કોલકાતાઃ પશ્ચિમ બંગાળ (West Bengal)થી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલા પર આરોપ છે કે તેણે પોતાના બે વર્ષના ભત્રીજાને ગુસ્સામાં આવીને કબાટમાં પૂરી દીધો, જેના કારણે તેનું મોત થઈ ગયું. પોલીસને 6 કલાક બાદ તેની લાશ મળી. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલાએ આવું ક્રૂર કૃત્ય એટલા માટે કર્યું કારણ કે બાળકની માતા સાથે તેનો ઝઘડો થયો હતો. ઘટના બાદ ગામમાં તણાવની સ્થિતિ ઊભી થઈ છે.
શું છે સમગ્ર મામલો?
અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઇમ્સ મુજબ, પોલીસે કહ્યું છે કે બે મહિલાઓ તાજમીરા બીબી અને શમ્પા બીબીની વચ્ચે સંબંધોમાં તણાવ રહેતો હતો. બંને પારિવારિક મામલાઓને લઈને ઝઘડતા રહેતા હતા. ગુરુવારે તેમની વચ્ચે ઘણો લાંબી બોલાચાલી થઈ હતી. તેના બીજા દિવસે એટલે કે શુક્રવાર બપોરે શમ્પા બીબીનું બાળક રમતા-રમતા ગુમ થઈ ગયું. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે તાજમીરા બીબીના કબાટમાં બાળક કેદ હતું. જ્યાં તેનું મોત થઈ ગયું હતું. પોલીસે આરોપી તાજમીરાની ધરપકડ કરી લીધી છે.
આ પણ વાંચો, દારૂ ભરેલી ટ્રક પલટી તો પોલીસની હાજરીમાં જ લોકો બોટલો લૂંટીને ભાગ્યા
આ પણ વાંચો, કમાલની Audi-ઘોડાગાડી, પેટ્રોલનો ખર્ચ બચાવી આ ખેડૂત લઈ રહ્યો છે લક્ઝરી કારની મઝા!
ગામમાં તણાવની સ્થિતિ
પોલીસના જણાવ્યા મુજબ, તાજમીરાએ બાળકને લાફો માર્યો હતો કારણ કે તે તેના દીકરા સાથે લડતો હતો. લાફો મારતાં જ્યારે બાળક બેભાન થઈ ગયું તો તેણે કબાટમાં કેદ કરી દીધું. પોલીસે શોધખોળ કરતાં 6 કલાક બાદ તેની લાશ મળી. ત્યાં સુધીમાં બાળકનું મોત થઈ ગયું હતું. મોતના કારણે તણાવ ફેલાઈ ગયો અને સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળને તૈનાત કરવામાં આવ્યું.
Published by:Mrunal Bhojak
First published:August 09, 2020, 11:45 am