'રાજીનામું આપીને જાઓ,' કર્ણાટકમાં સરકાર બચાવવા માટે કોંગ્રેસ ગંભીર ન હતી

News18 Gujarati
Updated: July 24, 2019, 2:52 PM IST
'રાજીનામું આપીને જાઓ,' કર્ણાટકમાં સરકાર બચાવવા માટે કોંગ્રેસ ગંભીર ન હતી
સિદ્ધારમૈયા

ગત વર્ષે કર્ણાટકમાં ચૂંટણી બાદ ખંડિત જનાદેશ મળ્યો હતો. જે બાદમાં બીજેપીને સત્તામાંથી બહાર રાખવા માટે કોંગ્રેસે મન ન હોવા છતાં તત્કાલિન મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મજબૂરીમાં જેડીએસને સમર્થન આપવું પડ્યું હતું.

  • Share this:
ડી.પી. સતિશ : રાતના આશરે 10 વાગ્યા હતા. વિધાનસભામાં હાજર કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યો વિશ્વાસ મત માટે એક દિવસની મુદત માંગી રહ્યા હતા, જ્યારે ભાજપના સભ્યો એ જ દિવસે શક્તિ પરીક્ષણની માંગ કરી રહ્યા હતા. મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામી અને નાયબ મુખ્યમંત્રી જી પરમેશ્વર ગૃહમાં હાજર ન હતા. જ્યારે કોંગ્રેસ અને જેડીએસના અમુક ધારાસભ્યો કોંગ્રેસના ધારાસભ્ય દળના નેતા તેમજ પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની ખુરશી નજીક ઉભા રહીને રણીનતિ વિશે ચર્ચા કરી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં લગાવવામાં આવેલા માઇક્રોફોનમાં સિદ્ધારમૈયાને એવું બોલતા સાંભળવામાં આવ્યા કે, 'રાજીનામે કોત્તુ હોગાલૂ હેલી...' (તેમને રાજીનામું આપીને જવાનું કહો.)

સિદ્ધારમૈયાના આવા શબ્દો એ વાતને સમર્થન આપે છે, જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસ અહીં ગઠબંધન સરકાર બચાવવાના પક્ષમાં શરૂઆતથી જ ન હતી. કુમારસ્વામીએ વિશ્વાસ મત ગુમાવી દીધા બાદ કોંગ્રેસના ધારાસભ્યોના ચહેરા પર તેનું કોઈ દુઃખ જોવા મળ્યું ન હતું. અમુક નેતાઓએ તો આ કજોડું તૂટવા પર ખુશી પણ વ્યક્ત કરી હતી.

એક વરિષ્ઠ વિધાન પાર્ષદે નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, 'જેડીએસ સાથે ગઠબંધને અમને બરબાદ કરી નાખ્યા છે. જૂના મૈસૂર ક્ષેત્રમાં પાર્ટીની હાલત ખૂબ જ ખરાબ થઈ છે. અમારા કાર્યકરોને લાગતું હતું કે આ ગઠબંધનથી ડીકે શિવકુમાર, ગૌડા જેવા અમુક કોંગ્રેસ નેતાઓને જ ફાયદો થયો છે. અમારા મોટાભાગના નેતાઓ લોકસભાની ચૂંટણી બાદ આ ગઠબંધનને તોડવા માંગતા હતા. એક દિવસ આ થવાનું જ હતું. હવે અમે મુક્ત હોવાનો અનુભવ કરી રહ્યા છીએ.'

નોંધનીય છે કે ગત વર્ષે કર્ણાટકમાં ચૂંટણી બાદ ખંડિત જનાદેશ મળ્યો હતો. જે બાદમાં બીજેપીને સત્તામાંથી બહાર રાખવા માટે કોંગ્રેસે મન ન હોવા છતાં તત્કાલિન મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મજબૂરીમાં જેડીએસને સમર્થન આપવું પડ્યું હતું. તેઓ તૈયાર તો થઈ ગયા પરંતુ પોતાના ઇતિહાસને કારણે ગૌડા પિતા-પુત્ર સાથે તેના સમીકરણો સારા ન થઈ શક્યા.જેડીએસ સુપ્રીમો દેવગૌડા અને કુમારસ્વામીએ પણ અનેક પ્રસંગે પોતાની નારજગી જાહેર કરી હતી. કુમારસ્વામીએ કોંગ્રેસ ઉપર કામ ન કરવા દેવાનો આક્ષેપ લગાવ્યો હતો. આવું કહેતા તેની આંખોમાં આંસુ આવી જતા હતા.રાજકીય ભવિષ્યને લઈને ચિંતિત હતા ધારાસભ્યો

કોંગ્રેસના અમુક ધારાસભ્યોના જણાવ્યા પ્રમાણે સિદ્ધારમૈયાએ તેમને વચન આપ્યું હતું કે લોકસભાની ચૂંટણી પછી તેઓ કંઈક કરશે, પરંતુ ચૂંટણી પરિણામ ખરાબ રહેતા બંને પક્ષોએ અસરપરસના હિતોના રક્ષણ માટે સાથે જ રહેવાનું નક્કી કર્યું હતું. જોકે, કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યો પોતાના રાજકીય ભવિષ્યને લઈને ચિંતિત હતા. આ જ કારણે ધારાસભ્યોએ મુંબઈની ફ્લાઇટ પકડી લીધી હતી.
First published: July 24, 2019, 2:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading