Home /News /national-international /

જગન્નાથપૂરીમાં ભક્તો માટે લાઈન સિસ્ટમ શરૂ કરવાનો વિરોધ, હિંસામાં 30 ઘાયલ

જગન્નાથપૂરીમાં ભક્તો માટે લાઈન સિસ્ટમ શરૂ કરવાનો વિરોધ, હિંસામાં 30 ઘાયલ

જગન્નાથપૂરી ફાઈલ ફોટો - PTI

શ્રદ્ધાળુઓ માટે લાઈન સિસ્ટમ શરૂ કરવાના વિરોધમાં એક સામાજિક-સાંસ્કૃતિક સંગઠને આપેલા 12 કલાકના બંધ દરમ્યાન બુધવારે હિંસા ભડકી ઉઠી.

    જગન્નાથપૂરીમાં આવતા શ્રદ્ધાળુઓ માટે લાઈન સિસ્ટમ શરૂ કરવાના વિરોધમાં એક સામાજિક-સાંસ્કૃતિક સંગઠને આપેલા 12 કલાકના બંધ દરમ્યાન બુધવારે હિંસા ભડકી ઉઠી. જેમાં 10 પોલીસ કર્મી સહિત લગભગ 30 લોકો ઘાયલ થયા છે. પોલીસ દ્વારા જગન્નાથ સેનાના સંયોજક પ્રિયદર્શન પટનાયકની અટકાયત કર્યા બાદ સંગઠન તરફથી આયોજિત બંધ હિંસક થઈ ગયું.

    સોમવારે પ્રાયોગિક આદાર પર પુરી મંદિરમાં લાઈનની વ્યવસ્થા લાગૂ કર્યાના તુરંત બાદ જ સંગઠને બંધની જાહેરાત કરી હતી. જે રીતની નવી પ્રણાલી શરૂ કરવામાં આવી છે, તેનાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભાવનાને ઠેસ પહોંચી છે.

    શ્રી જગન્નાથ સેનાના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકોએ પટનાયકને તુરંત છોડવાની માંગને લઈ પ્રદર્શન કર્યું. તેમણે કેટલીએ જગ્યાઓ પર ટાયર સળગાવી જગન્નાથ મંદિરની સામે બડા ડંડાને પણ અવરુદ્ધ કર્યો. પોલીસે જણાવ્યું કે, 12મી સદીમાં બનેલા મંદિરમાં ભીડ ઘુસી ગઈ. ભીડે બેસી પહાચા અને સિંહદ્વાર નજીક લાગેલા બેરિકેડોને હટાવી દીધા અને શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન(એસજેટીએ)ના કાર્યાલયમાં તોડફોડ કરી.

    તેમણે જણાવ્યું કે, પ્રદર્શનકારીઓએ એક પોલીસ ચોકી અને સિંહદ્વાર નજીક એક સૂચના કેન્દ્રમાં પણ તોડફોડ કરી. ત્યારબાદ ટાયરો સળગાવવામાં આવ્યા અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પથ્થરમારામાં નવ પોલીસ કર્મી ઘાયલ થયા, જ્યારે ભીડના હુમલામાં કેટલુક નુકશાન પણ પહોંચ્યું છે. આ કારણથી સ્થિતિને નિયંત્રણ કરવા માટે પોલીસે હળવો બળપ્રયોગ કરવો પડ્યો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Against, Pilgrims, Protest

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन