાવ્યા છે. જો કે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Crime news, Odisha, Rape-case

    આગામી સમાચાર