Home /News /national-international /Good News: હવે ડોમેસ્ટિક ફ્લાઈટમાં મુસાફરોને ફરી ફૂડ મળશે, સરકારે સુવિધાઓ શરુ કરવાની મંજૂરી આપી

Good News: હવે ડોમેસ્ટિક ફ્લાઈટમાં મુસાફરોને ફરી ફૂડ મળશે, સરકારે સુવિધાઓ શરુ કરવાની મંજૂરી આપી

મંત્રાલયે કહ્યું કે, એરલાઇન કંપનીઓ હવે ઘરેલુ ઉડાનોમાં યાત્રીઓને કોઇપણ પ્રકારના પ્રતિબંધ વગર જમવાનું આપી શકે છે.

હવાઈ મુસાફરોને ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં જમવાનું પીરસવાની (In-Flight Meals) એરલાઇન્સને મંજૂરી મળી ગઈ છે. આ ઉપરાંત મંત્રાલયે મુસાફરી દરમ્યાન મેગઝીન સહિત વાંચવાની અન્ય સામગ્રીઓ આપવાની પણ મંજૂરી આપી દીધી છે.

નવી દિલ્હી. ઉડ્ડયન વિભાગે ઘરેલુ વિમાની સેવાઓને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. ડોમેસ્ટિક ફ્લાઈટ્સ (Domestic Flights) દરમ્યાન એરલાઇન કંપનીઓ હવે પેસેન્જર્સને ફરી ભોજન પૂરું પાડી શકશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય (Civil Aviation Ministry)એ જણાવ્યું કે હવાઈ મુસાફરોને ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં જમવાનું પીરસવાની (In-Flight Meals) એરલાઇન્સને મંજૂરી મળી ગઈ છે. આ ઉપરાંત મંત્રાલયે મુસાફરી દરમ્યાન હવાઈ મુસાફરો (Flyers)ને મેગઝીન સહિત વાંચવાની અન્ય સામગ્રીઓ આપવાની પણ મંજૂરી આપી દીધી છે.

જણાવી દઈએ કે કોરોના વાયરસ મહામારી (Covid-19 pandemic)ને લીધે ટૂંકા અંતરની ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં મુસાફરોને ખોરાક અને કોઈપણ વાંચન સામગ્રી પ્રદાન કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, એરલાઇન કંપનીઓ હવે ઘરેલુ ઉડાનોમાં યાત્રીઓને કોઇપણ પ્રકારના પ્રતિબંધ વગર જમવાનું આપી શકે છે. સાથે એ પણ જણાવ્યું કે કોવિડ પ્રોટોકોલ (COVID-19 Protocol)ના પાલનથી કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો થયો છે. એવામાં હવે યાત્રીઓને હવાઈ સફર (Air Travel) દરમ્યાન ફૂડ, ડ્રિન્ક્સ અને મેગઝીન ફરીથી ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Indigo ફ્લાઈટમાં કેન્દ્રીય મંત્રી કરાડે મુસાફરનો જીવ બચાવ્યો, પીએમ મોદીએ કહ્યું- ‘Great Gesture’

શરતી ઉડાન સેવા શરુ કરવાની મંજૂરી આપવામાં આવી હતી

કોરોના વાયરસ સંક્રમણની ગતિ પર કાબૂ મેળવવા માટે માર્ચ 2020માં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે દેશ-વિદેશની ફ્લાઈટ સર્વિસ પર પણ અસ્થાયી રૂપે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. કોરોનાની પહેલી લહેર બાદ મે 2020માં ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ફરી શરુ કરવામાં આવી. એ સમયે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ખાસ શરતો સાથે મુસાફરોને ફ્લાઈટમાં ફૂડ આપવાની મંજૂરી આપી હતી. એરલાઈન કંપનીઓને પોતાની સીમિત ક્ષમતા સાથે ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી હતી, જેને ધીરે-ધીરે વધારવામાં આવી.

આ પણ વાંચો: શીખ શ્રદ્ધાળુઓ માટે મહત્વનો દિવસ, આજથી ખુલશે કરતારપુર કોરિડોર, યાત્રાના નિયમો જાણી લો

ઓક્ટોબર 2021માં મળી સંપૂર્ણ ક્ષમતાથી ઉડાનની મંજૂરી

મંત્રાલયે 8 ઓક્ટોબર 2021ના 100 ટકા પેસેન્જર કેપેસિટી સાથે ડોમેસ્ટિક ફ્લાઈટ્સના સંચાલનની મંજૂરી આપી. જોકે, મંત્રાલયે એરલાઇન્સ અને એરપોર્ટ ઓપરેટર્સને કહ્યું કે કોવિડ-19ને ફેલાવાથી રોકવા માટેના બધા ઉપાયો સુનિશ્ચિત કરવામાં આવે. સાથે જ યાત્રા દરમ્યાન કોવિડ અનુકૂળ વ્યવહારનું કડકાઈથી પાલન કરાવવામાં આવે.
First published:

Tags: Civil Aviation Ministry, Domestic flights, National News in gujarati

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો